________________
કરીને, શુભલેશ્યાવાળો કાળધર્મ પામી માહેન્દ્ર દેવલોકમાં દેવ થયો અને રત્નવતી પણ આવી રીતે માહેન્દ્ર દેવલોકમાં શ્રેષ્ઠ દેવ થઈ તથા મનોગત અને ચપલગતિ પણ ત્યાં જ દેવપણાને પામ્યા. ચારેય દેવો પરસ્પર પ્રીતિને ધારણ કરતા દિવ્ય ભોગોને અનુભવે છે. (૯૮)
(એ પ્રમાણે શ્રીમદ્ નેમિજિનેશ્વર તથા રાજીમતીનો દેવભવ સહિતનો બીજો મનુષ્યભવ સમાપ્ત થયો.)
ત્રીજો ભવ
આ બાજુ મહાવિદેહ ક્ષેત્રમાં મેરુપર્વતની પશ્ચિમ દિશામાં જગતમાં વિખ્યાત, ઘણી રિદ્ધિથી સંપન્ન એવું પદ્મ નામનું વિજય છે. તે વિજયમાં સિંહથી અધિષ્ઠિત પર્વતની ગુફા જેવું સિંહપુર નામનું નગર છે જેમાં સર્વત્ર કલહ દૂર થયો છે. જે હાથીઓના મોતીઓથી શોભાને પામેલું છે અને જે દુશ્મનોના પ્રવેશથી રહિત છે. (પર્વતની ગુફાના પક્ષમાં પર્વતની ગુફા સિંહથી અધિષ્ઠિત છે તેથી તેમાંથી સર્વત્ર મદનીઆઓ ચાલી ગયા છે. મોતીની શોભા ચાલી ગઈ છે, બીજા પશુઆદિના પ્રવેશથી રહિત છે) જે અપરિમિત સુવર્ણથી પૂર્ણ હોવા છતાં પણ સારા વર્ણવાળા લોકોને ધારણ કરનારું છે, જે લોકોથી સંકીર્ણ હોવા છતાં પૃથક્ છે. હરિનંદી રાજા તે નગરનું પાલન કરે છે. દેવોને જેમ ઈંદ્ર પ્રિય છે તેમ તે રાજા વિદ્વાનોને પ્રિય છે, વિષ્ણુ જેમ લક્ષ્મીનો પતિ છે તેમ તે ધનનો સ્વામી છે જે સમ્યગ્દર્શનથી અલંકૃત શ્રદ્ધાવાળો છે. (૮૦૩) નીતિમાન એવો રાજા રાજ્ય કરે છે ત્યારે પ્રજા આનંદને પામે છે. તેને પ્રિયદર્શના નામે અગ્રમહિષી છે. દેવલોકમાંથી ચ્યવીને તેના ગર્ભમાં શ્રેષ્ઠ સ્વપ્નથી સૂચવાતું છે ઉત્તમપણું જેનું એવો ચિત્રગતિનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો. ચંદ્રના કિરણોથી જેમ મેઘની પંકિત શોભે છે તેમ ઉદરમાં રહેલા ચિત્રગતિના જીવથી પ્રિયદર્શના શોભે છે, ઋદ્ધિની સાથે સપુણ્ય એવો ગર્ભ વધે છે. (૮૦૫) પછી જેમ પૂર્વ દિશા સૂર્યને જન્મ આપે તેમ પ્રશસ્ત દિવસે પ્રિયદર્શના ઉત્પન્ન કરાયો છે ભુવનમાં આનંદ જેના વડે એવા તેજસ્વી પુત્રને પ્રસવે છે. વર્ષાપનક કરાયું, પ્રજા ખુશ થઈ, રાજા હર્ષ પામ્યો. મોટી વિભૂતિથી તેનું અપરાજિત એ પ્રમાણે નામ રાખવામાં આવ્યું. શ્રેષ્ઠ રત્નની જેમ અંતેઉરીનાં એક હાથમાંથી બીજીના હાથમાં સરકતો ગુણોથી અતિવલ્લભ, પ્રતિદિન સુખપૂર્વક મોટો થાય છે. તેણે બોતેર કળાઓ ભણી લીધી ત્યારે હું માનું છુ કે રાત્રીને કરનારો, સોળ કળાથી ખીલેલો એવો ચંદ્ર લજ્જિત થયો. ક્રમશઃ તે કુમારનું ભરયૌવન પ્રગટ થયું ત્યારે તેનું રૂપ સવિશેષ ખીલ્યું તે રૂપને જોવા માટે ઈન્દ્ર હજાર આંખોવાળો થયો. તેના રૂપનું વર્ણન કરવા માટે કમલાસન પર બેઠેલો એવો બ્રહ્મા પણ ચાર મુખવાળો થયો અને શેષનાગ હજાર જીભવાળો થયો એમ હું માનું છું. લોકોના આંખ અને મનને સુખ આપનાર ગ્રહના સમૂહથી પરિવરેલા ચંદ્રની જેમ મિત્રવર્ગથી પરિવરેલો એવો કુમાર ક્રીડા કરતો ત્યાં ભમે છે. કુમાર અગાઉથી પણ આવી જશે એમ સમજી ઉત્સુક એવી નગરની રમણીઓ કાર્યોને કરે છે પણ તેને આવતો જેઈને આરંભેલા પણ કાર્યોને છોડીને
46