________________
કરી લઈ ગયો અને સુમિત્ર રાજાએ આ વાતને સાંભળી. બહેન અતિપ્રિય હોવાથી સુમિત્ર રાજા મહાશોકમાં ગરકાવ થયો અને રાજયકાર્યને છોડી ખિન્ન સૂનમૂન રહે છે. કેટલાક વિદ્યાધરોએ કહેલી આ સર્વ હકીકતને ચિત્રગતિએ જાણી પછી ખેચરો મારફત સુમિત્રને સંદેશો જણાવ્યો કે તું આ વિશે જરાપણ ખેદ ન કરતો, થોડા દિવસોમાં નક્કીથી તારી બહેનને પાછી લઈને તને અર્પણ કરીશ. (૬૪૦) એ પ્રમાણે સુમિત્રરાજાને આશ્વાસન આપીને તેની તપાસ કરી પછી સુકૂટ પર્વતના શિખર પર તેની ખબર મળી. ચિત્રગતિ સજ્જ થઈને ત્યાં ગયો અને કમલને પડકાર્યો તે તેની સન્મુખ ચાલ્યો અને મોટું યુદ્ધ શરૂ થયું. અનંગસિંહે આ હકીકત જાણી અને પુત્રના પરિભવને નહીં સહન કરતો ઘણાં ખેચર સૈન્યોથી પરિવરેલો તુરત ત્યાં આવ્યો અને ચિત્રગતિ સાથે ટકરાયો. સૈન્યપણ સૈન્યની સાથે ટકરાયું. સૈન્યની ઉપર પરસ્પર બંને પણ બાણોના સમૂહને છોડે છે અને ખંડન કરે છે. આકાશમાં ઊછળીને શકિત-બાણ-અને ભાલાઓથી પ્રહાર કરે છે, ચુકાવે છે. (શકિત એ એક પ્રકારનું શસ્ત્ર છે. ચુકાવવું એટલે બાણ પોતાને ન લાગે તે રીતે આગળ પાછળ સરકી જવું) છુપાઈ જાય છે. પ્રગટ થાય છે, યુદ્ધ કરે છે, વિદ્યાબળથી અતિનિબડતમ સમૂહને બતાવે છે. નાશે છે. (અતિનિબડતમ સમૂહ એટલે ઘણાં ગાઢ સૈન્ય ને વિકુર્વે છે.) ફરીથી મળે છે તથા પાછા હઠે છે અને ફરી પણ યુદ્ધ કરે છે. મૂર્છાથી મીંચાઈ ગયેલી આંખવાળા પડે છે, ભાનમાં આવેલા ઊભા થાય છે. નીચે પડે છે, ઊછળે છે. પડ઼ક્રાર કરે છે, ભ્રમણ કરે છે, થાકે છે, પ્રલયકાળના વાદળની જેમ ગર્જે છે, વિદ્યુતપુંજની જેમ સ્ફુરે છે (ચમકે છે), બાહુયુદ્ધથી, મુષ્ટિધાતથી શસ્ત્રોથી યુદ્ધ કરે છે. એ પ્રમાણે લડતા એવા તેઓએ વિદ્યાથી પરસ્પરની વિદ્યાને હણી, શસ્ત્રથી શસ્રને હણ્યું. સૈન્યથી સૈન્યને ઘેરો ઘાલ્યો. પછી અનંગસિંહે ચિત્રગતિને દુર્રય જાણીને પોતાના કુળક્રમથી આવેલું અને દેવતા વડે અપાયેલ, સ્મરણ માત્રથી હજારો જ્વાળાઓ સ્કુરાયમાન થતી હોવાથી દુપ્રેક્ષ્ય, તડતડ અવાજને કરતું, સકલભુવનને ભય ઉત્પન્ન કરતું એવું શ્રેષ્ઠ ખડ્ગ આવીને તેના હાથમાં રહ્યું. (૬૫૧) પછી તે ચિત્રગતિને કહે છે કે રે દુષ્ટ! તું અહીંથી ક્યાં જઇશ? કુળદેવતાને યાદ કર. હવે કંઇક હસીને કુમારે કહ્યું કે તારું બળ હમણાં આ લોખંડના ટુકડાથી શું અધિક થયું? જેના હૈયામાં બળ નથી તેને શસ્રો શું કામના? જેનું માહત્મ્ય નાશ પામ્યું છે એવો જીવ પોતાના શસ્ત્રોથી પણ મરણ પામે છે. (૬૫૪) આમ કહીને વિદ્યાના બળથી તેણે ત્યાં એવો ઘોર અંધકાર કર્યો કે જેથી તે શત્રુઓ આંખથી અને હૃદયથી કંઇપણ જોતા અને જાણતા નથી. ચિત્રમાં આલેખાયેલની જેમ પથ્થરમાં કોતરાયેલાની જેમ રહે છે. પછી ચિત્રગતિએ જયરૂપી લક્ષ્મીની સાથે અનંગસિંહના હાથમાંથી ખડ્ગને ખેંચી લીધું અને સુમિત્રની બહેનને લઇ બધા પાછા આવ્યા. ક્ષણ પછી અનંગસિંહ જેટલામાં જુએ છે તેટલામાં ખડ્ગ, શત્રુઓ અને સુમિત્રની બહેનને પણ જેતા નથી. (૬૫૮) પછી વિચારે છે કે શું આ સ્વપ્ન છે? કે મોહ છે ? કે ઇન્દ્રજાળ છે? જેથી મેં એ પણ ન જાણ્યું કે મારું ખડ્ગ કોનાવડે હરાયું? હજારો યુદ્ધોમાં પણ કોઇએ પણ આ ખડ્ગના દર્શનને પણ સહન ન કર્યું તે ખડ્ગને કમળના નાળની જેમ કોઇ લીલાથી હરી ગયો. અથવા તો ભાગ્યના વશથી અસંભાવનીય પણ કાર્ય સંભાવનીય થાય છે, કોઇના હાથમાંથી વસ્તુ નાશ પામે છે અને બીજો અવિદ્યમાન વસ્તુને પણ મેળવે છે.
39