________________
છે તેથી તું જલદી ત્યાં આવ જેથી અમારો સ્વામી અને કુમાર સુખી થાય . (૯૩૯)
આ સાંભળીને મંત્રીપુત્ર ખુશ થયો અને વિદ્યાધરો સાથે ત્યાં ગયો અને તેના દર્શન થવાથી કુમારાદિ સર્વે ખુશ થયા. પછી સન્માનિત કરાયેલ કુમાર સાથે ભુવનભાનુ ખેચરની બે પુત્રીઓનો વિવાહ થયો. તે પણ તે દિવસે ત્યાં રહીને પછી કોઈક રીતે પૂર્વની જેમ પોતાને છોડવીને પછી આગળ પ્રયાણ કર્યું અને ક્રમથી આગળ જતાં સુરમંદિર નામના નગરમાં પહોંચ્યો. હવે મંત્રીપુત્રે કુમારને કહ્યું કે પૂર્વે સૂર્યકાંત વિદ્યાધરે જે મણિ આપ્યો હતો તે મણિ ઘણું કરીને ઈચ્છિત અર્થને આપનારો છે એટલે તે મણિના પ્રભાવથી મનવાંછિત પ્રાપ્ત થયા છે વિષય સુખો જેઓને એવા તે બે વિચિત્ર પ્રકારની ક્રીડા કરતા તે નગરમાં રહે છે. હવે કોઈક દિવસે સુરમંદિર નગરમાં તેઓ રહેલા છે તેટલામાં એકાએક નગરમાં મોટો કોલાહલ થયો. સારી રીતે સજ્જ કરાયા છે ભાથા જેઓ વડે, ચઢાવાઈ છે ધનુષ્યની દોરીઓ જેઓ વડે, ત્રિશૈલ્ય (શસ્ત્ર) છે હાથમાં જેઓના, ધારણ કરાયા છે બખ્તરો જેઓ વડે, વિસ્ફુરિત કરાઈ છે ભયંકર તલવારો જેઓ વડે, ભયને ઉત્પન્ન કરનારા, ઘોડા પર બેઠેલા કેટલાક સુભટ સમૂહો દોડે છે અને કેટલાક શ્રેષ્ઠ સ્થાનને તૈયાર કરે છે, કેટલાક રથમાં શસ્ત્ર સમૂહને ભરે છે તથા પગથી ચાલે છે કેટલાક હાકોટા કરે છે. કેટલાક કુદાકુદ કરે છે. કેટલાક હાથીઓને કવચ વગેરે પહેરાવીને તૈયાર કરે છે અને કેટલાકો ઘોડાઓને બખ્તર વગેરેથી સજ્જ કરે છે. (૯૪૮)દુકાનો બંધ કરાય છે, ઘરો સજ્જડ બંધ કરાય છે. બધા લોકો ભાગંભાગ કરે છે પણ પરમાર્થને જાણતા નથી. અસંભ્રાન્ત કુમારે મંત્રીપુત્રને તપાસ કરવા ત્યાં મોકલ્યો અને હકીકત જાણીને મંત્રીપુત્ર પાછો ફર્યો અને કહે છે કે હે કુમાર ! તું સાંભળ દ્વારપાળો પ્રમાદી થયા ત્યારે કોઈક છળથી પ્રવેશીને કોઈપણ હત્યારા વડે સભામાં બેઠેલા સુપ્રભરાજાની ઉપર છૂરીઓના ઘા કરાયા. અને આ રાજાને પુત્ર કે ભાઈ નથી જે રાજ્યને સંભાળી શકે તેથી ગ્રહલચુંદલીભૂત (<) આકુલ હૈયાવાળો આ સર્વ પણ નગરલોક દોડે છે. પછી કુમાર મંત્રીપુત્રને કહે છે કે આ લોક એકલા ભમતા આપણા ઉપર શંકા કરશે. લાખો સુભટોથી વીંટળાયેલો હોવા છતાં પણ, સભામાં રહેલો હોવા છતાં પણ નીતિથી યુક્ત હોવા છતાં પણ, જુઓ તો ખરા ! એકાએક જ નિષ્કારણ પણ આપત્તિને પ્રાપ્ત થયો. તેથી ભવિતવ્યતા વડે જેવાયું હોય તે સકલ લોકને પરિણમે છે. તેથી કાર્યની સિદ્ધિમાં રાજાનો પુરુષાર્થ નિષ્ફળ જ થયો છે. પછી વિમલબોધ કહે છે કે હે કુમાર ! આ વાત નિશ્ચય નયથી સત્ય છે પણ વ્યવહાર નયથી તો લોકનો પુરુષાર્થ કાર્ય સાધવામાં ઉચિત જ છે. નીતિથી કે અનીતિથી જે થવાનું હોય તે જ થાય છે પણ અન્યથા થતું નથી. તો પણ અનીતિથી લોકાપવાદ અધિક થાય છે અને સર્વે પણ નીતિ અને ધર્મશાસ્ત્રોની નિષ્ફળતા થાય છે અને નિશ્ચય નયના (૯) મતથી સકલ લોકવ્યવહારનો પણ લોપ થાય છે. નીતિ અને ધર્મથી યુક્ત જીવોને ઘણું કરીને કાર્યની સિદ્ધિ થતી દેખાય છે જ્યારે અનીતિથી
(૮) ગ્રહલjદલીભૂત - ગ્રહલ એટલે ગાંડો, ગુંદલ એટલે અવાજ, ભૂત એટલે સ્વરૂપ અર્થાત્ ગાંડાના ટોળામાં જેવો ઘોંધાટ થાય તેવો ઘોઘાટ નગરલોકમાં થયો.
(૯) નિશ્ચય નય માને છે કે જે વખતે જે થવાનું હોય છે તે થાય છે પછી ભલે પુરૂષાર્થ કરો કે ન કરો. નિશ્ચય નય પુરૂષાર્થને માનતો નથી. લોક વ્યવહાર પુરૂષાર્થને અવલંબીને છે આથી એકલા નિશ્ચયનયના મતથી સકલ લોક વ્યવહારના લોપનો પ્રસંગ થાય.
52