________________
આંસુના સમૂહ કરતાં સમુદ્રનું પાણી થોડું છે એમ હું માનું છું. હે કુમાર ! તારા વિયોગના દુઃખથી દુઃખી થયેલા તારા માતાપિતાએ એવો કોઇ વિલાપ નથી, એવી કોઇ મૂર્છા નથી, એવા કોઇ કરૂણ શબ્દનો પોકાર નથી કે જે ન કર્યો હોય. (૧૧૧૧) ચંદ્ર અને શંખ જેવા નિર્મળ તારા ચરિત્રો ઘણી જગ્યાએ સાંભળ્યા પરંતુ ભવિતવ્યતાના વશથી રાજાવડે નિયુક્ત કરાયેલ પુરૂષોની સાથે તારો ક્યાંય પણ મેળાપ ન થયો. અહીં હમણાં તારી અવસ્થા વિશેષ (ખબર)ને જાણીને તને લેવા માટે મને અહીં મોકલ્યો છે. તેથી જલદી ત્યાં આવ જેથી આજે પણ તને તારા માતા પિતાના જીવતા દર્શન થાય. શોકના આંસુના જળથી ભીની થઇ છે આંખો જેની એવા કુમારે કહ્યું કે હે વિમલબોધ ! આપણા વડે માતાપિતાનો જે ઉપકાર કરાયો છે તે તું જો. પુત્રોના જનમવાથી માતાપિતા સુખી થાય છે પરંતુ આપણે તો માતાપિતાને અનંત દુઃખ આપ્યું. (૧૧૧૬)
અને આ બાજુ પોતાની પુત્રીઓની સાથે ભુવનભાનુ વિદ્યાધર રાજા અને અમૃતસેન તથા સૂર્યકાંતાદિ ખેચરો ત્યાં કુમારની પાસે પોતાની સમૃદ્ધિ સહિત આવ્યા. ત્યાર પછી જિતશત્રુ રાજાની રજા લઈને, મોટા સૈન્યની સાથે વિદ્યાધર સૈન્યથી યુક્ત, પ્રીતિમતીની સાથે કુમાર પણ સ્વદેશ ચાલ્યો. અખંડ પ્રયાણોથી સિંહપુર નગરની નજીકમાં પહોંચ્યો ત્યારે વિદ્યાધરોએ આગળ જઇને રાજાને વધામણી આપી. તેથી ખુશ થયેલ રાજા સામંત-મંત્રી અને નગર લોકથી વીંટળાયેલો સકળ રિદ્ધિથી સહિત કુમારને લેવા સન્મુખ ગયો. પછી પત્ની સહિત કુમાર રાજાને વિનયથી નમ્યો. રાજા પણ ઘણાં સ્નેહથી કુમારને ભેટ્યો. પછી પ્રીતિમતી સહિત કુમાર નગરમાં પ્રવેશ કરે છે. હાથીણી ઉપર બેઠેલા કુમારને જેઈને ઉત્કંઠાથી લોક વખાણ કરે છે, અહો! કુમાર એકલો નીકળ્યો હતો પણ જુઓ તો ખરા ! કેટલી બધી ઋદ્ધિના વિસ્તારને પામ્યો છે. જેમ નિર્મળ ગુણની રાગી સ્રી સુભગનો પીછો છોડતી નથી તેમ સત્પુરુષો જયાં જાય છે ત્યાં ત્યાં લક્ષ્મી એનો પીછો છોડતી નથી. (૧૧૨૫) પુણ્યશાળીઓ એકલા પણ જગતના સ્વામી થાય છે. પુણ્ય વગરનો ચક્રવર્તી પણ એકલો ભિક્ષા માટે ભમે છે. કોઇક વળી કહે છે કે પ્રીતિમતી ધન્ય છે જેને આવો ગુણનિધિ વર મળ્યો કેમકે રોહણાચલ પર્વતની ભૂમિ જ શ્રેષ્ઠ રત્નોના સંયોગને પ્રાપ્ત કરે છે. બીજો કહે છે કે આ કુમાર કૃતપુણ્ય છે કેમકે આ પ્રીતિમતી કુમારના પત્નીપણાના શબ્દને ધારણ કરે છે. ખરેખર કૃષ્ણને છોડીને અન્ય કોઇ લક્ષ્મીને ઘરવાળી તરીકે પ્રાપ્ત કરતો નથી. એ પ્રમાણે લોકથી સ્તુતિ કરાતો લોકમાં હર્ષ ઉત્પન્ન કરતો, પ્રીતિમતીથી સહિત, કુમાર માતાપિતાની સાથે મહેલમાં આવ્યો. પ્રષ્ટ મનવાળા સર્વ ખેચરો સન્માન કરીને વિસર્જન કરાયા અને કોશલરાજાની કનકમાલા પુત્રી પણ આવી. શ્રી મંદિરથી સુપ્રભરાજાની રંભાપુત્રી પણ આવી. આ સર્વસ્રીઓની સાથે કુમાર વિષયસુખોને ભોગવે છે. મનોગિત અને ચપલગત પણ માહેન્દ્ર દેવલોકમાંથી ચ્યવીને સૂર અને સોમ નામના તેના બે નાના ભાઇઓ થયા. પછી રાજયભાર વહન કરવા કુમાર સમર્થ છે એમ જાણીને રાજય પર કુમારને સ્થાપન કરીને ધીર એવા હરિનંદી રાજાએ દીક્ષા લીધી. (૧૧૩૩) થોડા કાળમાં તપરૂપી અગ્નિથી કર્મરૂપી ગહન વનને બાળીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને પરમ પદને પામ્યા. અપરાજિત રાજા ભાઇઓને ઉચિત દેશો આપીને, પ્રીતિપાત્ર પ્રીતિમતીને પટ્ટરાણી પદે સ્થાપીને
60