________________
તેથી કુમારે જાતે પણ મણિના પાણીથી ઘાને સાફ કર્યો અને મૂળીયાને ઘસીને ઘા ઉપર લગાડ્યા અને રાજા તુરંત સાજો થયો. પછી નગરમાં અને દેશમાં મોટી વિભૂતિથી વધામણી કરાવી. સકળ લોક આશીર્વાદથી કુમારને અભિનંદે છે. રાજાને શ્રેષ્ઠ ગુણથી યુક્ત રંભા નામની પુત્રી છે અને પ્રાર્થના કરીને ત્યાં કુમારની સાથે પરણાવી. પછી કુમાર ત્યાં કેટલાક દિવસો પાંચેય પ્રકારના વિષય સુખોને ભોગવીને કહ્યા વિના મંતિ સુઅનિયો મંત્રીપુત્ર છે બીજો જેને એવો તે કુમાર અર્થાત્ મંત્રીપુત્રની સાથે ત્યાંથી નીકળી ગયો. અને કુંડપુરનગરની બહાર ઉદ્યાનમાં પહોંચ્યો જ્યાં દેવો વડે કરાયેલ સુવર્ણ કમળ પર કેવલી ભગવંત બીરાજમાન છે. (૯૮૫) ઘણાં શ્રેષ્ઠવર્ણવાળા વૃક્ષોથી યુક્ત કલ્પવૃક્ષની જેમ શોભતા, સૂર્યની જેમ સ્કુરાયમાન તેજવાળા, ચંદ્રની જેમ સૌમ્યતાથી યુક્ત, સાગરની જેમ ગંભીર, મેરૂ પર્વતની જેમ નિશ્ચલ,શ્રેષ્ઠ મનુષ્ય, વિદ્યાધર અને દેવોની સભામાં બેઠેલા, જેવી રીતે દેવોએ સમુદ્રનું મંથન કરી અમૃતને ગ્રહણ કર્યું તેમ શેયપદાર્થરૂપી સમુદ્રનું મંથન કરીને, તત્વને ગ્રહણ કરીને લોકોને અજરામરત્વ (મોક્ષ) પદની પ્રાપ્તિ થાય તે માટે સતત જ ઉપદેશ આપે છે. (૯૮૮)
હવે કરૂણારૂપી જળના સાગર મહાભાગ્યશાળી એવા કેવળી ભગવંતને જોઇને હર્ષથી પુલકિત અંગવાળો કુમાર પોતાને સુકૃતાર્થ માનતો પાંચ પ્રકારના અભિગમ (૧૨) સાચવીને ભક્તિથી ત્રણ પ્રદક્ષિણા આપીને નમીને વિનયપૂર્વક કહે છે. હે મહાયશ ! તમને નમસ્કાર કરૂં છું, હે મોક્ષમાર્ગના પથિક માટે સાર્થવાહ ! હે અજ્ઞાન રૂપી અંધકાર માટે સૂર્ય ! હે સંસાર રૂપી ભયંકર સમુદ્રને તરવા માટે નૌકા સમાન ! હે કલ્યાણના ભંડાર ! હે વીતરાગ ! હે ભવ્યોના હૈયાને સંતોષનાર ! હે ભવરૂપી ગહનવનને બાળવા અગ્નિ સમાન ! ઉત્તમ શાસન જેનું એવા હે મુનિપતિ ! તમને નમસ્કાર થાઓ. હે પ્રશમના જલધર ! જો તારી વચન રૂપી જળવૃષ્ટિ ન થઈ હોત તો કષાય રૂપી દાવાનળથી દાઝેલા ભુવનમાં કોને શાંતિ થાત ? હે પ્રભુ દુઃખોના ઘર એવા આ સંસારમાં પણ એટલું માત્ર જ આશ્વાસન છે કે ગુણના નિધાન એવા આપના જેવા પણ ક્યાંક જોવા મળે છે. સંશયરૂપી અંધકાર માટે સૂર્યના કિરણ સમાન તારું દર્શન થયું તેથી મારૂં જુદા જુદા દેશમાં પરિભ્રમણ સફળ થયું. પછી કેવલી ભગવંતે કુમારને તથા બાકીની સભાને વિસ્તારથી ધર્મ કહ્યો. વચ્ચે અવકાશ મેળવીને કુમાર પૂછે છે કે હે નાથ ! આપના જ્ઞાનનો કોઇ અવિષય હોતો નથી તેથી કહો કે હું ભવ્ય છું કે અભવ્ય ? અથવા સમ્યગ્દષ્ટિ છું કે મિથ્યાદષ્ટિ ? (૯૯૭) પછી કેવલીએ કહ્યું કે સમ્યક્ત્વથી ભૂષિત છે શરીર જેનું એવો તું ભવ્ય છે અને આ ભવથી પાંચમાં ભવે આ ભરતક્ષેત્રમાં ભુવનમાં વિખ્યાત એવા જાદવ વંશમાં ઉત્પન્ન થયેલા અતિશય સૌભાગ્યના સમુદ્ર એવા તમે બાવીશમાં અરિષ્ટનેમી નામના તીર્થંકર થશો અને આ વિમલબોધ મંત્રીપુત્ર તમારો ગણધર થશે એ પ્રમાણે સાંભળીને બંને ઘણાં ખુશ થયા અને
(૧૨) પાંચ અભિગમ (૧) સચિત્તનો ત્યાગ : પોતાની પાસે ખાવાના પદાર્થો, સૂંઘવાના કુલ અથવા પહેરેલી ફુલની માળા આદિ સચિત્ત દ્રવ્યો છોડીને ચૈત્ય કે ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરવો. અને જો તે ચીજો પર પ્રભુજીની દષ્ટિ પડી ગઇ હોય તો તેનો ઉપયોગ કરી શકાય નહીં એ પણ એકજાતનું પ્રભુજી તરફનું સન્માન અને વિનય છે તે પ્રથમ અભિગમ. (૨) અચિત્તનું ગ્રહણ : પહેરેલા આભરણ વસ્ત્ર નાણું આદિ ન છોડવા તે બીજો અભિગમ. (૩) મનની એકાગ્રતા : મનની એકાગ્રતા રાખવી તે ત્રીજો અભિગમ. (૪) એક શાટક ઉત્તરાસંગ : બંને છેડે દીઓવાળું અને વચ્ચે નહીં સાંધેલું અખંડ ઉત્તરાસંગ (ખેસ) રાખવું તે ચોથા અભિગમ (૫) અંજલિ : પ્રભુજીને જોતા જ નમો જિણાણું કહી અંજલિપૂર્વક મસ્તક નમાવી પ્રણામ કરવો તે પાંચમો અભિગમ
54