________________
માંસમાં આસક્ત થયેલા અને પ્રબળ મોહથી વિમૂઢ થયા છે હૈયા જેઓના એવા જીવોની વિરસ ચેષ્ટાઓ તો જુઓ. કેટલાકો દુઃસહ પાપો કરીને લક્ષ્મીને મેળવવા ઈચ્છતા હોવા છતાં લક્ષ્મીને પ્રાપ્ત કરતા નથી. કદાચ લક્ષ્મી પ્રાપ્ત પણ થઈ ગઈ હોય તો પણ ક્ષણથી નાશ પામે છે અને નથી કરાયું લક્ષ્મીનું દાન અને ભોગ જેઓ વડે એવા કેટલાકો કેવળ પાપ અને કલેશોનું ભાજન એવી દુર્ગતિમાં જાય છે. (૭૭૬) અને બીજા કેટલાકો દાન અને ભોગને ઇચ્છે છે તો પણ પુત્રાદિનો વિરોધ થવાથી દાન આપી શકતા નથી અને રોગાદિનો ઉદ્ભવ થવાથી ભોગવી શકતા નથી. આમ ક્યારેય પણ તેઓને સંપત્તિ થતી નથી. બીજાઓએ વમનની જેમ મુકેલી લક્ષ્મીને ગ્રહણ કરીને સગા ભાઈઓ પણ કલહ કરીને કુતરાઓની જેમ મરે છે. કેટલાક સત્યપુરુષો મળેલી પણ ચકર્વતીની લક્ષ્મીને છોડે છે અને બીજા દુબુદ્ધિવાળા બીજાએ ઉપાર્જન કરેલી લક્ષ્મીને માટે ઝઘડે છે. (૭૭૯) જે લક્ષ્મી સ્વેચ્છાથી મોટા શ્રીમંતોને છોડી દે છે અને તુચ્છને આલિંગન કરે છે. (અર્થાત્ રાજાને રંક અને રંકને રાજા બનાવે છે.) તે લક્ષ્મી ઘટદાસી (પનિહારી = પાણી ભરનારી) ની જેમ મૂર્ખાઓને રાગનું સ્થાન બને છે. આ તારી સ્ત્રી પરપુરુષથી ભોગવાયેલી છે એમ કોઈ પુરુષ ઈષથી વચન બોલે છતે તેનો પતિ તે સ્ત્રીને ભોગવતો નથી. પરંતુ કોડો લફંગાઓથી ભોગવાયેલી લક્ષ્મીને ભોગવે છે. સમુદ્રમાં વસીને જે લક્ષ્મી લોખંડના સ્થાનો (તિજોરી વગેરે) માં વસે છે તેવી લક્ષ્મીનો ભેદ (સ્વભાવ) નિશ્ચય થઈ ગયો છે છતાં પણ મૂઢ જન આ હકીકતને જાણતો નથી. જીવ પાપનું સેવન કરે છે અને ધર્મને અધીન એવી લક્ષ્મીનો અભિલાષ કરે છે. ક્યો વિષભોજી અમૃતથી ઉત્પન્ન થનારા સુખોને મેળવે ? કાલવશથી જીવોએ અકાર્યની જેમ રાજ્યનું પણ અનંતીવાર સેવન કર્યું છે છતાં પણ મૂઢ જીવો નિર્લજની જેમ આને માનતા નથી. (૮૪) વિષય સુખને અનંતીવાર સેવ્યું હોવા છતાં પણ જાણે અભિનવ છે એમ માને છે, સન્નિપાતથી ગ્રહણ કરાયેલાની જેમ જીવો પોતાના ભૂતકાળને ક્યારેય યાદ કરતા નથી. સિદ્ધિ સુખ એક જ એવું છે જે ક્યારેય પૂર્વે ભોગવાયું નથી, અનુપમ છે, અખંડ છે, અજર છે, અમર છે, શાશ્વત અને રોગાદિથી રહિત છે. જેમાં ખાડાના ડુક્કરો દેવતાઈ સુખોને જાણતા નથી. તેમ સમ્યકત્વથી રહિત, વિષયરૂપી આમિષથી ભોળવાયેલા મહામૂઢ જીવો મોક્ષસુખને જાણતા નથી. (૭૮૯) તેથી જેઓએ દુઃખના ફળવાળા, અસાર એવા વિષયસુખોને, લક્ષ્મીને,પરિજનને છોડ્યા છે તથા મોક્ષસુખને મેળવ્યું છે. તેઓ જે ધન્ય છે. તે સુમિત્રને ધન્ય છે જેણે ભર યુવાનીમાં ધીર બની, રાજ્યને છોડીને તપ તપીને સ્વકાર્યને (કરવા જેવું હતું તેને) સાધ્યું છે. લગભગ વૃદ્ધાવસ્થાને પહોંચેલા પણ અમે આજ પણ અલીક એવા રાજ્યના અભિમાનથી ઉત્પન્ન થયેલ સુખને છોડી શક્યા નથી એ બાલ ચેષ્ટા છે ઈત્યાદિ ભાવના ભાવીને કટુ છે અંત જેનો એવા વિષય સુખને અને તે રાજ્યને વસ્ત્રના છેડે લાગેલા તણખલાની જેમ છોડીને ઘણાં પ્રતાપવાળા પુરંદર નામના રત્નાવતીના મોટા પુત્રને રાજય પર સ્થાપીને, વિપુલદાન દઈને, સિદ્ધાયતનમાં પૂજા કરીને અને સંઘને પૂજીને, સર્વત્ર જીવોની અમારિ ઘોષણા કરાવીને દમવરસૂરિની સાથે રત્નાવતી, મનોગતિ અને ચપલગતિ ભાઈઓ તથા કેટલાક સામંતાદિની સાથે વિધિપૂર્વક શ્રી ચક્રવર્તી ચિત્રગતિએ દીક્ષા લીધી. પછી શ્રુતને ભણે છે તથા ઘોર તપને તપે છે. આમ ઘણાં દિવસો સુધી અકલંક શ્રમણ્યને પાળીને અંતે પાદપોપગમન અનશન
45