________________
પૂર્વે નિમિત્તિયાએ આ કહ્યું હતું. તેથી જો કોઈપણ રીતે આ મારી પુત્રીનો વર થાય તો અનિષ્ટ પણ ઈષ્ટ જ થાય. ઈત્યાદિ વિચારીને પુત્રો અને સૈન્યથી પરિવરેલો પોતાના સ્થાને ગયો અને પછી પુત્રને નિર્ભર્સના કરે છે. (૬૬૩) રે પાપિષ્ટ! પરદારાને હરણ કરીને કુળને કલંક કરનાર જે પાપ કર્યું તેનું ફળ મેં ભોગવ્યું. જેના પ્રસાદથી આ સમગ્ર રાજયલક્ષ્મી મને મળી હતી તે ખગ ગમે છતે શું હજી તે (અસંગસિંહ) ખરેખર જીવે છે! પરસ્ત્રીના શીલ ખંડનથી ઉત્પન્ન થયેલ અને યુદ્ધભંગના અપજશથી કરાયેલ, આટલા વખત સુધી ક્યારેય નહીં થયેલ એવા આ કલંકને તે ઉત્પન્ન કર્યું અથવા પદારાના હરણથી ઘણાં સંચિત કરાયા છે પાપ રૂપી પટલો જેના વડે, નથી જણાયા કાર્યો જેઓ વડે, નથી પ્રાપ્ત કરાયું હેય ઉપાદેયનું જ્ઞાન જેઓ વડે એવા અજ્ઞાનીઓને આ અકાર્ય કેટલું માત્ર છે? અર્થાત્ અજ્ઞાનીઓ આવા તો ઘણાં પાપોને આચરે છે. (૬૬૭) જેણે મારા ખગનું હરણ કર્યું તેની કોઇપણ રીતે જ ખબર મળે અને તે મારી પુત્રીનો વર થાય તો એટલા માત્રથી પણ હું કૃતાર્થ થાઉં. હું આને પણ પોતાની વિધિ (ભાગ્ય)નું પ્રતિકૂળપણું માનું છું અથવા તો આ મારી પુત્રીનો વર થશે કે નહીં તે હું જાણતો નથી પણ નિમિત્તિયાએ કહેલું હતું. અને બીજુ પણ કારણ છે કે સિદ્ધાયતનમાં જેનાં પર કુસુમ વૃષ્ટિ પડશે તે આનો પતિ થશે એમ આ કુસુમવૃષ્ટિથી આ ઓળખાશે એમ હું માનું છું. (૬૭૦)
પછી અક્ષય શીલવાળી ભગિનીને લઈને ચિત્રગતિ સુમિત્ર રાજાને સોંપે છે, તેઓના પરસ્પરના દર્શનમાં સુમિત્ર રાજને પરમ આનંદ થયો અને ત્યાર પછી મંત્રી પુત્રે રાજાને સંગ્રામાદિ સર્વ વ્યતિકર કહ્યો. હવે કુમાર વિચારે છે કે અહો! જુઓ આવી લડાઈ કેમ થઈ? અથવા અનર્થોના સમૂહથી આ સંસાર ભરેલો છે. (બનેલો છે). આ કોની બહેન? કોણ ભાઈઓ? કોણ પુત્રાદિ સ્વજનો? કારણ કે કેટલાક દિવસો પછી કોઈનું કંઈપણ રહેશે નહીં (૬૭૪)
ઇત્યાદિ વિચારીને સુયશકેવલી ગુરુ આવ્યા ત્યારે આવા વૈરાગ્યને પામેલા સુમિત્રે પુત્રને પોતાનું રાજય સોંપીને, ચિત્રગતિની સમક્ષ જ પ્રવજ્યાના ભારને સ્વીકારે છે. ચિત્રગતિ પણ પોતાના સ્થાને ગયો. સુમિત્ર પણ કંઇક ન્યૂન નવપૂર્વ કૃતને ભણે છે. પછી ગુરુથી અનુજ્ઞા અપાયેલો એકલ વિહારની પ્રતિમાથી સુખપૂર્વક દેશોમાં વિચરે છે. (૬૭૭) વિહાર કરતા ક્યારેક સુમિત્ર રાજર્ષિ મગધ દેશના ગામની બહાર કાઉસ્સગ્નમાં સ્થિત રહે છે. (૬૭૮)
આ બાજુ પરવશ મતિવાળો સુમિત્રનો પદ્મ નામનો સાવકો ભાઈ ભમતો તે દેશમાં આવ્યો. પરમાત્મામાં લીન થયેલા, સર્વ જીવોના હિતનું જ ધ્યાન કરતા, મેરુ જેમ નિષ્કપ રાજર્ષિ તે પાપી વડે જવાયા. પછી અતિ કુધિત પધે કાન સુધી ધનુષ્યને ખેંચીને બાણથી રાજર્ષિને છાતીમાં હણ્યા. રાજર્ષિ ચક્કર ખાઈને ભૂમિ પર પડે છે પોતે જે ભૂમિ પર પડ્યા તે ભૂમિ પર રહેલા જીવોને વારંવાર ખમાવે છે અને વિચારે છે કે -
હે જીવ! તું બીજા કોઈ જીવ પર ક્રોધ કરીશ નહીં. સર્વ પણ જીવો પોતાના હાથે રોપેલા મોટા પાપ કર્મો રૂપી વૃક્ષના ફળોને અહીં ભોગવે છે. બીજે માત્ર નિમિત્ત બને છે. (૬૮૩)
40