________________
પ્રભાવથી અસાધ્યને પણ હું સાધીશ. હવે મંત્રીપણ કહે છે કે ગુણરૂપી રત્નોનો સમુદ્ર એવો તું અહીં આવ્યો છે તેથી દેવનું સર્વ પણ કાર્ય સિદ્ધ થઈ ગયું છે. પરંતુ ગુણરૂપી રત્નોની ખાણ એવી રાજાની અતિશ્રેષ્ઠ કનકમાલા નામની રાજપુત્રી છે (૮૬૫) તો તેની સાથે પાણિગ્રહણ કરીને પૂર્વપુરુષોના સ્નેહની તું વૃદ્ધિ કર. કુમાર મૌન રહી મંત્રીપુત્રના મુખને જુએ છે. મંત્રીપુત્રે કહ્યું કે રાજા તારા પિતાનો પરમ મિત્ર છે તેથી આ જે કહે છે તે તારા માટે અલંઘનીય છે. જે કરવા યોગ્ય છે તે તું જાણે છે મંત્રીપુત્રે એમ કહ્યું ત્યારે પ્રહષ્ટ મંત્રી વડે રાજાને જણાવાયું. રાજાએ પ્રશસ્ત દિવસે પુત્રીની સાથે લોકોના મનને ઉત્કર્ષ કરનાર પાણિગ્રહણ કરાવ્યું અને કહ્યું કે હે વત્સ ! જે કે તને દેશ દર્શનમાં ઘણું કુતૂહલ છે તો પણ તે આપત્તિવાળું છે. તેથી તું અહીં પોતાના ઘરની જેમ અતિસુખથી રહે પછી કેટલાક દિવસો ત્યાં ભોગોને ભોગવીને કોઈક દિવસે કહ્યા વિના રાત્રીએ ચાલી નીકળ્યો. પછી જતાં રસ્તામાં કાલીદેવીનું મંદિર આવ્યું, મંદિર નજીક કરુણ રડવાનો શબ્દ સાંભળે છે જેટલામાં તે શબ્દની અનુસાર જાય છે તેટલામા ત્યાં કોઈ બોલે છે કે અરે રે ! આ પૃથ્વી પુરુષ વિનાની થઈ છે. એ પ્રમાણે વારંવાર સાંભળે છે હવે જેટલામાં રાજપુત્ર તેની સન્મુખ જાય છે તેટલામાં મંત્રીપુત્ર કહે છે કે નકકી આ કોઈ સ્રી રડે છે અને તલવાર ખેંચીને તેની આગળ ઉભેલો કોઈ પુરુષ દેખાય છે તથા નજીકમાં અતિ ભીષણ અગ્નિ સળગી રહ્યો છે તેથી કોઈ સુપુરુષ અધમ એવા આ વિદ્યાધરથી રક્ષણ કરો એમ સ્ત્રીએ જોરદાર પોકાર કર્યો છે તેથી કુમાર કહે છે કે રે રે પાપિષ્ટ ! મને જોઈને પણ તું આને તલવાર ઉગામે છે, તારું આ પરાક્રમ સ્ત્રીને છોડીને બીજે ક્યાંય નથી. પછી ખેચરે કહ્યુ કે તું અહીં આવ તારા પરાક્રમના માહત્મ્યને આજે હું જોઉં (૮૭૭) એમ સાંભળીને કુમાર પણ યુદ્ધે ચઢ્યો બંને ગુણવંતોને ખડ્ગના પ્રહારો એકબીજાને આક્રમણ કરી શકતા નથી તેથી ખડ્ગ છોડીને વિવિધપ્રકારના બાહુ યુદ્ધથી લડે છે. અને વિવિધપ્રકારના અંગબંધથી એકબીજાના અંગ ઉપાંગોને પરસ્પર ટાળે છે અને ભીંસે છે પછી ખેચરે કુમારને દઢનાગ પાશથી બાંધ્યો. જેવી રીતે દુર્જનના સ્નેહબંધો તુટે તેવી રીતે થોડા પ્રયત્નથી કુમારના બંધો તુટ્યા. ખેચર બાણ સમૂહને ફેંકે છે. તપથી પાપના પટલ જેમ નાશ થાય તેમ કુમાર પણ ખડ્ગથી બાણશ્રેણીનું ખર્ડન કરે છે. પછી ખેચર વિદ્યાના પ્રભાવથી કુમારની ઉપર લોખંડના ગોળાઓ તપેલી શિલાઓ ઉખેડીને, વૃક્ષોને તથા બીજી વસ્તુઓને ફેંકે છે આ પ્રમાણે ખેચર પ્રહાર કરે છતે બાળા વિચારે છે કે આ કોઈ સત્પુરુષ છે અને મારા પાપને કારણે આ પણ આપત્તિમાં પડ્યો. ખેચર વડે છોડાયેલી બધી પણ ક્ષુદ્ર વિદ્યાઓ બહુપુણ્યના પ્રભાવથી અને પોતાના દેહના સામર્થ્યથી કુમારને અસર કરતી નથી લડાઈ કરતા આ બેઉના યુદ્ધના કુતૂહલને જોવા સૂર્ય પણ અંધકારના સમૂહને દૂર કરીને ઉદયાચલ પર્વત પર આરૂઢ થયો. પછી કુમારે ખડ્ગથી ખંધા પર ખેચરને એવો માર્યો કે મૂર્છાથી મીંચાઈ ગઈ છે આંખો જેની એવો તે ધસ કરતો પૃથ્વી પર પડ્યો. તેજ સમયે કામદેવે બાણોથી બાળાના હૃદયને તાડન કર્યું. (૮૮૭) ખડ્ગથી ખેચર અને કામના બાણોથી વિંધાયેલી બાળા બંને ચેતના પામતા નથી. ઘાને રૂઝાવીને કંઈક પણ ઉચિત ઉપચાર કરીને ખેચર ભાનમાં આવ્યો ત્યારે કુમાર કહે છે કે હે મહાશય ! તું ઉભો થઈને આ શસ્ત્રને ગ્રહણ કર અને યુદ્ધને માટે સજ્જ થા. વિઘ્નોથી હણાયેલા કાયર પુરુષો
49