________________
અખ્ખલિત માનવાળા મારું પણ કુળપરંપરાથી આવેલું, દેવતાથી અપાયેલું, વિવિધ યુદ્ધના સંઘર્ષમાં પણ સિદ્ધ પ્રતાપવાળું એવું ખગ કોઇ ગ્રહણ કરશે અથવા અહીં પુરુષોના પૌરુષ અને પ્રતાપમાં કોઈ નિયમ નથી કારણ કે પછી પછી થતાં પુરુષોની ઉત્કર્ષ કથાઓ પૂર્વ પૂર્વ પુરુષોની ઉત્કર્ષ કથાઓનો નાશ કરે છે. (૫૦૧) ઇત્યાદિ વિચારીને નૈમિત્તિકને ધનાદિથી સત્કાર કરીને રજા આપે છે.
અને આ બાજુ આ ભરતક્ષેત્રમાં ચકપુર નામનું શ્રેષ્ઠ નગર હતું. તેમાં અતિસમૃદ્ધ અને વિખ્યાત સુગ્રીવ નામનો રાજા હતો. તેને ભદ્રા અને યશોમતી નામની બે પ્રિય પત્નીઓ હતી. ભદ્રાનો પુત્ર પદ્ધ નાનો હતો અને યશોમતીને વિનય રૂપી લક્ષ્મીના સમૂહનો ઘર, ધીર, ઉપશાંત, ગંભીર, સ્થિર, ઉદાર, કૃતજ્ઞ, સુમતિ, ન્યાયપ્રિય, સુનિશ્ચલ, જિનશાસનમાં ભાવિત મતિવાળો સુમિત્ર નામે પુત્ર હતો. નાનોભાઈ પમ પણ આનાથી વિપરીત ગુણવાળો હતો પરંતુ તેની માતા એના વિગુણપણાને જાણતી નથી તેને રાજય મળે એવું ઇચ્છે છે અને મોટા પુત્ર પર (પોતાની શોક્યના મોટા પુત્ર પર) બ્રેષને કરે છે. આ જીવતો રહે છતે મારા પુત્રને રાજય નહીં મળે તેથી મારવાને માટે નિત્ય તેના છિદ્રોને શોધે છે. (૫૦૭) - હવે બીજા કોઈક દિવસે કોઈપણ રીતે રસોઈમાં મહાવિષને ભેળવી તેવી રીતે તેનાવડે અપાયું કે જેથી તેના શરીરમાં પરિણત થયે છતે એકાએક આંખ મીંચી ગયેલ તે મહાભાગ પૃથ્વી પર પડ્યો. પછી મહાઘોર વિષનો આવેગ તેના શરીરમાં પ્રસરે છે તેનાથી તેના દાંતો લીલા થાય છે. મહાદાહ ઉત્પન્ન થાય છે, જીવનને અંત કરનારી દારુણ વેદનાઓ ઉલ્લસિત થાય છે. અને તે બોલતો નથી, ચાલતો નથી, ચેષ્ટા કરતો નથી, કોઈને પણ ઓળખાતો નથી, કંઇપણ હુંકારો કરતો નથી, કાષ્ટની જેમ નિશ્રેષ્ટ રહે છે(૫૧૧) તે સાંભળીને સંભ્રાન્ત સુગ્રીવરાજા સ્વયં દોડી આવે છે. મંત્રી, સામંતો મંડલાધિપો અને નગર લોકો પણ દોડી આવે છે. માતા વગેરે સકલ અંતઃપુર પરિવાર સહિત પ્રલાપ કરે છે. કોલાહલ ઊછળ્યો અને આખું નગર આક્રંદ કરે છે અને આ સાવકી માતાનું કાર્ય છે એમ લોક સ્પષ્ટ (સાચું) કહે છે. આ અસમંજસને સાંભળીને અને તેવું વાતાવરણ જોઈને ભયભીત થયેલી મહાપાપી એવી આ ભાગીને ક્યાંય પણ નાશી ગઇ. રાજા પણ વિદ્યામંત્ર, ઔષધિ આદિનો ઉપચાર કરાવે છે. મણિરત્નથી પ્રક્ષાલિત ઘણાં પ્રકારના પાણીઓ યત્નથી કુમારને પીવડાવે છે. દેવતાઓને પૂજે છે. શાંતિકર્મોને કરાવે છે. એટલામાં થોડો પણ ગુણ (કાયદો) દેખાતો નથી તેટલામાં શરદઋતુના ચંદ્ર જેવા નિર્મળ કુમારના ચરિત્રોને યાદ કરીને સર્વજન પ્રલાપ કરે છે. પ્રલાપ થયે છતે નગરમાં પણ આક્રંદ ઊછળે છે. કુમારના ગુણોને યાદ કરી પશુઓ પણ રડે છે તથા યુવાનો પણ રહે છે. એટલામાં કોઈપણ રીતે વિદ્યાધરોના વૃંદથી પરિવરેલો, વિદ્યાધરોનો ચક્રવર્તી થયેલો, શ્રેષ્ઠ વિમાનમાં આરૂઢ થયેલો, વિવિધ દેશોમાં પરિભ્રમણ કરતો ચિત્રગતિ નામનો શ્રેષ્ઠકુમાર અતિ અદ્દભૂત શોકના દુઃખવાળા સકલ નગરને જુએ છે. (૫૨૦) પછી સંભ્રાન્ત ચિત્રગતિ એક વિદ્યાધરને ત્યાં મોકલે છે, વિદ્યાધર નગરના વ્યતિકરને જાણીને ચિત્રગતિને તે સર્વ હકીકત જણાવે છે. ઉત્પન્ન થયો છે ગુણનો પક્ષપાત જેને, ઉત્પન્ન થઇ છે ઘણી કરૂણા
33