________________
કુતૂહલથી ભરાયેલ છે હૃદય જેઓના એવા બીજા રાજાઓ પોતાના પુત્રોની સાથે ત્યાં શીધ્ર આવે છે લોકમાં શ્રવણ પરંપરાથી () કન્યાના નિરૂપમ રૂપ, વિજ્ઞાન અને લક્ષણને સાંભળીને ઉત્પન્ન થયું છે કુતૂહલ જેઓને, અને કામના શલ્યથી પીડિત કરાયું છે મન જેઓનું એવા વિદ્યાધરો ત્યાં આવે છે. પ્રચ્છન્ન રૂપને ધરનારા કુતૂહલી દેવો પણ ત્યાં આવ્યા. વધારે શું? પોતાના પુત્રના વિયોગના શોકપણાને પામેલા હરિનંદી રાજાને છોડીને સર્વ પણ લોક સ્વયંવર મંડપમાં ભેગો થયો. જિતશત્રુ રાજાવડે સન્માનિત કરાયેલા સર્વખેચર રાજાઓ પોતાના સ્થાને બેઠા અને આ બાજુ ભવિતવ્યતાના વશથી અપરાજિતકુમાર પણ ત્યાં આવ્યો અને મંત્રીપુત્રને કહે છે કે અરે! આપણે અહીં શુભ પ્રસંગે આવ્યા છીએ કેમકે અહીં કલા વિચારમાં ઘણાં કૌતુકો થશે તે સર્વ કૌતુકો તથા કન્યાના અદભૂત ગુણ સમૂહને જોઇશુ પરંતુ આપણા ઘણાં સ્વજનો અહીં આવ્યા હશે તેથી ખેચરે આપેલી ગુટિકાના વણથી આપણે રૂપનું પરાવર્તન કરીએ. આમ કહીને તે બંને પણ સામાન્ય જનની સમાન રૂપ કરીને ત્યાં મંડપમાં ગયા અને રિદ્ધિથી પ્રીતિમતી પણ ત્યાં આવી (૧૦૨૯) તે આ પ્રમાણે -
ખરીદાયો છે કામદેવના રૂપનો સમૂહ જેના વડે, મુખથી જિતાઈ છે સુવર્ણની શોભા જેનાવડે એવી પ્રીતિમતી ભાલતલપર પૂર્ણિમાના ચંદ્રની શોભા(લક્ષ્મી)ને ધારણ કરે છે. (૧૦૩૦) તેના પુષ્ટ સ્તનોને આચ્છાદન કરનાર ચકાકાર હારલતાઓ હિમગિરિ પર્વતના શિખરો પર ડોલતા(ઉછળતા)ગંગા નદીના પ્રવાહની શોભાનું હરણ કરે છે. (૧૦૩૧) કલાવિચારમાં ઉત્સુક એવી તે કોમળ હાથના અગ્રભાગ પર રણકાર કરતા મણિવલયોના મધુર શબ્દોથી કુમારોને આહવાન (બોલાવે) કરે છે. (૧૦૩૨) તે રકત અશોકની સમાન પ્રભાવાળા હાથપગના નખમાંથી ઉત્પન્ન થતી કાંતિઓથી કુમારોના રાગી હૈયાઓને પણ બમણાં રંજિત કરે છે. (૧૦૩૩)
આકર્ષિત કરાયા છેરાજાઓ રૂપી હંસો જેના વડે, શ્રેષ્ઠ રત્નોની સંખલાવાળી નાની ઘંટડીઓવાળી ઝાંઝરના અવાજથી વાચાળ બનેલા ચરણોથી પગલા માંડવી પ્રીતિમતી કોઈક કોઈ રીતે મંડપમાં સંચરે છે (૧૦૩૪) દેવલોકમાં પણ અતિદુર્લભ, શ્રેષ્ઠવસ્ત્રમય દુકૂલોથી (૧૫) કરાઈ છે શોભા જેના વડે એવી તે પ્રીતિમતી પોતાની શોભાથી દૂકૂલોને શોભાવે છે. (૧૦૩૫) તેના વિવિધ પ્રકારના આભૂષણોના પરિધાનો અકૃત્રિમ (સ્વભાવિક) શોભાને નિહાળવા વિદન રૂપ છે એમ લોક માને છે. (૧૦૩૬) મુખમાંથી નીકળતા સુગંધી શ્વાસ અને મસ્તક પર રહેલ કુલોનાં ઘણાં પરિમલથી ભેગાં કરાયા છે ભમરાઓના સમૂહો જેના વડે એવી પ્રીતિમતી પ્રિયસખી અને પુરબ્ધીઓ (પુરન્ધી એટલે મુખ્ય દાસી) વડે વસ્ત્રના છેડાથી વિંઝાતી, ઘણાં અંગરક્ષકો, પ્રતિહારો અને સુભટોના સમૂહથી વીંટાયેલી, ત્રણેય દિશામાં અને આગળ ગૌરવને વધારતા માગધ સમૂહોથી ગવાતી, કોઈ કોઈ રીતે મુશ્કેલીથી) ચારે બાજુથી દૂર કરાતા છે પ્રેક્ષક જનના સમૂહો જેના વડે એવી તે કુમારી પ્રીતિમતી માલતી નામની પ્રિયસખી વડે
(૧૪) શ્રવણ પરંપરા એટલે એકે સાંભળેલું બીજાને કહ્યું બીજાએ ત્રીજાને કહ્યું ત્રીજાએ ચોથાને એમ પરંપરા ચાલે છે : (૧૫) ઘટ્ટ એટલે વસ્ત્ર, કાપડ અને તેમાંથી બનેલા ચોળી ચણિયા આદિ દૂફૂલ કહેવાય છે.
56