________________
બીજે બળવાન પાપથી મળેલી સિદ્ધિને આંચકી લે છે. અથવા તો પોતાના શરીરમાં રોગાદિ ઉત્પન્ન થાય તો તે સિદ્ધિને ભોગવી શકતા નથી. અથવા તો મરણથી છૂટી ગયેલી સર્વપણ સિદ્ધિ બીજાઓ વડે ભોગવાય છે. આ ઉપર બતાવાયેલી સિદ્ધિને છીનવી લેનારા હેતુઓ પ્રત્યક્ષથી જોવાયે છતે અને લાખો યુક્તિઓથી કહેવાય છતે પણ મિથ્યાભિનિવેશમાં રહેલા જીવો કોઈપણ રીતે બોધ પામતા નથી અને અસંતોષ સો મળે છ0 હજારની ઈચ્છા કરાવે છે, હજાર મળે છ0 લાખની, લાખ મળે છ0 કરોડની, કરોડ મળે છતે રાજ્યની, રાજ્યમળે છતે ચક્રવતપણાની અને ચક્રવર્તીપણું મળ્યા પછી ઇન્દ્રપણું મેળવવાને પ્રેરણા કરાવે છે. આમ અસંતોષી આશામાં ને આશામાં મરે છે. (૫૯૩) કેટલાકો બીજાની સેવા કરે છે, કેટલાકો જળમાં પ્રવેશે છે, કેટલાક ભયંકર યુદ્ધમાં પ્રવૃત્ત થાય છે. કેટલાકો પર્વત પર ચઢે છે, કેટલાકો વિવિધ દેશોમાં ભ્રમણ કરે છે. આવા લોકો કેવળ પાપોને જ ઉપાર્જન કરે છે પણ એકેય રૂપિયાને મેળવતા નથી. કેટલાકો વિભવને માટે સર્વ અકાર્યોને આચરે છે (૫૯૫) તો પણ અસંતોષથી સિદ્ધ નથી થઈ ઇચ્છાઓ જેની એવા જીવો ફક્ત પાપનું જ ભાજન કરાય છે. તે રાજન ! જેમં તારી પત્ની પણ પાપનું ભાજન કરાઈ. વિષયાભિલાષ વડે પણ આજ રીતે જીવો નચાવાય છે અથવા વિભવની ઈચ્છામાં પણ વિષયાભિલાષ જ વિશેષ કારણ છે. તેથી તે રાજન્ ! તે મોહસૈન્યની પ્રેરણાથી જીવો સ્વયં જ દોષોમાં પ્રવૃત્ત થાય છે. તેથી તું મોહ સૈન્યને પણ એ પ્રમાણે કેવલીએ કહ્યું ત્યારે સંવેગથી નીકળેલા છે આંખમાંથી આંસુઓ જેના એવો રાજા કહે છે કે હે મુનિનાથ ! આપ જે કહો છો તે તેમજ છે પરંતુ અમારા જેવા વડે અતિબલવાન એવા મોહનો વિશેષથી નિગ્રહ કરી શકાતો નથી. પરંતુ આપના ચરણરૂપી કમળના સાનિધ્યથી મારે આ પણ સિદ્ધ થશે. પરંતુ મને હમણા જણાવો કે તે પાપીણી હમણાં ક્યાં છે ? કેવી અવસ્થાને અનુભવે છે? પછી કેવળી કહે છે કે અહીંથી નીકળેલી એવી તેના આભરણાદિ સર્વ લૂંટીને ચોરો વડે તે અટવીમાં લઈ જવાઈ છે. ત્યાંથી તે પલ્લિપતિ પાસે લઈ જવાઈ છે. પછી વ્યાપારીને વેંચાઈ. હવે તેની પાસેથી નાશીને તે ક્યાંય પણ પલાયન થઈ છે. ચારે બાજુથી પ્રસરતા મહાદાવાગ્નિ વડે તે અરણ્યમાં બળાઈ. રૌદ્રધ્યાનમાં રહેલી તે રત્નપ્રભા નરક પૃથ્વીમાં એક સાગરોપમના આયુષ્યવાળો નારક થયો અને ત્યાંથી ઉદ્વર્તન પામીને ચંડાલઘરે સ્ત્રી થશે અને તે ગર્ભવતી થશે ત્યારે શૌક્યની સાથે અતિમોટું યુદ્ધ કરશે. કાતરથી હણાયેલી અને તેનાથી કપાયું છે પેટ જેનું એવી તે મરીને શર્કરાપભામાં નારક થશે. ત્યાંથી ઉદ્વર્તન પામીને તિર્યચપણાને પામશે ફરી પછી નારક થશે. આમ અતિ દુસહ દુઃખથી પીડાયેલી અનંત સંસાર ભમશે પ્રાયઃ તિર્યંચ અને મનુષ્યભવોમાં ક્યાંક શસ્ત્રથી, ક્યાંક વિષથી, ક્યાંક દાહને પામેલી મરશે કેમકે આણે અપાપ ભાવવાળા સમદૃષ્ટિનો ભાવથી ઉપઘાત કર્યો છે. હવે રાજા વિચારે છે કે અહો ! જુઓ તો ખરા જે મૂઢ જીવો પુત્ર-માતાદિને માટે પાપ કરે છે તે પુત્ર માતાદિ અહીં જ રહે છે પણ આ (પાપીઓ) એકલા પરલોકમાં દુઃખોને સહન કરે છે. (૬૧૦) વિમોહિત એવી તે રાણીએ જે પુત્ર માટે આ મહાપાપને કર્યું તે પુત્ર અહીં જ રહ્યો તે પાપ કરનારી દુઃખોને સહન કરે છે. આ સર્વ હકીકતને સાંભળીને જોડાયા છે હાથ રૂપી કમળ જેના વડે એવો તે સંવેગી સુમિત્રકુમાર પણ રાજા ને કહે છે કે હે તાત! હું જ
૩૪