________________
બંને કુમારો ત્યાં આવ્યા. બંને પણ ભક્તિથી ત્રણ પ્રદક્ષિણા કરીને, કેવલીને વાંદીને આગળ બેઠા અને વિનય અને પ્રયત્નપૂર્વક ધર્મ સાંભળે છે. (૫૪૭) પછી કેવલીએ ચિત્રગતિને ઉદ્દેશીને કહેવાની શરૂઆત કરી. (૫૪૭)
“સંસારમાં ભમતા પ્રાણીઓને ધર્મની સામ્રગી અતિદુર્લભ જ છે જેથી દુઃખીયા જીવો દેવગુરૂથી રહિત પ્રાયઃ સધર્મ કર્મથી રહિત એકેન્દ્રિય વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રય) પંચેન્દ્રિય તિર્યંચ નરકાદિ ગતિઓમાં અનંતકાળ સુધી ભમે છે. પછી કોઈક રીતે આર્યક્ષેત્ર, મનુષ્યભવાદિ સામગ્રીને પ્રાપ્ત કરે છે. તે ધર્મસામગ્રીને મેળવીને અહીં જેઓ ધર્મને આરાધતા નથી તેઓ ઉદ્યમ કરીને તેમનુષ્ય ભવ સુધી પહોંચવાનો પુરુષાર્થ કરીને) પણ ડૂબતા એવા તેઓ પ્રવર નૌકાને પ્રાપ્ત કરીને પણ છોડે છે. તેથી સામગ્રીને મેળવીને આત્મહિતૈષીઓએ ધર્મ જ કરવો જોઈએ જેવી રીતે સુવર્ણ આદિની પરીક્ષા કરાય છે. તેવી રીતે ધર્મની પણ પરીક્ષા કરવી જોઈએ. જેમ લોકમાં તાપ, છેદ (૬) અને કષથી સુવર્ણની પરીક્ષા કરાય છે તથા રૂપિયા દ્રમ આદિની દ્રવ્ય, મુદ્રા અને લેખ ત્રણ પ્રકારે પરીક્ષા કરીને ગ્રહણ કરાય છે તે પ્રમાણે ધર્મ પણ દેવ, ગુરુ અને તત્ત્વ ત્રણ પ્રકારે પરીક્ષા કરીને ગ્રહણ કરાય છે. તેમાં રાગાદિ દોષથી રહિત જે હોય તે દેવ છે. (રાગાદિ એટલે રાગ, દ્વેષ અને અજ્ઞાન) સકલ સાવદ્ય આરંભથી રહિત હોવા સાથે નવગુતિથી વિશુદ્ધ બ્રહ્મચર્યનું અખ્ખલિત પાલન કરતા, લોભાદિ કષાયથી રહિત જે હોય તે ગુરુ તારવાને સમર્થ હોય છે. જીવાદિ નવ તત્વના જ્ઞાનથી સમત્વથી ચારિત્રની શુદ્ધિથી તેમજ સમગૂ દાનાદિથી જીવો મોક્ષને સાધે છે. આથી તીર્થકર ભગવંત વડે કહેવાયલો દેવ, ગુરુ અને તત્ત્વ એ ત્રણ પ્રકારથી શુદ્ધ એવો ધર્મ વિષયમાં પ્રમાદિ એવા જીવો વડે નથી કરાયો તેઓ વડે પોતાના આત્મા ઠગાયો છે. કામ અને અથ પણ ધર્મથી જ પ્રાપ્ત થાય છે જે એમ ન હોય તો લોકમાં બધાને એક સરખા અર્થ અને કામ મળવા જોઈએ પણ તેમ દેખાતું નથી. ધર્મથી અર્થ, કામ મેળવીને જેઓને ધર્મમાં આદર નથી તેઓના અર્થકામને કુપિત થયેલાની જેમ આ ધર્મ પણ ઝુંટવી લે છે. તેથી બુદ્ધિમાન પુરૂષે હંમેશા અરિહંત દેવ, સુસાધુ ગુરૂને સ્વીકારીને અરિહંતે બતાવેલો ધર્મ આરાધવો જોઈએ.” (૫૬૧).
એ પ્રમાણે કેવળી ભગવતે કહ્યું ત્યારે ચિત્રગતિ કહે છે કે હે ભગવન્! હું અનુગ્રહિત કરાયો છું આટલા કાળ સુધી અર્થકામની આસક્તિથી મેં ધર્મ ન જ જાણ્યો. યૌવનાદિની ઉન્મત્તતાથી બીજાઓના ધર્મનો ઉપહાસ જ કર્યો. શ્રાવકના ઘરમાં હું જન્મ્યો તેથી હું શ્રાવક કહેવાયો. જે કે હું કુળશ્રાવક હતો તો પણ શ્રાવકપણાને જાણ્યું નહીં અને આચર્યું પણ નહીં.
(૬) વિતે - દ્રવ્ય-તાંબા પિત્તળાદિ ધાતુઓના બનેલા સિકકામાં તાંબા પિત્તળાદિ ધાતુઓ દ્રવ્ય કહેવાય છે. દ્રવ્યના મૂલ્યમાં તરતમતા હોય છે જેમકે પિત્તળ કરતાં તાંબાની કિંમત વિશેષ હોય છે. તાંબા કરતા સોનાની કિંમત વિશેષ છે આમ દ્રવ્યથી સિકકાની કિંમતમાં તરતમતા થાય છે
ટં મુદ્રા - મુદ્રા - તાંબા પિત્તળ આદિના બનેલા સિકકા રાજમુદ્રાથી રહિત હોય તો દેશમાં સર્વ જગ્યાએ ન સ્વીકારાય ધાતુની જેટલી કિંમત ઉપજે તેટલી જ મળે વિશેષ નહીં. ' વટ્ટીઅ = લેખ સરખી મુદ્રા અને સરખા દ્રવ્યવાળા સિક્કાઓમાં કોઇ સિક્કો એક રૂપિયાનો પાંચ રૂપિયાનો કે દસ રૂપિયાનો હોય છે. ચલણમાં એક સરખી કિંમતના હોતા નથી. આમ ત્રણ પ્રકારે જે મુલ્યવાન સિક્કા હોય તે ગ્રહણ કરાય છે તેમ ધર્મ વિશે પણ સમજવું.
ધર્મદ્રવ્ય = અહિંસાદિ નિયમોનું પાલન એ ધર્મનું દ્રવ્ય છે. લેખ = સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ એ લેખ સ્વરૂપ છે. ટંક = સર્વજ્ઞ વીતરાગ ભગવંતે પ્રરૂપિત કરેલ ધર્મ એ ટંક છે. આ ત્રણથી જે ધર્મ શુદ્ધ હોય તે ધર્મ મોક્ષસાધક ધર્મ બને છે.
35