________________
જેને એવો ચિત્રગતિ આવીને તેવી અવસ્થામાં રહેલા સુમિત્રકુમારને જુએ છે. હવે જલદીથી ત્રણ ચાંગળા (ચાંગળુ એટલે હથેળીના ચાર આંગળામાં સમાય તેટલો જથ્થો.) પ્રમાણ પાણીને અભિમંત્રીને છાંટે છે અને ચિત્રગતિ પણ કુમારની પાસે જલદીથી બેસે છે. આ શું છે? એમ પૂછતો વિસ્મિત થયેલો તે કુમાર ઊભો થયો. પછી પિતાએ તેનો સર્વ વૃત્તાંત તેને કહ્યો. પછી જોડાયા છે કરરૂપી કમળ જેના વડે એવો તે કુમાર ખેચરને ઉદ્દેશીને કહે છે કે આ પરોપકારમતિથી પણ તમારું કુળ મને જણાયું છે. (૫૫) પરંતુ વિશેષથી જ અમે શ્રવણસુખ અનુભવવા ઈચ્છીએ છીએ તમે કોણ છો? તમારું અહીં આગમન કેવી રીતે થયું ? જે તમને ખેદ ન થતો હોય તો આ કહો. હવે તેની પાસે રહેલા મંત્રીપુત્રે કહ્યું કે -
વૈતાઢ્ય પર્વત પર થી શ્રતેજ નામના જગતપ્રસિદ્ધ, વિદ્યાધર ચક્રવર્તીશ્રીનો મહાસુભટ નામથી ચિત્રગતિ નામનો પુત્ર છે, જે કુતૂહલના વશથી જુદા જુદા દેશોમાં વિચરતો આ વ્યતિકરને જોઈને અહીં આવ્યો છે. મંત્રીપુત્ર વડે આ કહેવાય છતે હર્ષિત થયેલ કુમાર પણ કહે છે કે જે એમ છે તો મારી દુઃખાવસ્થા પણ ફળદાયક થઈ કારણ કે મહાયશસ્વી એવા આની સાથે મારે ભેટો થયો. બીજી રીતે પણ પુરૂષે અવશ્ય કરવાનું છે પણ જો તું ન હોત તો અનાથ એવા મારું મરણ પચ્ચકખાણ વિના તથા નમસ્કાર વિના જ પશુની જેમ થાત અને તેથી અનંત સંસારના દુઃખના ફળવાળો થાત. તેથી અહીં રક્ષણ કરતા એવા તારા વડે મારા અનંત નરકાદિ દુઃખો રક્ષણ કરાયા. (અર્થાત્ મને નરકના દુઃખોથી બચાવ્યો.) અને અનંત શિવસુખ અપાયું. (૫૩૩) આ પ્રમાણે તમે મારા ઉપકારી છો વધારે અહીં શું કહું? અથવા સજ્જનો આંબાના વૃક્ષની જેમ પરોપકારને માટે જ થાય છે. શું વાદળો અપેક્ષા રાખીને વરસે છે? અથવા શું ઉત્તમવૃક્ષો અપેક્ષા રાખીને ફળે છે? સૂર્ય ત્રણ ભુવનના અંધકારને નાશ કરે છે તેમાં શું સૂર્યને કોઈ અપેક્ષા છે? એ પ્રમાણે સુમિત્રકુમારે ખેચરાધિપના પુત્રનું યથાર્થ વચનોથી પ્રશંસા કરે છે, તે સમયે કાલનિવેદક બોલે છે. (૫૩૬)
ચિત્રગતિ કુમારના ઉપકારના ભારને વહન કરવામાં શ્રેષ્ઠ બળદને શોધવા જાણે ન જતો હોય તેમ સૂર્ય બીજા દ્વિીપમાં જાય છે. સાંજ પડેલી જાણીને સુગ્રીવરાજાના કહેવાથી બંને પણ કુમારો પરસ્પર કથાઓને કરતા એક આવાસમાં રહે છે. પછી દાન-માનથી સન્માન કરાયેલો, સ્નેહથી ભરપુર મનવાળો કુમાર કેટલાક દિવસો ત્યાં રહીને પોતાને મુકાવે છે અર્થાત્ સ્વસ્થાને જવા માટે પોતે રજા માંગે છે. પછી સુમિત્રે કહ્યું કે અહીં નજીકના દેશોમાં સુયશ નામના કેવલી વિચરતા સંભળાય છે. થોડાં દિવસોમાં તે અહીં પધારશે એમ હું માનું છું, તો તે કેવળીને વંદન કરીને પછી તારે જવું. એમ થાઓ એમ કહીને ચિત્રગતિ પણ ત્યાં જ રોકાયો. બીજા કોઈક દિવસે બહાર સુરપાદપ નામના ઉદ્યાનમાં કીડા નિમિત્તે બંને કુમારો ગયા અને વાતો કરતા આંબાના વૃક્ષની છાયામાં જેટલામાં બેસે છે. તેટલામાં મૃદુ, શીત, સુગંધી, સુખદ પવન વાય છે. શબ્દાદિ શુભ ભાવો થયા અને દેવો આવીને ગંધોદક અને કુસુમ વૃષ્ટિને કરે છે, સુવર્ણકમળને રચે છે અને ક્ષણમાં સુર-ખેચર મનુષ્યોથી વીંટળાયેલ કેવલી તે સુવર્ણકમળ પર બેઠા. પછી ગંભીર મધુર વાણીથી જેટલામાં દેશના આપે છે તેટલામાં હર્ષથી નિર્ભર અંગવાળા