________________
યુક્ત જીવોને કાકાલીય (૧) ન્યાયથી ક્યારેક સિદ્ધિ થઈ પણ જાય. લોકની અનુચિતવૃત્તિ આ ભવમાં જ દુઃખના ફળવાળી થાય છે જ્યારે લોકમાં ઉચિત આચરણ કરનારાઓ ઘણી લક્ષ્મીનું ભાજન બને છે તેથી કુશલમતિવાળા પુરુષે હંમેશાં વિશુદ્ધ ધર્મથી, નીતિથી અને લોકમાં ઉચિત આચરણથી વર્તવું જોઈએ. આ પ્રમાણે વર્તતો જીવ આલોક અને પરલોકને નક્કીથી સાધે છે અને નિઃસંશય કીર્તિનું ભાજન બને છે. (૯૬૩) પછી કુમારે કહ્યું કે હે વિમલબોધ મંત્રીપુત્ર! તેં જે કહ્યું છે તે સાચું જ છે. તે તેમ જ છે એમાં કોઈ શંકા નથી. જાણતા એવા મેં પણ જે અયુક્ત અને ઉદ્ધત કહ્યું કે તારી બુદ્ધિની પરીક્ષા કરવા માટે કહ્યું હતું માટે તું તેને સાચું નહીં માની લેતો અને આ બાજુ મંત્રી સામંતો આદિ રાજાની ઘણી ચિકિત્સા કરાવે છે તો પણ તે મહાઘાત કોઇપણ રીતે રૂઝાતો નથી. આ પ્રમાણે લોકો આકુળ-વ્યાકુળ થયે છતે કામલતા નામની ઉત્તમગણિકા તેઓને કહે છે કે કોઈ ઉત્તમપુરુષ આ નગરમાં આવ્યો છે. પોતે છે બીજો જેમાં અર્થાત્ પોતે અને મંત્રીપુત્ર એવો તે વ્યવસાય (કામધંધા) વગરનો હોવા છતાં દ્રવ્યને ખર્ચે છે, ત્યાગી છે, ધર્મમાં રત છે, સજ્જનના આચારથી યુક્ત છે. તેથી તેવા પ્રકારના સિદ્ધ (1) પુરુષો પાસેથી ખરેખર ઉપચાર મળી શકશે. મંત્રી સામતાદિ પણ આ વાત રાજાને જણાવે છે અને રાજાપણ પ્રધાનમંત્રીને તેની પાસે મોકલે છે અને મંત્રી ઘણાં બહુમાનપૂર્વક તે બેને ત્યાં બોલાવી લાવ્યો. તમે ક્યાંથી પધારીને આ નગરને અલંકૃત કર્યું? ક્યાં સુકૃતાર્થ કુળમાં તમારો જન્મ થયો છે ? (૯૭૧)
એમ રાજાએ પુછયું એટલે મંત્રીપુત્રે સકલ વૃતાંત જણાવ્યો તેથી હર્ષથી રાજા કુમારને ઘણો ભેટ્યો અને મંત્રીઓને કહ્યું કે જુઓ આપણે કેવા પ્રમાદમાં પડ્યા છીએ કે આ આપણા પરમમિત્ર હરિનંદી રાજાનો પુત્ર અહીં આવ્યો છે છતાં પણ આપણે ન જાણ્યું અને સ્વાગત પણ ન કર્યું અથવા તો આપણા પ્રમાદનું ફળ પણ આપણને મળ્યું અથવા અભિમરઘાતથી (એટલે ધનાદિના લોભથી બીજાને મારવાનું સાહસ કરનારનો જે ઘાત છે.) પણ મને એટલી પીડા નથી થતી જેટલી પીડા મને આ શ્રેષ્ઠ કુમારને વિશે એના ઉચિત પ્રતિપત્તિના ઉલ્લંઘનમાં થાય છે. કુમારે કહ્યું કે મનનો પ્રસાદ એજ પ્રતિપત્તિ છે અને તમારો એ પ્રસાદ પોતાના સંતાનની જેમ મારા પર પણ છે. (૯૭૬) પછી અમાત્યોએ કહ્યું કે રાજાના શરીરની પીડાનો વૃત્તાંત તમારા વડે જણાયો છે તેથી તેનો ઉપચાર અહીં કરાય. હવે કુમારે મંત્રીપુત્રને કહ્યું કે તે મૂળીયા અને મણિનો પ્રયોગ કર. મંત્રી પુત્ર કહે છે કે કુમાર ! તું પોતે જ કર. કારણ કે મણિ-મંત્ર-ઔષધિઓનો પ્રભાવ પુણ્યોદયથી પ્રગટે છે. પુણ્યથી રહિત હોય તેઓને મણિ, મંત્ર, ઔષધિઓનું ફળ મળતું નથી. ક્યારેક વિપરીત ફળ મળે છે. પૂર્વે કરેલા સુકૃતોને કારણે તારે નિર્મળ પુણ્યોદય છે કે જે અનેક કાર્યોમાં ફળથી અમે પ્રત્યક્ષ જાગ્યો છે.
(૧૦) કાઢતાસ્ત્રીય ન્યાય: કાકતાલીય ન્યાય એટલે કાગડાનું બેસવું અને તાડનું પડવું. બે ક્રિયાઓ અચાનક સાથે બને તેથી એક ક્રિયાને બીજી ક્રિયાનું કારણ ન કહી શકાય તેમ અહીં પણ એક બાજુ અનીતિની પ્રવૃત્તિ અને બીજી બાજુ કાર્યની સિદ્ધિ થતી દેખાય તો પણ કાર્યની સિદ્ધિમાં અનીતિની પ્રવૃત્તિ કારણ નથી બનતી અથવા એક બાજુ નીતિની પ્રવૃત્તિ હોય અને બીજી બાજુ કાર્યની અસિદ્ધિ થતી દેખાય તો • પણ કાર્યની અસિદ્ધિમાં નીતિની પ્રવૃત્તિ કારણ નથી બનતી.
(૧૫) વિઘા - મંત્ર - કર્મ - શિલ્પ વગેરેમાં જેમણે પૂર્ણતા પ્રાપ્ત કરી હોય તે સિદ્ધ પુરૂષ કહેવાય છે.
53