________________
પતિ નિર્માણ કરાયો નથી ? અથવા તો આનો વર કોઈ દિવ્ય પ્રભાવથી પ્રચ્છન્ન રહ્યો છે? અહીં આના સિવાય અન્ય કોઈ નૃપસમૂહની સંભાવના કરાતી નથી. એથી મારું મન શું કરવું એના નિર્ણયમાં મૂઢ થયું છે. પછી મંત્રીએ સવિષાદ રાજાને જોઈને સ્વબુદ્ધિથી કહ્યું કે હે દેવ, ! સજ્જનોને કાર્યોમાં વિષાદ હોતો નથી તમારે પુરુષાર્થ કરવો ઘટે કારણ કે અસંખ્ય રાજાઓ અને કુમારો અહીં ભેગા થયા છે તથા લોક પણ મળ્યો છે. તેથી આજે પણ કોણ જીતાયો છે કોણ નથી જીતાયો તેનો નિશ્ચય થતો નથી. તેથી આખા સ્વયંવર મંડપમાં ઉઘોષણા કરાય કે રાજા કુમાર ખેચર કે સામાન્ય પુરુષ મારી પુત્રીને જીતશે તે મારી પુત્રીને પરણશે એમ સંદેશો જાહેર કરાવો. પછી આ ઉદ્ઘોષણા ઉચિત છે એમ જાણી રાજાએ અમલ કરાવ્યું પછી ઉદ્ઘોષણા સાંભળીને અપરાજિત કુમાર વિચારે છે કે સ્ત્રીમાત્ર સાથે કળાવિચાર કરવામાં મોટાઈ શું હોય ? કારણ કે ઘેટાંઓની સાથે હાથીઓનું યુદ્ધ શોભતું નથી. (૧૦૭૦)
પરંતુ શાસ્ત્રોમાં સ્ત્રી સ્વભાવથી પ્રાયઃ તુચ્છવાદિ દોષવાળી કહેવાઈ છે. તેથી તે આનું અભિમાન ન હરાય તો આ સ્ત્રી પણ પ્રતિજ્ઞા પૂર્ણ ન થવાથી નાશ પામશે અને શાસ્ત્રો જુઠા ઠરશે તથા પુરુષ પક્ષની હાર થશે ઈત્યાદિ વિચારીને તે કુમાર જેટલામાં આગળ આવે છે તેટલામાં રૂપાંતર કરીને રહેલો હોવા છતાં તેનું લાવણ્ય તે બધા રાજાઓ કરતાં અધિક ઝળકે છે. શરદઋતુનાં વાદળનાં સમૂહથી આચ્છાદિત પણ પૂર્ણિમાના ચંદ્રનું લોકને સુખ આપનાર એવું રૂપ તારાઓના રૂપથી અધિક જ સ્કુરાયમાન થાય છે. શેરીની ધૂળથી રૂપ કંઈક ફિક્યું થયું હોવા છતાં, જેની કોઈ સાફ સફાઈ કરવામાં નથી આવી એવા મરકત મણિની કાંતિ કાચના ટુકડાઓથી અધિક જ હોય છે. (૧૦૭૫)
હવે બાળાએ કુમારને જોયો એટલે પૂર્વભવના સ્નેહના કારણે તેના રૂપની ભાવના કરતી તે કામના બાણોથી વિંધાઈ. પછી કલાવિચાર શરૂ થયો એટલે કચરાની જેમ પ્રીતિમતીના સર્વવચનો કુમારની વાણી રૂપ સમુદ્રની લહરીઓથી ઉડાવી દેવાયા. દોરાથી ગુંથાયેલી (૧૭) લોકને અભિલાષ કરવા યોગ્ય પોતાની સમાન એવી કુસુમમાળા પ્રીતિમતીએ એકાએક કુમારના કંઠમાં આરોપણ કરી. તેથી એકાએક સકલ ખેચર અને મનુષ્યનો સમૂહ ક્ષોભ પામો અને ક્રોધી થયો અને પૃથ્વીતળને (પગથી) તાડન કરતો ઊભો થયો અને આ પ્રમાણે કહે છે કે જુઓ તો ખરા ! સંપૂર્ણ ગુણોથી યુક્ત વિશુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા આ સર્વ રાજાઓ, ખેચરો અને કુમારો છે તો પણ કોઈક મુસાફર માત્ર જેના કુળ અને જાતિ અજ્ઞાન છે એવા પ્રાકૃત જનને લાવીને અને છૂપાવીને તેના ગળામાં આપણે માળા આરોપણ કરી (આ આશ્ચર્ય છે.) અથવા શાસ્ત્રોમાં નદીઓનું અને સ્ત્રીઓનું નીચગામીપણું કહ્યું છે તે અહીં સિદ્ધ થયું. તેથી કોઈ કાર્પેટિક (કાપડીયો) આટલા રાજાઓ હોવા છતાં આને પરણે તો આ પરિભવને અમે સહન કરશું નહીં. જોકે આ પ્રાકૃત જનવડે આ કુમારી વાદમાં જીતાઈ છે તો પણ અલીક છે કેમકે જે વિદ્યા આટલા બધા રાજાઓમાં જોવા નથી મળતી તે આ પ્રાકૃત પુરૂષમાં ક્યાંથી હોય? આમ કહી ઘોડાઓને કવચ પહેરાવીને, હાથીઓને કવચ પહેરાવીને બધા સુભટોએ કુમારને ઘેરો
(૧પ્રીતિમતીના પક્ષમાં ગુણોથી ગુંથાયેલી, લોકને અભિલાષ કરવા યોગ્ય, પોતાના મનરૂપી કુસુમની માળા કુમારના કંઠમાં અર્પણ કરાઈ.