________________
મહાનુભાવવાળી એવી તે માતાના કર્મબંધનનું કારણ થયો. તેથી મને રજા આપો જેથી હું સર્વને હિત કરનારી દીક્ષાને સ્વીકારું. તે સત્પુરુષો ધન્ય છે જેઓ અનુત્તર મોક્ષસુખને પામ્યા છે કારણ કે તેઓ કોઈપણ જીવોના કર્મબંધનનું કારણ થતા નથી. હવે કંઈક હસીને રાજા કહે છે કે તારાથી અમે જીતાઈ ગયા છીએ. કેમકે હે વત્સ ! મારે જે કૃત્ય પ્રથમ કરવાનું છે તે કૃત્યને કરવા તું મારાથી પહેલા તૈયાર થયો છે. (૬૧૫) અહીં પિતાએ ધર્મ પ્રથમ આચરવો જોઈએ અને પુત્રોએ પછી. હે તાત! આ દુઃખના સમૂહવાળા સંસારમાં એવો ક્યો નિયમ ? ઘર બળતું હોય ત્યારે નાશી જનારોઓનો કોઈપણ ક્રમ હોતો નથી અને શત્રુઓથી પીડાયેલાઓને પ્રહાર કરવામાં કોઈ ક્રમમર્યાદા હોતી નથી. (૬૧૭) હવે રાજાએ કહ્યું કે હે વત્સ ! તું જેમ કહે છે તે તેમજ છે. તો પણ ભવરૂપી સમુદ્રને તરવા માટે નૌકા સમાન એવા આ ગુરુ અહીં પધાર્યા છે તેથી પરિભુક્ત કામભોગવાળો વયની પરિપક્વતાને પામેલો એવો હું હમણા મોહાદિ શત્રુવર્ગને હણીને સ્વકાર્ય (મોક્ષ)ને સાધીશ. પણ તું હમણાં પ્રજાનું પાલન કર પછી પુત્રને રાજ્યભાર સોંપીને ઉચિતને આદરજે. આ પ્રમાણે પિતાએ કહ્યું ત્યારે કુમાર કહે છે કે હે તાત ! જોકે મારું મન દુઃખના ફળ સ્વરૂપ ભોગોમાં રમતું નથી તો પણ ધર્મમાં ઉદ્યતમનવાળા પિતાને હું વિઘ્ન નહીં કરું, (૬૨૧) પણ તમારી કૃપાથી હું પાછળથી ઈચ્છિતનું આચરણ કરીશ. તેથી પિતા જ હમણાં મન ઈચ્છિતને આચરે. હવે હર્ષનિર્ભર રાજા કહે છે કે હે વત્સ ! આવી વિનીતની શોભા છે. અથવા ચંદ્ર અમૃતને છોડીને વરસતો નથી. પછી સુમિત્રકુમારને રાજ્ય પર બેસાડીને વિભૂતિથી દાન આપીને જિનેશ્વરની પ્રતિમાઓને પૂજીને કેટલાક સામંત અને મંત્રીઓથી યુક્ત સુગ્રીવ રાજા કેવલી પાસે વિધિ પૂર્વક પ્રવ્રજ્યા સ્વીકારી. સુગ્રીવ રાજર્ષિની સાથે કેવલી વિહાર કરતાં જુદાજુદા દેશોમાં વિચરે છે. સુમિત્ર પણ રાજ્યનું પાલન કરે છે. (૬૨૬) પોતાની ઉદારતાથી સુમિત્ર કેટલાક ગામો નાના ભાઈને આપે છે અને નાનો ભાઈ તેનાથી સંતોષ નહીં પામતો ગુસ્સાથી ચાલ્યો ગયો. કેટલાક દિવસો પછી ઘણાં સન્માનના દાનથી ખુશ કરાયેલ ચિત્રગતિ પણ તુષ્ટ થઈને સુમિત્ર રાજેશ્વરને કહે છે કે સ્વંગ અને મોક્ષના કારણભૂત જિનેશ્વરનો શ્રેષ્ઠ ધર્મ આપતા ભુવનમાં જે કરવા જેવું હતું તે સઘળું તારા વડે મારું કરાયું તેથી હે મહાશય ! તું આ જન (ચિત્રગતિ) ને હૃદયમાં ધારણ કરજે પણ હમણાં તો હું જાઉં છું કારણ કે માતાપિતા ચિંતા કરતા હશે. ફરીથી પણ તું જલદી આવજે અને ખેચરો મારફત પોતાની પ્રવૃત્તિને સતત જણાવતો રહેજે આ પ્રમાણે કહીને ગદ્ગદ સ્વરવાળા અને આંસુથી વ્યાપ્ત આંખોવાળા એવા તેણે કોઈપણ રીતે ચિત્રગતિને રજા આપી. તે પણ વૈતાઢ્ય પર્વત પર ગયો અને માતાપિતાને મળ્યો. પછી ચિત્રગતિ જિનપ્રતિમાઓને પૂજે છે, સાધુઓના ચરણકમળોને વંદન કરે છે, વિધિથી દાન આપે છે, સિદ્ધાંત શાસ્ત્રોને સાંભળે છે તથા ત્યાગ કરાઈ છે સામાન્ય જનને ઉચિત એવી ચેષ્ટાઓ જેના વડે, સાધર્મિક જનના સંગમાં રત, એવો ચિત્રગતિ જિનમંદિરોને વિશે અભ્યુદયને કરનારી રથયાત્રઓ કરાવે છે. ભરયુવાનીમાં પણ ચિત્રગતિના આ અતિઅદ્ભુત ચરિત્રને જોઈને માતાપિતા સ્વજનો અને મિત્રો ખુશ થયા.(૬૩૫)
આ બાજુ સુમિત્રની બહેન કલિંગદેશના રાજાની સાથે પરણાવાઈ. અનંગસિંહ ખેચરાધિપતિનો પુત્ર અને રત્નવતીનો ભાઈ કમલ રૂપાદિગુણોથી શ્રેષ્ઠ એવી તેને જોઈને હરણ
38