________________
તેના રૂપની મનોહરતાને જોવા દોડે છે તેમ જ સકલ પુરલોક, દેવલોક, હાટ અને મહેલમાં રહે છતે કોઈ સ્ત્રી તેની સખીને કહે છે કે હે પ્રિયસખી ! લક્ષ્મીનું કૃતનપણું તો જુઓ કે તે કમળનો પરાભવ કરીને કુમારના મુખનું અધિક સેવન કરે છે. (૮૧૫)બીજી કહે છે કે કાન સુધી પહોંચેલી આની આંખોને જે, બીજી કહે છે કે આ વાત બરાબર નથી કેમકે એની આંખો વડે હું પ્રાપ્ત કરાઈ નથી અર્થાત્ તેણે મને જોઈ નથી. વળી બીજી કહે છે કે કંબુસમાન આની કોમળ ડોકને જે સ્ત્રી પોતાના બાહુપાશથી બાંધશે તે સ્ત્રી નિર્દય હશે. વળી મેરુપર્વતની શિલા જેવી વિશાળ આની છાતી પર રતિક્રીડા કરતી એવી કોઈપણ કુતપુયા સ્ત્રી અલીક નિદ્રા કરશે. (૮૧૮) આમ કહેવાય છતે બીજી કહે છે કે હું આ પ્રાર્થના કરું છું કે એવો કોઈ દિવસ ન જાય કે જે દિવસે સૌભાગી એવા આના દર્શન ન થાય. બીજી બીજી ને કહે છે, વળી બીજી બીજી ને કહે છે કે મને માર્ગ આપ નહીંતર તે ચાલ્યો જશે. વળી બીજી કહે છે મને પણ તું માર્ગ આપ, વળી બીજી ઉત્સુક એવી કોઈ ઘરમાંથી પુત્રની બુદ્ધિથી બિલાડીને કેડ પર લઈને દોડતી લોકો વડે હસાય છે. કોઈક બીજી એક અંગનું ઘરેણું બીજા અંગે પહેરીને ઉત્સુક મનવાળી જતી એવી લોકને વિસ્મય પમાડે છે. આમ નેત્રરૂપી અંજલિઓથી સતત કામિનીઓ વડે તેનું લાવણ્ય રૂપી જળ પીવાતું છતાં પણ કામિનીઓની તૃષ્ણા વધે છે. દરેક ઘરે સુભટો કુમારના પરાક્રમના વખાણ કરે છે, પંડિતો તેના ગુણસમૂહના વખાણ કરે છે. રમણીઓ તેના નિરુપમ લાવણ્યની પ્રશંસા કરે છે. જેવી રીતે પરમયોગીઓ તત્ત્વનું ધ્યાન કરે તેમ સર્વત્ર લોકપણ શીલાદિગુણ અને વિનયથી યુક્ત કુમારનું ધ્યાન કરે છે. જે દિવસે અપરાજિતનો જન્મ થયો તે જ દિવસે મતિધન મંત્રીને ત્યાં વિમલબોધ નામના પુત્રનો જન્મ થયો. બાળપણમાં સાથે ધૂળકીડાથી રમતો સમગ્રકળા ભણ્યો અને યૌવનમાં પણ આ કુમારની સાથે નિત્ય કીડા કરે છે. કુમાર પણ હંમેશા તેને પોતાના સમાનપણે જુવે છે. તે વિમલબોધ પણ તેને દેવતાની જેમ આરાધે છે અને પોતાના જીવ સમાન જુએ છે. (૮૨૮) હવે કોઇક વખત બંને જણા વાહલીમાં ઘોડાઓને ખેલાવે છે અને આ ઘોડાઓ તેમને હરણ કરી અટવીમાં લિઈ ગયા. પછી ઘોડાઓ થાકે છતે આંબાના વૃક્ષો નીચે એક ક્ષણ વિશ્રામ કરીને કુમાર મંત્રીપુત્રને કહે છે કે જે પુરુષ ભમીને ઘણાં કૌતુકવાળા સકલ પૃથ્વી મંડળને તો નથી તે કૂવાના દેડકા જેવો છે. જે અબુધ (મૂઢ) દેશાચાર, દેશોની ભાષાને અને નીતિ અને વિજ્ઞાનને જાણતો નથી તે ધૂતવડે પગલે પગલે ઠગાય છે અને બીજું હરણો, કાગડાઓ અને કાયર પુરુષો સ્વસ્થાનમાં જ રમે (મરે) છે પણ ઉત્સાહ અને પરાક્રમને પામેલાઓને કોઈ પણ વિદેશ નથી. તેથી આ ઘોડાઓ આપણું હરણ કરી લાવ્યા તે અનુકૂળ થયું તેથી આપણે જઈએ અને ભ્રમણ કરી પૃથ્વીને જોઈએ. માતાપિતાને આપણા પર ઘણો સ્નેહ છે તેથી આપણે રજા માગત તો પણ આપતા નહીં. હવે જે કહ્યા વગર નીકળી ગયા હોત તો માતાપિતાને ઘણું દુઃખ થાત તેથી હવે અહીંથી જલદી નીકળી જવું જોઈએ આમ કુમારે કહ્યું ત્યારે મંત્રીપુત્ર કહે છે કે અહીં ગુણ-દોષ બને છે જે તારા વડે જ કહેવાય છે. આથી મને તારો આદેશ પ્રમાણ છે. આમ નિશ્ચય થયા પછી ત્યાંથી તે બંને નીકળીને ચાલતા કમથી એક નગરમાં પહોંચ્યા અને ત્યાં તેઓ જેટલામાં ઉદ્યાનમાં વાવડીના કાંઠા પર બેસે છે તેટલામાં
47