________________
જ પોતાના વ્યવસાયને છોડે છે. પછી ખેચરે કહ્યું કે સારું સારું તું ચંદ્ર જેવો નિર્મળ અને ધીર પુરુષ છે. આ તારા વચન વિન્યાસથી તારું પરાક્રમ ઘણું શોભે છે, તે મને પહેલાથી જ જીતી લીધો છે તેથી તારી સાથે મારે યુદ્ધબુદ્ધિ કેવી રીતે થાય ? હું સ્રીનો ઘાત કરવા તૈયાર છું જ્યારે તું સ્રીનું રક્ષણ કરવા તૈયાર થયો છે. તેથી તેં તારા ગુણો રૂપી દ્રવ્યથી મને ખરીદી લીધો છે તેથી તું મને પોતાનો દાસ જાણ . હવે પછી તને જે યોગ્ય લાગે તે તું કર. પછી કુમાર લજ્જિત થયેલા ખેચરને અભિનંદન આપતો કહે છે હે ભદ્ર! તારે જે ઈચ્છિત હોય તેને તું મને કહે જેથી સકલપણ તારા ઈચ્છિતને હમણાં કરું. શું તારા માતા પિતાની પાસે લઈ જાઉં ? શું અન્ય દેશમાં લઈ જાઉં? અથવા કોઈ દુશ્મનથી તારી રક્ષા કરું ? આમ કુમારે પુછ્યું તેથી ખેચર કહે છે કે આ પાપથી મને વારતા તે મારું સઘળું હિત કર્યું છે તથા મારા વસ્રના છેડાની ગાંઠમાં એક મણિ અને બીજી સંરોહિણીના મૂળીયા બાંધેલા છે તે ઔષધિને મણિના પાણીમાં ઘસીને મારા ઘા પર લગાવ કુમારે પણ તરત તેમ જ કર્યું અને તત્ક્ષણ ખેચર સાજો થયો. પછી કુમાર પૂછે છે કે હે ભદ્ર ! આ તારું વ્યતિકર ગુપ્ત ન હોય તો તું કહે. તેણે કહ્યું કે અહીં કંઈપણ ગુપનીય નથી. (૮૯૮)
શ્રેષ્ઠ વૈતાઢ્ય પર્વત પર રથનેપુર ચક્રવાલપુરમાં અમૃતસેન નામનો ખેચરનાથ છે એને કીર્તિમતી નામની શ્રેષ્ઠ ભાર્યા છે તેની રત્નમાલા નામની પુત્રી છે. અપરાજિત કુમાર આનો વર થશે એમ નિમિત્તિયાઓ વડે અમૃતસેનને કહેવાયું તથા તારી ગુણ સરિતા પણ કહેવાઈ અને રત્નમાળાએ કોઈપણ રીતે તારા ગુણો સાંભળ્યા પછી તે કુમારને વિશે હંમેશા અનુરક્ત વાળી થઈને રહે છે. શ્રી સેનના પુત્ર એવા સૂર્યકાંત વડે તે જોવાઈ (૯૦૨)અને તેને પરણવા માંગણી કરી. તે તેને ઈચ્છતી નથી અને પ્રતિજ્ઞા કરી કે અપરાજિત સિવાય બીજો કોઈ મારો વર બનશે તો અગ્નિમાં બળી મરીશ. હવે સૂર્યકાંત ખેચર પણ રાગવાળો થયો. મારે કોઇપણ રીતે આને પરણવી એમ કહીને નીકળ્યો અને જુદા જુદા પ્રકારની વિદ્યાઓ સાધે છે, રૂપાદિગુણોમાં આસક્ત ઘણાં પ્રકારના ઉપાયો યોજે છે તો પણ તેને ઈચ્છતી નથી. આના શરીરમાં અગ્નિ લાગો અને આની તે પ્રતિજ્ઞા પુરી થાઓ એ પ્રમાણે વિચારીને ગુસ્સે થઈ હું અહીં ઉપાડી લાવ્યો છું જેનું નામ લેવા જેવું નથી તે સૂર્યકાંત હું પોતે જ છું તે હમણાં અગ્નિના ખાડામાં ઝંપલાવવા તૈયાર થઈ છે. તેથી સજ્જનોને નહીં સાંભળવા યોગ્ય મારું ચરિત્ર તને કહ્યું અને પોતાનું ચરિત્ર પ્રગટ કરવાથી હમણાં મારા પાપને ભુલી જાઓ. (માફ કરો.) (૯૦૮) સૂર્યકાંતે આમ કહ્યું એટલે કુમાર લજ્જાથી નીચું મુખ કરીને રહ્યો. તેટલામાં મંત્રીપુત્ર કુમારના ચંદ્ર જેવા નિર્મળ ચરિત્રોને કહે છે, ચરિત્રો સાંભળીને રયણમાલા ભયભીત થઈ કે અધિક ગુણવાળો
આ મને નહીં પરણે અને તેનું અહીં આવવું કેવી રીતે સંભવે એમ તે ઘણી વિષાદને પામી. ભવિતવ્યતાને કંઈપણ આગોચર નથી. અર્થાત્ સર્વભાવો ભવિતવ્યતાને અધીન છે અને આ મને સરાગ દષ્ટિથી જુએ છે એથી રત્નમાલા ખુશ થઈ. (૯૧૧).
હવે રત્નમાલાના માતાપિતા વગેરે તપાસ કરતા ત્યાં આવ્યા અને ખુશ થયા. બાળા તથા મંત્રીપુત્ર સર્વ હકીકત માતાપિતાને જણાવે છે. પૂર્વે જોયેલા કુમારને અમૃતસેને ઓળખ્યો અને હર્ષપૂર્વક રત્નમાળાની સાથે ત્યાંજ પરણાવ્યો. પછી કુમારે અમૃતસેનને કહીને સૂર્યકાંતખેચરની
50