________________
અંગમાં સમાતા નથી. પછી કેટલાક દિવસો સુધી તેઓએ કેવળી ભગવંતની પર્યુંપાસના કરી અને કેવલી ભગવંત વિહાર કરી ગયા પછી તેઓ પણ નગરમાં પાછા ફર્યા. સ્થાને સ્થાને ચૈત્યોને ભક્તિથી વંદના કરે છે અને સાધુઓના પગરૂપી કમળોને સેવે છે તથા જિનધર્મને સાંભળે છે. (૧૦૦૨)
અને આ બાજુ જનાનંદ નામનું નગર છે તેમાં સમુદ્રના પાણીની જેમ અસંખ્યાતા લોકોના ભવનો તેમ જ અસંખ્યાતા જિનમંદિરો છે. ત્યાં જિતશત્રુનામનો રાજા છે જેણે કોપથી અસંખ્યાતા શત્રુ સ્રીઓનું ગતપતિત્વ (૧૩) કર્યું છે અને હર્ષથી યાચકોનું ગજપતિત્વ કર્યું છે. તેને ધારિણી નામે દેવી છે. રત્નવતીનો જીવ દેવલોકમાંથી ચ્યવીને તે બંનેને ત્યાં પુત્રીરૂપે ઉત્પન્ન થયો. તેના ગુણથી રંજિત થયેલા રાજાએ પુત્ર જન્મની જેમ આખા નગરમાં તેના જન્મની મોટી વધામણી કરાવી. સર્વને પ્રીતિ ઉત્પન્ન કરતી હોવાથી તેનું નામ પ્રીતિમતિ પાડવામાં આવ્યું. હૃદય પર રહેલી રત્નની માળાની જેમ તે બધાથી વહન કરાય છે.(૧૦૦૭) કલ્પવૃક્ષની લતાની જેમ દેવો જેનો અભિલાષ કરે છે એવી તે પ્રતિદિન વડીલ જનના ઉત્કર્ષને કરતી વધે છે યોગ્ય સમયે તેણીએ સર્વકળાઓ તે પ્રમાણે ગ્રહણ કરી કે જેથી ભારતી (સરસ્વતી) પણ તેની પાસે કલાઓના ભાવાર્થને જાણવા માટે ઝંખના કરે છે. તેનું યૌવનભર પ્રગટ થયે છતે તેના રૂપને અનિમેષ નયણે જોતા મનુષ્યો પણ દેવો કરાયા અર્થાત્ દેવો જેમ અનિમેષ છે તેમ તેના રૂપે મનુષ્યોને એકીટસે જોનારા કર્યાં. પુરુષમાં તેવા પ્રકારના ગુણોના સદ્ભાવ (હૈયાતી)ને નહીં જેતી તેની દષ્ટિ ક્યાંય પણ રાગવાળી થતી નથી અને તેને અતિશય કલાવાળી જોઇને અને પુત્રીના ચિત્તને જાણીને રાજા વિચારે છે કે અનુરૂપ ગુણોથી રહિત એવા કોઇપણ પતિની સાથે જે આને પરણાવાશે તો તે ખરેખર પ્રાણોનો પણ ત્યાગ કરશે તેથી રાજા આને એકાંતમાં પૂછે છે કે હે પુત્રી! અમુક અમુક રાજપુત્રની સાથે તારું પાણિગ્રહણ કરાવું ત્યારે તે કહે છે કે હે તા! મારા વચનને સાંભળો. જણાયું છે પરમતત્ત્વ જેઓ વડે તેઓને સર્વપણ ભોગો કંઇ કિંમતના નથી. સીંગડા વગરના બળદ જેવા ગાંડાઓની સાથે જો ભોગો ભોગવવામાં આવે તો તે દુર્ગતિ ફળમાત્ર અને વિટંબના જ છે.(ગાંડો માણસ અને બળદમાં કોઇ તફાવત નથી. માત્ર તફાવત એટલો જ છે કે ગાંડાને બે શીંગડા નથી જયારે બળદને બે શીંગડા છે.) (૧૦૧૫) આથી કહ્યું છે કે ચતુર સ્ત્રીનો પતિ અણઘડ હોય, ગુણવાનનો સ્વામી મૂર્ખ હોય અને દાનીને દારિદ્રય હોય તો આ ત્રણ મોટા દુઃખો છે. તેથી હે તાત! મારી પ્રતિજ્ઞા એ છે કે જે કલા વિચારમાં મારી બરોબરી કરશે તે મને પરણશે બાકી મારે નિયમ છે. આ પ્રસિદ્ધિ દેશાંતરમાં ફેલાઇ અને ઘણાં વિદ્યાધરોએ સાંભળી ત્યાર પછી જુવાન રાજપુત્રો હંમેશા કળાભ્યાસને કરે છે અને વિવાદમાં પરસ્પરને પૂછે છે પોતાના જ્ઞાનના ગર્વથી તેને જીતી લીધી હોય તેમ માને છે પછી જિતશત્રુ રાજા કોઇક દિવસે નગરની બહાર શ્રેષ્ઠ મંચો કરાવે છે અને વિવિધ મંડપોને રચાવે છે. (૧૦૨૦) અન્ય રાજાઓને દૂતો દ્વારા કહેણ મોકલાવે છે. અને
(૧૩) યવત્તું દુશ્મન સ્ત્રીના પક્ષમાં ગતપતિત્વ મરી ગયો છે પતિ જેનો એવી સ્ત્રી. અર્થાત્ કોપથી સર્વ શત્રુઓને નાશ કર્યા છે. અને યાચકના પક્ષમાં જ્ઞતિત્વ એટલે હાથીઓના સ્વામી (માલિક) અર્થાત્ હર્ષથી યાચકોને હાથીઓના દાન આપીને ધનાઢ્ય બનાવ્યા છે.
55