________________
પછી પણ અન્ય પ્રકારે ભવિષ્યમાં ભોગવવા યોગ્ય કર્યો છે તે કમોં જે હમણાં શુભભાવથી ભોગવાતા હોય તો શું અયુક્ત છે? અર્થાત્ યોગ્ય જ છે. કેટલાક અજ્ઞાની જીવો બીજાના ધર્મભ્રંશને કરે છે. આણે મારો ધર્મભ્રંશ ન કર્યો એ પણ મને લાભ થયો કારણ કે ધર્મ છે મિત્ર જેનો એવા જીવોનું સ્થાન સ્વંગ કે મોક્ષમાં હોય છે અને મનુષ્ય જન્મ કરતાં ત્યાં અનંત ગુણ સુખ હોય છે. (૬૮૬) વિષયની વૃદ્ધિને જાણીને ત્યારે જે રાજ્ય મેં સ્વયં સ્વીકાર્યું પણ પદ્મને ન આપ્યું તે મારો જ દોષ છે. જે કર્મ ઘણાં કાળ સુધી ભોગવવા યોગ્ય હતું તે કર્મ આની સહાયથી થોડાં કાળમાં ભોગવાયું તેથી આ તારો ઉપકારી છે એમ તું પોતે માન. તેથી તે સર્વ જીવોને વિશે મોક્ષફળને આપનારી મૈત્રીને કર પણ તું કોઈના પર કોધ કરીશ નહીં અને વિશેષથી પદ્મ પર ક્રોધ કરીશ નહીં. આવા શુભભાવમાં રહેલો ચાર પ્રકારના આહારનું પચ્ચકખાણ કરીને પંચ નમસ્કારનું સ્મરણ કરતો સમાધિથી કાળ કરીને પાંચમાં દેવલોકમાં મહર્દિક સામાનિક સુરવર થયો. મહાપાપી ભયભીત પદ્મ પણ અરણ્યમાં નાશતો રાત્રીમાં કાળા સર્પવડે હંસાયો અને વેદના સમુદ્રઘાતથી (૭) પડ્યો અને મરીને સાતમી નરકમાં નાક થયો. (૬૯૨)
સુમિત્ર મહર્ષિના મરણને સાંભળીને ઘણો શોક કરીને બીજા કોઈક દિવસે ચિત્રગતિ સિદ્ધાયતનની વિસ્તારથી જાત્રા કરાવે છે. (સિદ્ધાયતન એ વૈતાઢ્ય પર્વત પરનું શાશ્વત જિનમંદિર છે.) ત્યાં ભેગા થયેલા સર્વ વિદ્યાધરો ભક્તિથી સ્નાન -વિલેપન-આભૂષણોથી પૂજાઓ કરે છે. દુંદુભિ વગાડે છે સુખજનક મધુરગીતોને ગાય છે અને વિદ્યાધરો હર્ષથી નૃત્ય કરે છે. તે યાત્રા મહોત્સવમાં એવો કોઈ ખેચર નથી જે ત્યાં ન આવ્યો હોય. અસંગસિંહ વિચારે છે કે આ યાત્રામેળામાં પુત્રીનો વર પણ મળી જાય અને મારી જિનેશ્વરની યાત્રા થાય એ કારણથી પુત્ર સહિત, પત્ની સહિત, પરિજન સહિત અને રત્નાવતીની સાથે ત્યાં આવ્યો. તથા અવધિજ્ઞાનથી યાત્રા સમય જાણીને દેવોથી સહિત સુમિત્રદેવ ત્યાં આવે છે અને આ બાજુ વિચિત્ર પ્રકારોથી જિનેશ્વરોની પૂજા કરાઈ અને મોટીભક્તિથી નાટક આરંભાયું ખેચર અને દેવોથી કોલાહલ કરાય છતે ચૈત્યવંદન કરવા માટે રોમાંચિત શરીરવાળા ચિત્રગતિએ સ્તુતિ કરવાની શરૂઆત કરી (૭૦૦) તે આ પ્રમાણે
હે જિનેશ્વર ! દેવવંદોથી લેવાયેલ અને શરદઋતુના ચંદ્ર જેવા નિર્મળ યશથી ધવલિત કરાયું છે ત્રિભુવન જેનાવડે એવા તારા ચરણ રૂપી કમળને હું નમસ્કાર કરું છું. હે સ્વામિનું! જરા-મરણ રૂપી પાણીથી પરિપૂર્ણ અપાર સંસાર સાગરમાં ડૂબતા એવા મારા વડે યાનપાત્રની જેમ તું પ્રાપ્ત કરાયો છે. આટલા વખત સુધી તારાથી દૂરને દૂર હું રાગાદિ પિશાચોથી ભવરૂપી સમુદ્રમાં દરિદ્ર રાંકડાની જેમ ફેંકાયો છું. હે મુનીન્દ્ર ! તે રાગાદિ દોષો તારા શાસનના સમજ્ઞાનથી વરાતા હોવા છતાં આજે પણ મને ઘણી પીડા કરે છે. તેથી હે શરણ્ય! તું મારું શરણ હો. હે સ્વામિન્ ! અનાદિશત્રુ મહામોહ છલ(છિદ્ર, કપટ)ને શોધીને તારી આજ્ઞારૂપી
() વેદના સમુદ્યાત એટલે વેદનાથી દુઃખી થયેલ આત્મા અનંતકર્મ પરમાણુઓ વડે વટાયેલા એવા પોતાના આત્મપ્રદેશોને શરીરથી બહાર કાઢી ખભા વગેરેના આંતરાઓને તથા મુખ વગરે પોકળ ભાગોને પૂરીને લંબાઈ પહોળાઈએ શરીર પ્રમાણ ક્ષેત્રમાં વ્યાપી અંતમુહૂર્ત સુધી રહે અને એ અંતમુહૂર્તમાં અસાતવેદનીય કર્મના ઘણાં અંશોને ખેરવી નાખે છે અને વેદના સમુદ્યાત કહેવાય છે સાથે સાથે ગાઢ અશુભ અધ્યવસાય હોય તો બીજા નવા ઘણાં અનંતકર્મોને પણ બાંધે છે.