________________
છે. (અથ તારા પુત્રને ભૂલી જવાથી અને બીજો અનુરૂપ વર દેખાતો ન હોવાથી પશ્ચાત્તાપ કરે છે.) તેથી તમારા આદેશથી તેનું પાણિગ્રહણ કરીને ચિત્રગતિ હમણાં વિધિને તથા અમારા સ્વામીને પ્રમોદ આપે. હવે મંત્રીના વચનવિન્યાસથી ખુશ થયેલ ચકી પોતાના મંત્રીના મુખને જુએ છે. મંત્રી પણ ચકીના કાન પાસે જઈને કહે છે કે હે દેવ! આ તેના ગુણોને સમ્ય વર્ણવવાનું જાણતો નથી. અથવા બીજે એવો કોઈ સમર્થ નથી જે તેના ગુણો વર્ણવી શકે કારણ કે યાત્રાએ આવેલી છે જયારે જિનેશ્વરોની ઘણાં જુદા જુદા પ્રકારોથી પૂજા કરતી હતી ત્યારે મારા વડે પણ સાક્ષાત્ જ જેવાઈ છે. (૭૫૪) અને બીજા પણ ખેચર યુવાનો વડે જેવાઈ છે. તથા ચિત્રગતિકુમાર પણ તેના ભક્તિ-વિનય-૨૫ આદિથી ઘણો ખુશ થયો હતો તે જોવાયું છે. તેથી વિકલ્પ વિના જ આ વાતને સ્વીકારી લો. ચકી અસંગસિંહના પ્રધાનને કહે છે કે તારો સ્વામી જે હકીકત કહેડાવે છે તે સ્વીકારાય છે. આપની મહાન કૃપા થઈ એમ મંત્રી કહે છે પછી રાજાવડે સન્માન કરાયેલ પ્રધાન પોતાના નગરમાં પહોંચી સર્વ હકીકત જણાવે છે. તેથી રત્નાવતીના માતા પિતા ખુશ થયા. (૭૫૭) હવે કોઈક દિવસે માતા પિતા ઘણાં આડંબરથી રત્નપતીને ત્યાં મોકલે છે અને ચિત્રગતિ પણ મહાવિભૂતિથી તે કન્યાને પરણે છે. પ્રાપ્ત કરાયા છે ઈચ્છિત સકલ અર્થો જેના વડે એવો ચિત્રગતિ પણ મહર્તિક દેવની માફક પૂર્વના સુકૃતોથી પ્રાપ્ત થયેલા વિષય સુખોને ભોગવે છે. (૭૫૯)
લોકથી પ્રશંસા કરાતો, મન અને આંખોને આનંદ આપતો, સુરગણોથી ગવાતો, બંદિ વૃદોથી ભણાતો, રત્નાવતીને સાથે જિનમય ધર્મને ભક્તિપૂર્વક આરાધ છે. જિનેશ્વરોને પૂજે છે, સુસાધુઓને વાંદે છે. શાસ્ત્રોને સાંભળે છે. તે ધનદેવ અને ધનદત્ત પણ દેવલોકમાંથી આવીને મનગતિ અને ચપળગતિ નામના તેના બે નાના ભાઈઓ થયા. પછી તે બે ભાઈ અને રત્નાવતીની સાથે ચિત્રગતિ નંદીશ્વરાદિ સ્થાનોમાં જિનોના ચૈત્યોને વાંદે છે, કર્મભૂમિઓમાં વિહરતા તીર્થકરોની પાસે ધર્મને સાંભળે છે અને મહર્ષિઓના પગરૂપી કમળનું સેવન કરે છે. (૭૬૪) આમ કાળ પસાર થયે છતે, ઉમર થયે છતે સંવિગ્ન એવો શૂરતેજ ચકી ચિત્રગતિને રાજ્ય પર બેસાડી દીક્ષા લઇ કર્મો ખપાવી મોક્ષમાં ગયો. ચિત્રગતિ પણ શ્રી ચક્રવર્તી પદવાળા શ્રેષ્ઠ રાજ્યને પાળે છે. શ્રેષ્ઠ પુણ્યોથી સકલ પણ વિદ્યાઓ પાઠ સિદ્ધ થઈ અને ખેચર સમૂહ પણ ચિત્રગતિની આજ્ઞાનું પાલન કરે છે. સર્વ અંતઃપુરમાં શિરોમણિ એવી રત્નાવતી દેવીને પટ પદે સ્થાપીને ઘણાં વરસો સુધી ચક્રવર્તીની સમૃદ્ધિને ભોગવે છે. (૭૬૮)
અને આ બાજુ તેનો મણિગૂડ નામનો ખેચરાધિપતિ પાદ સેવક હતો. અને તે કોઈ વખત મૃત્યુ પામ્યો. શશી અને સૂર નામના મણિચૂડના બે પુત્રો હતા. તેઓ રાજ્યને માટે પરસ્પર ગાઢ યુદ્ધ કરે છે. તેથી ચિત્રગતિ ચક્રવતી બંનેને રાજ્યની વહેંચણી કરી આપે છે તથા સુયુક્તિમય ધર્મવચનોથી તેઓને શાંત પાડે છે તો પણ બંધાયો છે નિબિડ પ્રબળ વૈર જેઓ વડે એવા તે બેનો કલહભાવ વિરામ પામતો નથી. હવે કોઈક વખતે તે બંને પરસ્પર યુદ્ધ કરીને મર્યા. ચિત્રગતિએ પણ બંને યુદ્ધ કરીને મર્યા એમ સાંભળ્યું અને રાજય બીજાઓ વડે લુંટાય છે તેથી ચિત્રગતિ જલદીથી ઉદ્વિગ્ન થયો અને વિચારે છે કે અહો! વિષયરૂપી