________________
ખીરનું સેવન કરતા જીવોમાં પણ રાગાદિ વિષનું સંક્રમણ કરે છે જેમ રાત્રીમાં કમળના કોશમાં પુરાયેલા ભમરાઓ સૂર્યોદય થાય ત્યારે કોશમાંથી ઊડી જાય છે તેમ મોહરૂપી રાત્રીમાં સંસારરૂપી મહાકમળના કોશમાં પુરાયેલા જીવો હે પ્રભુ! તારા ઉદયમાં મુકાય છે. અનર્થદાયક વિષયોની સેવારૂપ એક વૈરિણી જ ન હોત તો તારા વચન રૂપ અમૃત કોના રાગાદિ રોગના સમૂહને શાંત ન કરત? અર્થાત્ કરે છે. હે નાથ! તું જેના વડે પ્રાપ્ત નથી કરાયો તેવા વિબુધ જનો પાસે રહેલી રાજ્યલક્ષ્મી પણ દુઃખના ફળવાળી થાય છે. અને તું જ્યાં સ્વામી છે તેનું દરિદ્ર પણ સુખને આપનારું છે. (૭૦૮) સુરસુખ અને મોક્ષફળ આપનારા તારા ચરણરૂપી કમળ પ્રાપ્ત થયે છતે મારે કલ્પવૃક્ષ ચિંતામણિ કે કામધેનુ આદિથી કોઈ કાર્ય નથી કે જે રાગાદિ શત્રુઓએ ત્રણ ભુવનને પ્રયત્ન વિના જ પોતાની આજ્ઞામાં ધારણ કરી રાખ્યા છે. તે રાગાદિ શત્રુઓ તારા વડે લીલાથી મરણને શરણ કરાયા. તો પણ તારી સેવાને પામેલાઓમાંથી કેટલાક માધ્યસ્થ ભાવને, કેટલાક પ્રષ ભાવને, ધારણ કરે છે. કારણ કે મોહનું માહત્મ અચિંતનીય છે. રાગાદિ શત્રુઓએ પોતાના મિત્રની જેમ ઓળખાણ કરાવીને મને તારા સાનિધ્યથી દૂર કર્યો છે તેને તું જાણે છે. તે જિનેન્દ્ર ! જીવો વડે કાનરૂપી અંજલિથી પીવાતું તારું પ્રવચન રૂપી અમૃત ટુંક સમયમાં જ જીવોને વિશે અજરામરપણાને પ્રગટ કરે છે. સકલ દુઃખોથી રક્ષણ કરવામાં મતિ છે જેની એવો તું નાથ હોતે છતે પણ નરકાદિ ગતિમાં રહેલા જીવો સમભાવે સહન કરે છે. જેઓ દુઃખોના પ્રતિકાર કરવાની મતિથી પ્રતિપક્ષ એવા રાગાદિ દોષોનું જ સેવન કરે છે તેઓને વિશે ખરેખર પોતાનું અજ્ઞાનનું માહત્મ જ વિલાસ કરે છે. (૭૧૫) ઇંદ્રિય ચોરોએ આટલા કાળસુધી ભવરૂપી અટવીમાં મને લૂંટી લીધો છે તેથી ઉચ્છેદ કરવામાં સમર્થ એવા તારા શરણે હું આવેલો છું. હે નાથ ! ત્રણ પ્રકારથી નિર્મિત સમવસરણ રૂ૫ કિલ્લામાં જે જીવોએ પ્રવેશ કર્યો છે તેઓને શત્રુઓ મનથી પણ આક્રમણ કરી શકતા નથી તે આશ્ચર્ય છે. હે પ્રભુ! સિદ્ધિ રૂપી શ્રેષ્ઠ અંગનાવડે હું સાનુરાગદષ્ટિથી જોવાયો છું તથા તારા દર્શન થયે છતે મારા વડે ભવરૂપી ગહનવનમાં દાવાનળ અપાયો છે. તને છોડીને બીજો કોણ મારું શરણ છે? કોણ મારો ભાઈ છે? કોણ મારો મિત્ર છે? આ લોકમાં તું જ મારું શરણ, ભાઈ કે મિત્ર છે. અથવા તો બાળકની જેમ તારી આગળ બોલવાનું પણ હું કશું જાણતો નથી. તેથી સંક્ષેપથી કહું છું કે મારી ભવસંતતિને જલદીથી છેદો. આમ કરાયેલ છે શ્રેષ્ઠ નમસ્કાર તથા હેમસૂરિવડે કરાયું છે સંવ જેનું એવા જિનેશ્વરની સ્તુતિ કરીને સંવિગ્ન ચિત્રગતિ પંચાગ પ્રણિપાતને કરે છે. (૭૨૧)
અરે! તારી સંવેગ રૂ૫ શરીરથી ભરપુર સ્તુતિને ધન્ય છે ધન્ય છે. ગુણરત્નના ભંડાર એવા તને છોડીને આ સ્તુતિને કહેવા કોણ જાણે છે? આમ કહીને અદશ્ય રહેલ સુમિત્રદેવે પોતાના દેવોની સાથે તેના પર શ્રેષ્ઠ કુસુમોની વૃષ્ટિ કરી. હર્ષના અતિરેકથી નૃત્યશીલ છે બાહરૂપી લતાઓ જેની એવા સર્વનેચરો દુંદુભિ વગાડે છે અને ચિત્રગતિકુમારના ગુણગાન ગાય છે. પછી અનંગસિંહે પ્રિયતમાદિ સર્વ પરિવારને ઉદ્દેશીને કહ્યું કે આ હકીકત નિમિત્તિયાએ કહી હતી જે પૂર્વ શ્રેષ્ઠ પુરુષ હતો તે આ જ છે. ત્યારે આણે જ મારા ખગને યુદ્ધમાં લઈ લીધું હતું અને આ બાજુ સુમિત્રદેવે પ્રગટ થઈને દેવોની સાથે કહ્યું કે હે કુમાર! તું અમને ઓળખે