________________
મોટા પ્રસાદથી વિમલબોધને પણ મંત્રીપદે સ્થાપીને અને તેને સમગ્ર રાજ્યભાર સોંપીને વિશ્વસ્ત રહ્યો. વશ કરાયા છે સર્વ રાજાઓ જેના વડે એવો કુમાર પોતાના રાજ્યને પાળે છે. જિન ભવનો કરાવે છે તેમ જ જુદી જુદી વિચિત્ર પ્રકારની પૂજાઓ કરાવે છે. રથયાત્રાદિ મહોત્સવોથી જિન શાસનની પરમ ઉન્નતિને કરતો, ગુણના સાગર એવા સાધુઓને સેવતો ઘણાં દિવસો પછી ઉઘાનની શોભા જોવા માટે બહાર ગયો ત્યાં સાર્થવાહના એક પુત્ર નામથી અનંગદેવને જુએ છે. હવે અનંગદેવની શું વિશેષતા છે તેને કહે છે. (૧૧૩૯)
તે અનંગદેવ રૂપથી કામદેવ જેવો છે. મુખથી ચંદ્ર જેવો છે. કમલપત્ર જેવી મોટી આંખોવાળો છે. મેરુપર્વતની શિલા જેવી વિશાળ છાતીવાળો છે. એની ભુજાઓ નગરના દરવાજાની અર્ગલા જેવી છે, એના હાથ અને પગ રક્ત કમળના ગર્ભ જેવા લાલ છે. એના શરીરની કાંતિ તપેલા સુવર્ણ જેવી છે. એણે શરીર પર શ્રેષ્ઠ વસ્ત્રો અને આભૂષણો પહેર્યા છે. સમાન વય અને વેશવાળા મિત્રોથી વીંટળાયેલો છે, સૌભાગ્યવાળો છે. અપ્સરાઓના રૂપને જીતનાર સ્ત્રીઓના સમૂહથી વીંટળાયેલો છે. ક્યારેક સારા ભોજનો કરે છે. ક્યારેક મધુર પાણી પીએ છે. ઘણાં દાનો આપે છે. બધા લોકોને ખુશ કરે છે, કસ્તુરી મિશ્રિત ચંદન વિલેપનાદિવાળી ફુલોની માળાઓને આપે છે, શ્રેષ્ઠ કપૂરના સમૂહથી મિશ્રિત તંબોલને આપે છે અને તેની આગળ વેણુ-વીણા-મૃદંગના અવાજથી સુખ આપનારું અને જેમાં ચારે બાજુ વિલાસીનીઓનો સમૂહ ઘણાં ભાવ (ઉલ્લાસ)થી નાચી રહ્યો છે એવું નાટક પ્રવર્તે છે. મંગલપાઠકો વડે ગવાયેલ ગુણોના સમૂહનો કોલારવ ચારે ય દિશામાં વિસ્તરે છે. ઘણું દ્રવ્ય મેળવવાથી હર્ષિત થયેલા યાચક વર્ગ વડે શરૂ કરાયેલ છે કોલાહલ જેની આગળ એવા અનંગદેવને તેવા પ્રકારની સમૃદ્ધિવાળો જોઈને અપરાજિત રાજા પૂછે છે કે ઈન્દ્રની જેમ કીડા કરે છે એવો આ કૃતાર્થ કોણ છે? નજીકમાં રહેલાઓએ કહ્યું કે સમુદ્રપાલ સાર્થવાહનો અનંગદેવ નામે પુત્ર છે જે ઘણાં ધનનો સ્વામી છે. (૧૧૪૮)
હવે રાજા કહે છે કે અમે પણ ધન્ય છીએ કેમકે આવા પ્રકારના વણિકો અહીં વસે છે. જેઓની રિદ્ધિથી ભૂમંડલમાં સ્વર્ગ જણાય છે. અથવા જયાં આવા ધનવાનો વસતા નથી તે દેશ કે તે નગરથી શું? કારણ કે હંમેશા પણ કરાઈ છે શોભા જેના વડે એવી આ (ધનવાનો) રાજાઓની પ્રગટ લક્ષ્મી છે. અર્થાત્ ધનવાનો એ રાજાઓની પ્રગટ લક્ષ્મી છે જે રાજાઓની શોભાને કરનારી છે અને જયાં આવા ધનવાનો નથી તે દેશ કે નગરથી શું? (૧૧૫૦)
ઇત્યાદિ પ્રશંસા કરીને ઉદ્યાનની શોભા જોઈને પોતાના સ્થાને ગયો. પછી દિવસના કાર્યો કરીને સાંજે જિનપ્રતિમાઓને પૂજીને, શુભમનવાળો રાત્રીને પસાર કરે છે. પ્રભાતે ફરી પણ જિનેશ્વરોની પ્રતિમાઓને સર્વરિદ્ધિથી પૂજીને, હાથીના સ્કંધ પર બેઠેલો, કોડો સુભટોથી વીંટળાયેલો, નગરની બહાર ચાર પુરુષોથી ઊંચકાઈને લઈ જવાતા મૃતકને જુએ છે. તે મૃતકની ચારેય બાજુએ લોકો કરુણ રુદન કરે છે. કમલ જેવી મુખવાળી, ચંપકના ફુલ જેવી, ગૌરવર્ણવાળી કામદેવની રતિ જેવી બાળાઓ માથાને કૂટે છે (કૂટવું એટલે મૂએલાની પાછળ છાતી અને માથા ઉપર હાથથી આઘાત કરવો.) અને બાહુઓથી વક્ષસ્થળને પીટે છે, ઉઠે છે,
61