________________
પીઠ પર હાથ અપાવ્યો અર્થાત્ સૂર્યકાંત ખેચરને અભયદાન અપાવ્યું. હું મારે સ્થાને પહોંચ્યા પછી તમારી પુત્રીને ત્યાં લઈ આવવી એમ કહીને બધા ખેચરો અને કુમારને રજા આપી. સૂર્યકાંત કુમારને મૂલિકા, મણિ તથા વેશ પરિવર્તનની ગુટિકાઓ આપે છે પણ કુમાર તેને લેવા ઈચ્છતો નથી. ત્યારે મંત્રીપુત્રને પરાણે આપીને ખમાવીને સ્વસ્થાને જાય છે કુમાર પણ જેટલામાં અટવીમાં આગળ જાય છે તેટલામાં કુમારને ઘણી તરસ લાગી એટલે અત્યંત થાકેલો તે આબાના ઝાડ નીચે બેઠો. મંત્રીપુત્ર પણ પાણીને શોધવા દૂર ગયો અને પાણી લઈને જેટલામાં પાછો ફરે છે તેટલામાં રાજપુત્રને જતો નથી તેથી ભય પામ્યો અને હું આ સ્થાને ઠગાયો છું અર્થાત્ હું મૂળ સ્થાનને ભૂલી ગયો છું તેથી વૃક્ષતળને શોધતો ચારેય દિશામાં દોડે છે કુમારની ક્યાંય પણ ભાળ ન મળતા ધસ કરતો પૃથ્વી પર પડે છે, મૂચ્છ પામે છે, ઉઠે છે, પ્રલાપ કરે છે, શૂન્યમનસ્ક થઈ ચારેય દિશામાં દોડે છે હા ભાગ્ય ! હે નિર્દય ! તે અકડે મને કેમ પ્રહાર કર્યો? પહેલાં તેં આ નરરત્નનો ભેટો કરાવીને પછી હમણાં આ શું કર્યું? (૯૨૧) ભુવનમાં કોઈ મનુષ્ય, ખેચર કે દેવ કુમારનો પ્રતિમલ્લ નથી. હું ભાગ્ય ! તને છોડીને બીજે કોણ આવું કરે ? આ તારો જ વિલાસ છે. નિર્જન અટવીમાં તેની ખબર હું કોને પૂછું? તેથી હે વનદેવતા! તમે જ યથાર્થ કહો આમ ઘણો પ્રલાપ કરીને પછી ફરી પણ કુમારને શોધવા લાગ્યો. ગ્રામાદિમાં ભમતો નંદીપુર નગરમાં પહોંચ્યો અને તેના બહારના ઉદ્યાનમાં જેટલામાં ચિંતાતુર એવો આ મંત્રીપુત્ર બેસે છે તેટલામાં આકાશમાંથી જાણે વિદ્યાધર યુગલ નીચે ઊતર્યું. (૯૨૫) તેઓએ જણાવ્યું કે હે મહાશય ! અપરાજિત રાજપુત્રે અમને તારી પાસે મોકલ્યા છે તેથી તું ત્યાં જલદી આવ. તે વચન સાંભળી જાણે ફરી જીવન પ્રાપ્ત થયું ન હોય ! જાણે અમૃતસમુદ્રમાં નંખાયેલો ન હોય ! તેમ હર્ષથી પુલકિત શરીરવાળો મંત્રીપુત્ર પોતાના અંગોમાં સમાતો નથી. અર્થાત્ ઘણો ખુશ થયો,અને કુમારના કુશલને તથા પોતાના વિયોગના કારણને પૂછે છે પછી તેઓ કુમાર હંમેશા કુશળ છે એમ જણાવે છે અને તારા વિયોગનું જે કારણ છે તેને તું સાંભળ, તું પાણી લેવા માટે ગયો ત્યારે અમે કુમારને ઊંચકીને લઈ ગયા. શ્રી ભુવનભાનુ નામનો વિદ્યાધરનો રાજા રમણીય અટવીમાં મહેલને વિકુવને ઘણાં ખેચરોથી યુક્ત ત્યાં વસે છે ત્યાં કુમારને આવતો જોઈને ખુશ થયો અને પુલકિત શરીરવાળો કુમારનું અભુત્થાન કરીને આલિંગન કરે છે. (૯૩૧) પછી રત્નમય મોટા ભદ્રાસન ઉપર બેસાડે છે. પછી બે હાથ જોડીને કહે છે કે હે કુમાર ! તારા ચંદ્ર જેવા નિર્મળ ગુણગણોના સમૂહને સાંભળતા મારા શરીરમાં હર્ષ સમાતો નથી અને હમણાં તને પ્રત્યક્ષ જોવાથી મારો હર્ષ ભુવનમાં પણ સમાતો નથી. તે હરિનંદી ધન્ય છે, તારી માતા પ્રિયદર્શના ધન્ય છે. તે જેને અલંકૃત કર્યો છે તે નગર અને દેશ ધન્ય છે, અહીંયા તને લઈ આવવામાં કારણ એ છે કે મારે કમલિની નામની મોટી પુત્રી છે અને કુમુદિની નામની નાની પુત્રી છે, હે સુંદર! તે બેનો વર તું જ થઈશ એમ નૈમિત્તિકોએ કહ્યું છે અને ખેચરોની સાથે તું અહીં આવ્યો છે તેથી તું આ બેની સાથે પાણિગ્રહણ કરીને અમારા પર અનુગ્રહ કર. આમ તેને કહ્યું છતે તેનું મન ક્યાંય ચોટતું નથી, તારા વિયોગમાં સતત તારું ધ્યાન કરતો રહ્યો છે. તે ખાતો નથી, સૂતો નથી અને સ્વસ્થાપૂર્વક આલાપમાત્ર પણ કરતો નથી. તેથી તારી તપાસ કરતાં અમને તું અહીં પ્રાપ્ત થયો
51