________________
ઘાલ્યો (આક્રમણ કર્યું). (૧૦૮૪) પછી સિંહની જેમ ફાળ મારીને તેઓના હાથી પર ચઢીને ધીર કુમાર લીલાથી પ્રહાર કરવા લાગ્યો. એક ક્ષણે હાથી પર બીજી ક્ષણે રથ પર આરૂઢ થઈ યુદ્ધ કરે છે પછી અશ્વપર, ભૂમિપર, ફરી પાછો હાથી પર બેસી યુદ્ધ કરે છે. આ બાજુ ગયો, પેલી બાજુ નીકળ્યો, આ બાજુ યુદ્ધ કરે છે પેલી બાજુ લડે છે એમ આકાશમાં વિદ્યુતપુંજ (વીજળી) ની જેમ કુમાર યુદ્ધમાં ભમે છે. જેમ એકલો સિંહ હાથીના ટોળાને, સૂર્ય અંધકારના સમૂહને, અમૃત રોગના સમૂહને, સિંહનાદ પશુના સમૂહને, જંગલી પાડો અશ્વના સમૂહને, વાઘ હરણોના ટોળાને, હાથી કમળવનને નાશ કરે તેમ કુમારે સર્વ સૈન્યને વિદ્રાવિત કર્યું. પછી સર્વ રાજાઓ એકી સાથે (આક્રમણ કરવા) ઉપસ્થિત થયા. તે રાજાઓમાંથી સોમપ્રભરાજાના રથમાં કુમાર જેટલામાં બેઠો તેટલામાં લક્ષણ અને તિલકના ચિહનોથી યુક્ત આ કુમાર મારો ભાણીયો છે એમ જાણ્યું. (૧૯૯૨) તેથી રાજાએ હર્ષિત મનથી કુમારને આલિંગન કર્યું. હર્ષિત કુમાર પણ મામાને ઓળખી આલિંગન કરે છે. પછી સોમપ્રભ રાજાએ સર્વ રાજાઓને વાર્યા અને કહ્યું કે અરે ! આ મારી બહેન પ્રિયદર્શના તથા હરિનંદી રાજાનો પ્રતાપી પુત્ર છે જેનું નામ અપરાજિત કુમાર છે અને લોકવડે જેના નિર્મળ ગુણો દશે દિશામાં સંભળાય છે. હરિનંદી કુળમાં જન્મેલાઓને જ આવું પરાક્રમ ઘટે છે કારણ કે એકલા કુમારે પણ રાજાઓના અસંખ્ય સૈન્યનું મથન કર્યું. આવા પ્રકારાના સ્ત્રી રત્નને આ કુમાર જ યોગ્ય છે કારણ કે ગૌરી શંકરને છોડી, લક્ષ્મી કૃષ્ણને છોડી બીજા કોઈની થતી નથી. જે ધીર કુમારે એકલાએ પણ ભુવનને જીત્યું છે તે હરિનંદી રાજાનો પુત્ર અપરાજિતકુમાર જય પામે છે. જેમ કૃષ્ણ (સમુદ્રનું મંથન કરી) લક્ષ્મીને ગ્રહણ કરી તેમ કુમારે પોતાના બળ રૂપી પર્વતથી અસંખ્ય શત્રુરૂપી સમુદ્રનું મંથન કરી પ્રીતિમતીને ગ્રહણ કરી એમ હર્ષપૂર્વક માગધો વડે ગવાય છે. પછી સર્વ કુમારો અને રાજાઓ તે મહાભાગને અભિનંદે છે. હવે જિતશત્રુરાજા તુષ્ટ થયો તે જ પ્રમાણે ધારિણી, નગર અને દેશ પણ તુષ્ટ થયો. પછી પ્રશસ્ત દિવસે ઉપશાંત થયેલ સમગ્ર રાજાઓની હાજરીમાં મહાવિભૂતિથી જિતશત્રુ રાજા પ્રીતિમતીની સાથે કુમારનું પાણિગ્રહણ કરાવે છે. (૧૧૦૨) હર્ષના ઉત્કર્ષને પામેલો સમગ્ર લોક પણ ચારેય દિશામાં અનુરૂપ વધૂવરના સંયોગની પ્રશંસા કરે છે. પછી જિતશત્રુરાજાએ સર્વ ખેચર અને ભૂચર રાજાઓનું સન્માન કરી રજા આપી. પ્રશાંત થયેલા સર્વ રાજાઓ કમથી પોતાના સ્થાને પહોંચ્યા. સ્વભાવિક રૂપને પામેલ કુમારને તે જ પ્રમાણે પ્રીતિમતીને જોઇને નગરનો લોક ક્યારેય પણ દેવ-યુગલના વિલાસને બોલતો નથી. (અર્થાત્ આ બંને દેવયુગલ જેવા હોવાથી દેવયુગલને યાદ કે પ્રશંસા કરતા નથી.) (૧૧૦૫)
હવે હાથી-ઘોડા રથાદિ સર્વ સામગ્રીને મેળવીને પ્રાપ્ત કર્યા છે ઘણાં દેશો જેણે એવો પ્રીતિમતી સહિત અપરાજીતકુમાર વિષયસુખોને ભોગવે છે. ત્યાં વિમલબોધ મંત્રીપુત્ર પણ જિતશત્રુ રાજાના મંત્રીની પુત્રીને પરણે છે. બધા સુખપૂર્વક ત્યાં રહ્યા છે ત્યારે કોઈક દિવસે પિતા પાસેથી અમૃત-વચન નામનો દૂત આવ્યો અને કુમાર ઊંચકવા પૂર્વક મોટા હર્ષથી તેને ભેટ્યો. પછી કુમારે માતા પિતાના કુશળ પુછયા એટલે દૂતે કહ્યું કે હે રાજપુત્ર! તેઓને શું અકુશળ હોય ? તમારા વિયોગ દિનથી આરંભીને રોતા એવા તેઓની આંખોમાંથી ટપકેલા
59