________________
સ્વેચ્છાએ અસંગત બોલ્યો છું અને અસમંજસ આચર્યું છે. હું દુરાચારી હતો તેથી માતા પિતા કે ગુરુ કોઈપણ વડે શિક્ષા ન પમાવાયો. અથવા સ્વયં જ જણાયા છે સકલ ભુવનના ભાવો જેના વડે એવા આપને શું કહીએ? તેથી મારા પ્રબળ પુણ્યથી યથાર્થ નામવાળો આ સુમિત્રકુમાર મારો મિત્ર થયો કે જેણે કલ્યાણના કારણભૂત એવા આપનું મને દર્શન કરાવ્યું. તેથી આજથી માંડીને અરિહંત દેવ, સુસાધુ ગુરુ, અને અરિહંતોએ બતાવેલ તત્ત્વ એજ મારે જાવજીવ સુધી પ્રમાણ છે. (૫૬૮) એ પ્રમાણે સમ્યકત્વને ચિત્તમાં ધારીને આ ચિત્રગતિ બીજા ઘણાં અભિગ્રહોને સ્વીકારે છે. તેટલામાં સુગ્રીવ રાજા આવે છે. સામંત મંત્રીથી પરિવરેલો વિનયથી કેવળીને વંદન કરીને ઉચિત સ્થાન પર બેઠેલો પ્રયત્નપૂર્વક (મન-વચન અને કાયાની એકાગ્રતાથી) ધર્મ સાંભળે છે અને અવસરે પ્રણામ કરીને પૂછે છે કે હે ભગવન્! તે પાપીણીએ મારા પુત્રપર આવું આચરણ કેમ કર્યું ? તે કહો. હવે કેવલીએ કહ્યું કે હે રાજન્ ! તે પાપીણીનો પોતાનો દોષ નથી. એક સચિવ અને બે સામંતોથી આ કહેવાઈ છે. અર્થાત્ એક સચિવ અને બે સામંતોએ એવું કરવાની પ્રેરણા કરી તેથી તેણે આવું કાર્ય કર્યું છે. પછી રાજા મંત્રી અને સામંતોના મુખને જુએ છે. (૫૭૨) આને સાંભળી અને જોઈને ભયભીત થયેલા મંત્રી અને સામંતો નિશ્ચેતના જેવા થયા. પછી કેવલીએ કહ્યું કે આ તારા મંત્રી અને સામંતો નિર્દોષ છે. અને અહીં બીજો મહારાજા છે અને તેના તે દુષ્ટો મંત્રી અને સામંત છે. મને છોડીને અહીંયા બીજો કોઈ રાજા છે તે મને મોટું આશ્ચર્ય છે. અને યુગ પલટાઈ જાય તો પણ આ કેવલીઓ વિપરીત બોલતા નથી (૫૭૫) આવી શંકાવાળા રાજાએ કહ્યું કે હે મુનિનાથ ! આમ કેમ કહો છો ? મને આપના વચનોમાં મોટું આશ્ચર્ય લાગે છે. મુનીશ્વર કહે છે કે હે રાજન્! આ રાજ્ય સ્થિતિ બે પ્રકારની છે (૧) બહિરંગ અને (૨) અંતરંગ તેમાં બહિરંગ રાજ્યસ્થિતિ પોતાના સ્વરૂપથી નિર્દોષ છે છતાં આમાં જે દોષો છે તે પરત છે. અંતરંગ સ્થિતિ પણ અપ્રશસ્ત અને પ્રશસ્ત એમ બે પ્રકારે છે તેમાં પણ જે પુણ્ય સ્વરૂપવાળી છે તે પ્રશસ્ત છે અને ચારિત્ર ધર્મરાજ તેનો રાજા છે, તપ સંયમ વગેરે સામંતો છે. અંતરંગની જે અપ્રશસ્ત સ્થિતિ છે તેને હે રાજન્ ! તું સાંભળ જે પાપ સ્વરૂપવાળી છે તે અપ્રશસ્ત છે, મોહરાજા તેનો રાજા છે અને અવિવેક કામ-મત્સરછલ-શોકાદિ તેના સામંતો છે. બહિરંગ લોકના જે સર્વ દોષો છે તે આને કારણે છે. તે રાજન્ ! તારી સ્ત્રીના આ અકાર્યના મૂળમાં પહેલો મિથ્યાભિમાન અને બીજો અસંતોષ છે. મોહનો પુત્ર રાગકેશરી મંત્રી અને વિષયાભિલાસ એ બે શત્રુ સામંતો છે તે દુષ્ટ પ્રવૃત્તિ કરાવનારા થયા. મિથ્યાભિમાનથી નચાવાયેલ જીવો નેતૃત્વના અભિલાષથી ભાઈ, પુત્ર, માતા, પિતા, સ્વજન અને મિત્રને હણે છે. (૫૮૪) નેતૃત્વ પ્રાપ્ત થયે છતે આ લોક અમારો સેવક થશે તથા અમારી આજ્ઞાને કરનારો થશે અને અમે ઇચ્છા મુજબ ભોગો ભોગવીશું. દ્રવ્ય, ધન અને ધાન્ય અમારું છે. રાજ્યલક્ષ્મી હાથીઓ, ઘોડા, રથો, સુભટો અમારા છે. જુદા જુદા પ્રકારના દેશો, ગામો, નગરો અને ઘરો અમારા જ છે. મહાજનો અમારા છે. સર્વદિશવાસીઓ પણ અમારા છે આ મમત્વબુદ્ધિ ફક્ત મિથ્યાભિમાન સ્વરૂપ છે જેથી કરીને પાપ કરે છતે પણ ઈચ્છિત સિદ્ધિ થતી નથી. જેમ તારી સ્ત્રીએ પાપો કર્યા છતાં તેને ઈચ્છિત સિદ્ધિ ન થઈ. કદાચ ઈચ્છિત સિદ્ધિ થઇ પણ જાય તો પણ ક્ષણથી તે જ પાપથી સિદ્ધિ નાશ પામે છે. અથવા તો
36