________________
વિદ્યુતમતી નામની તેની સ્ત્રી છે જે સ્થિર છતાં વિજળી જેવી છે. (અહીં વિરોધાભાસ અલંકાર છે. પોતે સ્થિર છે છતાં વિજળી જેવી ચંચળ બતાવી છે. સંપત્ત પોદરિસા એ વિશેષણ વિદ્યુતના પક્ષમાં પ્રાપ્ત કરાયો છે વાદળથી ઉત્કર્ષ જેના વડે એવી વિજળી.) વિપુલ દેવતાઈ સુસ્સે ભોગવીને પછી સૌધર્મદેવલોકમાંથી આવીને ધનનો જીવ વિદ્યુતમતીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો.(૪૭૯)
હવે આ વિદ્યુતમતી શુભમુહૂર્વે વિંધ્ય પર્વતની હાથિણી જેમ હાથીના બચ્ચાને જન્મ આપે તેમ સર્વલક્ષણને ધરનાર શ્રેષ્ઠ રત્નની જેવી શોભાવાળા પુત્રને જન્મ આપે છે. મહાવિભૂતિથી વર્યાપનક (વધામણી) કરાયું અને ઉચિત દિવસે વિભૂતિથી આનું ચિત્રગતિ એ પ્રમાણે નામ રખાયું. હવે અતિવિશાળ સુખથી તેઓના ઘરે પાંચ ધાવમાતાઓથી લાલન પાલન કરાતો શુક્લ પક્ષના ચંદ્રની જેમ ચિત્રગતિ દરરોજ મોટો થાય છે, કલાગ્રહણ કરવામાં કલાચાર્યના પણ જ્ઞાનનો ઉત્કર્ષ કરે છે. જેમ દીપકને ઉત્પન્ન કરનારી વાટો (સૂતરની દશીઓ) પ્રકાશને કરે છે તેમ દીપક પણ વાટને પ્રગટાવે છે તેમ પ્રસ્તુતમાં ગુરુ શિષ્યના જ્ઞાનગુણને ઉત્પન્ન કરે છે અને શિષ્ય પણ ગુરુના જ્ઞાન ગુણને જીવંત રાખે છે. (૪૮૩) કામુકને જેમ વસંત સમય પ્રાપ્ત થાય તેમ ઉત્પન્ન કરાયો છે વિલાસનો અભિલાષ જેનાવડે, પ્રચુર રૂપવાળો, વર્ધિત કરાયો છે કામ જેના વડે એવો તેનો યૌવન સમય પ્રાપ્ત થયો. જન્માંતરમાં સંચિત કરેલા મોટા પુણ્યના પ્રાભારથી ઉત્પન્ન થયેલ તેનું જે રૂપે છે તે રૂપનું વર્ણન કરવા બૃહસ્પતિ પણ સમર્થ નથી.
અને આ બાજુ વૈતાઢ્ય પર્વત પર પણ દક્ષિણ શ્રેણીમાં ચેતકાંતિવાળા વાસઘરો છે જેમાં એવું સિતમંદિર નામનું નગર છે. તે નગરમાં અતિસમૃદ્ધ અનંગસિંહનામનો વિદ્યાધર રાજા છે જે પર્વત જેવા ઊંચા શરીરવાળો છે, સિંહ જેવો પરાક્રમી છે અને અનેક ગજરત્નવાળો છે વિષ્ણુને જેમ લક્ષ્મી પત્ની છે તેમ તેને શશીપ્રભા નામની પત્ની છે, દેવદ્ધિને ભોગવીને ધનવતીનો જીવ પુત્રીપણે તેના ગર્ભમાં ઉત્પન્ન થયો. પછી શશીષભા ગુણરૂપી રત્નાલંકારથી ભૂષિત, નયન અને મનને સુખ આપનારી પુત્રીને જન્મ આપે છે. ઘણાં પુત્રો ઉપર આ પુત્રી ઉત્પન્ન થઈ છે તથા ગુણોથી પૂર્ણ છે તેથી પુત્રના જન્મની જેમ માતાપિતા પુત્રી જન્મની વધપના (વધામણી) કરે છે. રૂપાદિ ગુણોથી સર્વ શ્રી રત્નોમાં શ્રેષ્ઠ અધિપતિપણાથી માતાપિતાવડે તેનું નામ રત્નમતી રખાયું. પોતાના પુણ્યોથી સકલ મનોરથોના સમૂહને પુરતી તેઓના ઘરે કલ્પવૃક્ષલતાની જેમ સુખપૂર્વક વધે છે સ્ત્રીજનને યોગ્ય સર્વશાસ્ત્રોને જલદીથી ભણે છે અને દેવકુમારીની જેમ રાજપુત્રીઓની સાથે ફરે છે. તેના ખીલતા યૌવનને જોઈ કામદેવના બાણથી પીડિત કરાયું છે શરીર જેનું એવો સર્વ પણ યુવાન વર્ગ શૂન્યમનસ્ક ભમે છે. (૪૯૪) પણ તે પુરુષને વિશે દષ્ટિ કરતી નથી. કોઇપણ રીતે તે શાસ્ત્રોને ભાણે છે ધર્મની વિચારણા કરે છે અને ઉપશાંત થઈ રહે છે. પછી ભયભીત થયેલ પિતાએ મહાજ્ઞાની નૈમિત્તિકને પુછયું કે ભુવનમાં સુકૃતાર્થ એવો કોણ મારી પુત્રીનો વર થશે? પછી નિમિત્તકે એક ક્ષણ વિચારીને કહ્યું કે હે રાજન! જે સત્યપુરુષ તને જીતીને ખડ્ય રત્નને લઈ જશે તથા શાશ્વત સિદ્ધાયતનમાં જિનવંદન કરતા જેના પર કુસુમ વૃષ્ટિ થશે તે રત્નપતીને પરણશે. નિખિરિયાએ એમ કહ્યું ત્યારે હર્ષિત અને વિસ્મિત થયેલ ખેચરપતિ વિચારે છે કે અહો! હંમેશ
| 32