________________
પછી સૂર્યની જેમ ભવ્ય જીવો રૂપી કમળવનને ચિરકાળ સુધી પ્રતિબોધ કરીને, રાજા વગેરેને દીક્ષા આપીને અખંડ શ્રામણ્યને પાળીને અંત સમયે એક માસનું અનશન કરે છે. પાલન કરાયું છે સાધુપણું જેણીવડે એવી ધનવતી પણ તે જ રીતે અનશન સ્વીકારે છે. (૪૫૯) આમ બંને પણ દીક્ષા લઇ, અકલંક અનશન કરી સૌધર્મ દેવલોકમાં મહાઋદ્ધિવાળા સામાનિક દેવો થયા. પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલ નિર્મળ પુણ્યના પ્રભાવથી રતિસાગરમાં ડૂબેલા ત્યાં વિપુલ સુખને ભોગવે છે. આમ ધન અને ધનવતી નામના નેમિ અને રાજીમતીના જીવોનો સંસારને નાશ કરનારો પ્રથમ ભવ કહ્યો અને દેવભવ પણ કહ્યો.
(શ્રીમદ્ નેમિ અને રાજીમતીનો દેવભવસહિત પ્રથમ ભવ સમાપ્ત)
બીજો ભવ
અને આ બાજુ ભરતક્ષેત્રમાં પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્રના છેડા સુધી વિસ્તરેલ સંપૂર્ણ રૂપ્યમય વૈતાઢ્ય નામનો શ્રેષ્ઠ પર્વત છે જે પચીશ યોજન ઊંચો છે, મૂળમાં પચાશ યોજન વિસ્તારવાળો છે અને મૂળથી ઊંચે જઇને દક્ષિણ અને ઉત્તર ભાગમાં સર્વ ખેચરોના નિવાસભૂત દસ દસ યોજન પહોળાઇવાળી અને પર્વત જેટલી લંબાઇવાળી રમ્ય બે શ્રેણીઓ આવેલી છે. અને તે શ્રેણીઓ પર દક્ષિણબાજુ પચાશ અને ઉત્તરબાજુ સાઇઠ નગરો છે. તે પર્વત પર શ્રેષ્ઠરત્ન અને સુવર્ણથી નિર્મિત નવ ફૂટો(શિખરો)છે. અને તે પર્વત પર સિદ્ધકૂટ પર દેશોન એક ગાઉ ઊંચો, એક ગાઉ લાંબો, એક ગાઉ પહોળો, રત્ન અને સુવર્ણથી બનેલો, એકશો આઠ પ્રતિમાથી યુક્ત, શ્રી જિનેશ્વર ભવન છે. અને જે આંબા-બકુલ-ચંપક દ્રાક્ષ-ખજૂર અને ચંદન વનોથી અને વિશાળ ગુફા તેમ જ વનોથી વીંટળાયેલ છે અને તે મુનિઓના મનને પણ હરે છે ત્યાં વન નિકુંજોમાં પ્રિયતમની સાથે સુરસુંદરીઓ વડે ચંદ્ર જેવા ઉજ્જ્વળ તીર્થંકરોના ચરિત્રો ગવાય છે.(૪૭૧) નમિ-વિનમિથી કૃતાર્થ કરાયેલ પ્રસાદના લેશનું સ્મરણ કરતા વિદ્યાધરો વડે શ્રી ઋષભદેવ સ્વામીનું ચરિત્ર ગવાય છે. જયાં શિલાતલના તળીયા પર દેવખેચર તિર્યંચોના સમૂહોથી સેવાતા ધ્યાનમગ્ન, પ્રશાંત ચારણમુનિઓ દેખાય છે. હિમ અને ખીરના સમૂહથી પણ વિશેષ સફેદ,શ્રેષ્ઠ નીલમ રત્નોથી યુક્ત શિલાઓથી ચંદ્રના ઘણાં દાબડાઓની શંકા ઉત્પન્ન કરાય છે.(એકેક શિલા જાણે એકેક ચંદ્રનો દાબડો હોય તેવી લાગે છે.) ત્યાં ઉત્તર શ્રેણીમાં કૈલાસ પર્વતના શિખરની જેમ હંમેશાં શ્રેષ્ઠ સ્ફટિકોને ધારણ કરનારું, જાણે પ્રકટ રત્નોનું ઘર ન હોય! જાણે ઘણાં સુવર્ણના મસ્તકના સમૂહવાળા હાથીનો સમૂહ ન હોય તેવું સૂરતેજ નામનું નગર છે. શ્રી વિદ્યાધર ચક્રવર્તી શૂરતેજ તેનું પાલન કરે છે. (૪૭૬) જે યુદ્ધમાં હાથમાંથી ક્યારેય પણ ચાયં-ચાપ-ધનુષ્યને અને ઘરમાં હાથમાંથી ક્યારેય પણ વાયંદાનને છોડતો નથી તથા બંને જગ્યાએ (યુદ્ધમાં અને ઘરમાં) જેના યાચકો હંમેશા નિષ્ફળ થતા નથી. (અર્થાત્ યુદ્ધમાં શત્રુ સૈનિકો જીવિત દાનની યાચના કરે છે તો તે જીવિત દાન આપીને યાચના પૂરી કરે છે અને ઘરે યાચકો આવે તો તેમને ધન આપીને યાચના પૂરી કરે છે.) તે રાજાને સકળ અંતઃપુરમાં સારભૂત, પ્રાપ્ત કરાયો છે સ્તનવડે ઉત્કર્ષ જેના વડે એવી
31