________________
કહેવાઈ. (૧૦૩૯) આ સામે જે સકલ ગુણોના ભંડાર તે સર્વે ખેચર અને ભૂચર રાજાઓ તારા ગુણોના શ્રવણથી ઉત્કંઠિત થયેલા અહીં આવ્યા છે. (૧૦૪૦) અને તેમાં પણ કદંબ દેશનો સ્વામી ભુવનમાં વિખ્યાત નામથી ભુવનચંદ્ર રાજા પોતાના કુમારની સાથે રહેલા છે. આ (રાજા) પૂર્વ દિશાઓ રૂપી વધૂઓમાં તિલક સમાન છે જેના સુભટોથી દુમનનો સમૂહ અને ચર પુરુષોથી યશ દૂર ગયેલો ચારેય દિશાઓમાં ભમે છે. આ દક્ષિણદેશનો અધિપતિ નામથી સમરકેતુ છે તે ઘરે આવેલા બીજા યાચકો માટે વિમુખ નથી તેમજ યુદ્ધમાં દુશ્મનોના બાણોને વિશે વિમુખ બનતો નથી. અર્થાત્ તે દાની અને પરાક્રમી છે. આ પશ્ચિમ દેશનો અધિપતિ વરુણનામનો રાજા છે હે સખી! તે ગુણવાનોમાં, સુભટોમાં અને દાનીઓમાં પાછળ રહેતો નથી. ઉત્તરદેશનો અધિપતિ કુબેર નામનો આ રાજા છે જે ગુણસમૂહથી બધા રાજાઓમાં અનુત્તર છે. આ સોમપ્રભ નામનો રાજા છે જેણે સર્વ દુશમનોના મુખોને કાળા કર્યા છે. આ શ્રી ખેચર ચકવર્તી મણિચૂડ રાજા છે જેને સર્વ વિદ્યાઓ સિદ્ધ થઈ છે અને તેની સિદ્ધિઓ પણ અનંતી છે. આ રત્નચૂડ છે, આ મણિપ્રભ છે, આ સુમનસ છે. આ સુષેણ છે આ શૂર, સોમ, અમિતપ્રભ ખેચરઆદિ રાજાઓ છે અને આ સૂર,ભીમ, ધનંજય, સુયશ, કુસુમાયુદ્ધ,કલિંગ, શૂરસેન, મંગલનૃપ, બધા ભૂચર રાજાઓ છે. આ અન્ય રાજાઓ શ્રેષ્ઠ રૂપદાન સૌભાગ્ય, શૂરવીરતા આદિ ગુણરત્નોના નિધાન છે તેઓને તું હે કુમારી ! એકાગ્ર ચિત્તથી નિહાળ અને આ રાજાઓના પુત્રો તારુણ્યથી ઉછળતા, શૂરવીર, બોતેર કળામાં કુશળ અસંખ્યગુણવાળા છે. સખીએ આમ કહ્યું એટલે તે કમળના પાંદડા જેવી દીર્ઘ, કામદેવના તીણ બાણ જેવી દષ્ટિ જેના જેના પર નાખે છે તે તે શલ્યથી વિંધાયેલ હૃદયવાળા રાજપુત્રો પોતે કોણ છે એ પણ જાણી શકતા નથી તો તેની સાથે કળાનો વિચાર કરી શકે એ તો ઘણું દૂર થયું. (૧૦૫૩)
કળા વિચાર શરૂ થયો એટલે તીણા સ્વરથી વસંતઋતુમાં ઉન્મત્ત કોયલના કુંજારવ જેવો સ્વર શરૂ થયો. નૃત્ય પ્રસંગમાં અશુભિત મનવાળી આ પ્રીતિમતી સંગીતાદિ કલા વિચારના પૂર્વપક્ષમાં વર્તતી જેટલામાં સંસ્કાર યુક્ત વાજિંત્રને ગ્રહણ કરે છે તેટલામાં રૂંધાયેલા ગળામાંથી કોઈનો પણ અવાજ ન નીકળ્યો કામથી ખેંચાયેલ જીવની જેમ કોઈક અનિમેષ દષ્ટિવાળો થયો. બીજે સ્કૂલિત જીભવાળો કંઈક બોલીને મૌન રહે છે. બીજે ઘણાંના હાસ્યનું પાત્ર બનતો અસંબંધ બોલે છે આમ કોઈક પૂર્વપક્ષમાં (૧૪) કોઈક અનુવાદમાં અને કોઈક ઉભયમાં ચૂક્યો એમ યાવત્ સર્વપણ છાનો (શાંત) થયેલ લોક કશું બોલતો નથી. (૧૦૫૮) પછી - કેટલાક હાથતાળી દઈ હસે છે અને બીજા કહે છે કે અરે ! સરસ્વતી એ સ્ત્રી છે તેથી તે
સ્ત્રીના પક્ષમાં રહી છે બીજા કહે છે કે આ રાજપુત્રો મહિલાઓથી જીતાયા છે છતાં પણ હજુ કેમ જીવે છે ? હવે સ્ત્રીનું રાજ થશે એમ કેટલાક બોલે છે અને બીજા કોલાહલ (ઘોંઘાટ) કરે છે કેટલાક અસંબંધ બોલે છે. કેટલાક બુમો પાડે છે. મંડપમાં આ અણઘટિત પ્રસંગ થયે છતે શ્યામમુખવાળો જિતશત્રુ રાજા વિચારે છે કે અહો! આ શું? ગુણો શું આટલા જ છે? કે જે મારી પુત્રીના શરીરમાં છે. શું વિધિ ભુલ્યો છે? શું વિધિ વડે આનો કોઈપણ
(૧૫) પૂર્વપક્ષ એટલે ઉત્તર આપવાની જરૂર પડે તેવા બુદ્ધિથી કલ્પેલા પ્રશ્નો અને અનુવાદ એટલે બોલેલું ફરી બોલવું અથવા બોલેલી વસ્તુનો અર્થ કરી બતાવવો.
57