________________
ધ્રુજતો, દીન, ભયભીત એક મનુષ્ય ત્યાં આવ્યો અને બોલ્યો હે મહાયશ! હું અનાથ.છું, તમારે શરણે આવ્યો છું તેથી તું મારું રક્ષણ કર ‘ત્યારે તું ડર નહીં હું જીવતો છતાં દેવો પણ તને મારી શકશે નહીં.’’ કુમારે આમ કહ્યું એટલે મંત્રીપુત્ર કુમારને વારે છે કારણ કે આ કોઈ અયોગ્ય કાર્યને કરનારો હશે તેથી અનર્થથી સર્યું ? (અર્થાત્ જે આ અકાર્યને કરનારો હશે તો તેનું રક્ષણ કરવાથી અનર્થની આપત્તિ થશે.) (૮૪૦) પછી કુમારે કહ્યું કે હે ભદ્ર ! ઉચિત કરનારોઓને ક્યાંય ભય નથી કારણ કે તેઓ પોતાના ગુણોથી સર્વત્ર રક્ષણ કરાય છે. જેની દિષ્ટ શરણાગત અને યાચકને વિશે પરાંગમુખ થાય છે તે જીવતો છતાં મરેલો છે તો પછી જીવવાનું શું કાર્ય છે ? ભલે આ ગમે તેવો હોય તો પણ પોતાના જીવ સાટે પણ તેને બચાવવો જોઈએ. એટલામાં પકડો ! પકડો ! એમ ભીષણ અવાજને કરતું આરક્ષકનું સૈન્ય ત્યાં આવ્યું અને કુમારને ઘેરો ઘાલ્યો. આ ચોરે સમસ્ત નગર લૂંટ્યું છે તેથી તું આ ચોર અમને સોંપી દે. હવે કુમારે કહ્યું કે આ દીન મારે શરણે આવેલો છે તેથી કોઈ સમર્થ પણ આની માગણી કરે તો પણ નહીં આપું. આરક્ષકો ગુસ્સે થયા અને કુમારને મારવા તૈયાર થયા. તેથી કુમાર તલવાર લઈને આગળ થઈને સિંહના અવાજથી જેમ પશુઓનું ટોળું નાશી જાય તેમ કુમારથી ત્રાસીને ભાગી જઈ કૌશલના રાજાની આગળ પુકાર કરે છે. ગુસ્સે થયેલ રાજાએ પણ કુમાર ઉપર જલદીથી સૈન્ય મોકલ્યું. જંગલી પાડાઓનો સમૂહ જેમ સરોવરને વલોવી નાખે તેમ કુમારે પણ સૈન્યને વલોવી નાખ્યું. પછી ગુસ્સે થયેલો રાજા હાથી-ઘોડા અને ક્રોડો સૈન્યોથી યુક્ત, ચકિત થયેલો જલદીથી કુમાર જયાં હતો ત્યાં આવ્યો. (૮૪૯) પછી ભયભીત થયેલ મંત્રીપુત્રને એકબાજુ રાખીને સામે જઈને રથિકને હણીને કુમાર શ્રેષ્ઠ હાથીના દાંત પર પગ મૂકીને મસ્તક પર બેઠો અને જેટલામાં શત્રુ સૈન્યને મારવાની શરૂઆત કરી તેટલામાં એક મંત્રીએ કૌશલાધિપને કહ્યું કે આ નક્કી સિંહપુર સ્વામીનો પુત્ર છે. (૮૫૨) હું તમારી આજ્ઞાથી ત્યાં ગયેલો ત્યારે અનેકવાર તેને જોયો છે પછી રાજાની યુદ્ધવિરામની આજ્ઞા સર્વ સૈન્યમાં જણાવાઈ. આવકાર આપીને રાજા વડે બહુમાનપૂર્વક આલિંગન કરાયો. હે વત્સ ! તું અમારા પરમમિત્રનો પુત્ર છે તું કોઈક રીતે અહીં આવ્યો અને અમારા વડે તારું સ્વાગત કરાયું તે સારું થયું. કુમારે કહ્યું કે આ મારો જ અવિનય છે. મારા મિત્રના ઘરે જન્મ્યા હોય તેને છોડીને બીજા કોને આવું પરાક્રમ હોય ? તેથી હે વત્સ ! તારા ચંદ્ર જેવા નિર્મળ ચરિત્રથી ખુશ થયો છું તેથી અજાણતા પણ અમે તારો જે અપરાધ કર્યો હોય તેને તું ક્ષમા કર. રાજા આમ બોલે છતે કુમાર વિનયપૂર્વક કહે છે કે પિતા સમાન આપનો અબુઝ એવા મેં જે અપરાધ કર્યો છે તે આપના પુત્ર એવા મારો અપરાધ ક્ષમા કરો. (૮૫૮) પછી કૌશલરાજા કુમારને પોતાના હાથી ઉપર એક બાજુ બેસાડીને કૌશલ નગરીમાં પ્રવેશે છે અને પ્રાસાદે જાય છે. અને મંત્રીપુત્ર પણ ચોરને અભય આપીને રજા આપે છે. પછી રાજાએ આપેલા મહેલમાં કુમારની પાસે આવે છે અને રાજાએ આપેલા ઘણા દ્રવ્યોથી તે બંનેના દિવસો વિચિત્ર કીડાના વિલાસપૂર્વક પસાર થાય છે.
હવે કોઈકવાર મંત્રીકુમાર પાસે જઈને વિનયથી કહે છે કે રાજા આપને જણાવે છે કે અમારા પર અનુગ્રહ કરો તેથી કુમારે કહ્યું કે ચરટ સીમાળા પર કિલ્લાને હું સાધીશ અને દેવના પ્રભાવથી હું તેને વશ કરીશ અને બીજું કંઈ હોય તો તે પણ જણાવો જેથી દેવના
48