________________
છે? કુમારે કહ્યું કે તમે શ્રેષ્ઠ મહર્તિક દેવ છો. ચિત્રગતિએ આમ કહ્યું ત્યારે સુમિત્રનું રૂપ કર્યું ત્યારે ખુશ થયેલ કુમાર આનંદ, સપ્રણય, સાદરપૂર્વક ભેટે છે અને કહે છે કે આ સર્વ ધર્મ સામગ્રી તારી કૃપાથી થઈ છે. તેથી આ ઉત્સવમાં પધારીને તમે સારું જ કર્યું. (૭૨૯) હવે સુમિત્ર દેવ કહે છે કે તારો જ મોટો પ્રસાદ થયો. જેથી મને આવી દેવદ્ધિ મળી. જે તું તે વખતે મારા પ્રાણ બચાવનાર ન હોત તો મેં પહેલાં જે અનુષ્ઠાન કર્યું તે અનુષ્ઠાન કોણ કરી શકત. આમ ખુશ થયેલા બંને પણ પરસ્પરને આલિંગન કરે છે. શ્રી શ્રતેજ ચક્રવર્તી વગરે સર્વ ખેચરો પણ હર્ષિત થયા. રત્નાવતી પણ પ્રથમવાર ચિત્રગતિ કુમારને જોઈને જાણે ઉનાળામાં અમૃતસરોવરમાં ન પડેલી હોય ! જાણે ચંદનરસથી ન સીંચાઈ હોય ! જાણે ભુવનના અધિપતિત્વનો આશ્રય ન કરાઈ હોય! તેમ અતિપ્રફુલ્લિત થઈ. પછી કુમારના રૂપને જેતી તેના ચરિત્રોને જેતી તેના ગવાતા અને કહેવાતા ગુણસમૂહને સાંભળતી કામવડે તીણ બાણના સમૂહથી હૃદયમાં તે પ્રમાણે વિંધાઈ કે જેથી કોઈ ચેષ્ટા કરતી નથી અને પોતે પરાધીન થઈ.(૭૩૫) પછી ભયભીત માતા શશીપ્રભા અને સખીઓ વડે રત્નવતી શિબિકામાં બેસાડીને એક શિશિર ઉદ્યાનમાં લઈ જવાઈ. અને શ્રેષ્ઠવૃક્ષોના પાંદડાંની બનેલી શૈયા પર બેઠેલી કમલિનીના નાલ અને તંતુઓથી વીંટળાયેલા શરીરવાળી કેળના પત્રથી વિંઝાતી શિશિર ઋતુમાં ચંદ્રકાંત મણિ, ચંદન, તથા સ્ફટિકના પાણીથી ભીના કરાયેલ ઠંડા વસ્ત્રોના સંયોગને અનુભવતી છતાં પણ હું દાહને અનુભવું છે એમ કહે છે. ભાવને જાણનારી સખીઓ કોઈક રીતે જ્યારે આગ્રહપૂર્વક એકાંતમાં પૂછે છે ત્યારે પોતાના સમગ્ર અભિપ્રાયને જણાવે છે. સખીઓએ પણ માતાને જણાવ્યું, માતાએ પણ રાજાને જણાવ્યું, રાજા પણ કહે છે કે આમાં અયુક્ત શું છે? જે તે ચિત્રગતિ રત્નપતીનો વર ન થાય તો વિધિ મૂરખમાં ખપે. ખગના અપહરણથી અને કુસુમવૃષ્ટિથી, પૂર્વે નિમિરિયાના કહેવાથી અને સ્વયં જેવાથી આ વ્યતિકર દઢ થયો. પરંતુ દેવસ્થાનમાં વિવાહના સંબંધ આદિની વાતો કરવી ઉચિત નથી. તેથી સર્વપણ વાતો સ્વસ્થાન પહોંચ્યા પછી કરવી યોગ્ય છે. આ બાજુ એક ક્ષણ પછી કુમાર પરિજન સહિત સુમિત્રદેવનું અને સકલ વિદ્યાધરોનું સન્માન કરીને વિસર્જન કરે છે. શ્રી શ્રતેજ ચકી કુમારની સાથે પોતાના સ્થાને જેટલામાં સભામાં બેસે છે તેટલામાં પ્રતિહાર આવ્યો અને વિનંતિ કરે છે કે હે દેવ! અનંગસિંહરાજાનો મૃગાંકમતી નામનો મંત્રી દરવાજા પર આવેલ છે તો તેને ક્યો આદેશ આપવો? તેને જલદી મોકલ એમ કહ્યું એટલે મંત્રી સભામાં દાખલ થયો અને પ્રણામ કરીને સ્વસ્થાને બેઠો અને આ પ્રમાણે હકીકતને જણાવે છે. (૭૪૫).
આ વૈતાઢ્યની દક્ષિણ શ્રેણીમાં સિતમંદિર નગરમાં અસંગસિંહ નામે ખેચરાધિપતિ છે તેમણે મને આ કાર્ય માટે તમારી પાસે મોકલ્યો છે. તેને શશી પ્રભા નામે દેવી છે. તે બેને મનોરથોની સાથે શ્રેષ્ઠ સ્ત્રીના લક્ષણોથી યુક્ત રત્નાવતી નામે પુત્રી થઈ. જેના રૂપને જોતા દેવો પણ પોતાને મળેલા અનિમિષપણાની (અનિમિષ એટલે આંખનો પલકારો પણ ન મારતા હોય તેવા અર્થાત્ દેવ) સફળતાને માને છે. અને અનિમિષપણાથી રહિત મનુષ્યો પોતાની નિંદા કરે છે (અર્થાત્ તેને એકીટસે જોઈ શકતા ન હોવાથી પોતાની નિંદા કરે છે. )તેથી તેના રૂપને નિમણિ કરીને, અનુરૂપ વરને નહીં જોઈને તથા પુત્રને ભૂલીને વિધિ પણ પશ્ચાત્તાપ કરે
43