________________
પરંતુ ત્યાગ કરાયો છે સર્વ સંગ જેમનાવડે એવા આપને લડાઇ કરવાનું શું કારણ છે? પછી સૂરિએ કહ્યું કે હે રાજન! શું કરીએ અમારો આ વિગ્રહ દિવસ કે રાત સદાકાળ બંધ થતો નથી. પછી રાજા કુતૂહલ અને હર્ષપૂર્વક પૂછે છે કે તે વિગ્રહ કોની સાથે છે? અથવા તે વિગ્રહ શું છે? અને આ વિગ્રહ કેવી રીતે કરાય છે? હે મુનિનાથ! પ્રસન્ન થઇને મને કહો.
પછી સૂરિ કહે છે કે હે નરવર! અહીં (આ સંસારમાં) ત્રણેય ભુવનને પણ અજેય સર્વને પણ પ્રતિકૂળ, દુષ્ટ, નિષ્કારણ શત્રુ સુરેન્દ્ર અને ચક્રવર્તીઓના નગરોમાં પણ શંકા વિના ધાડ પાડે છે અને સમગ્ર અંતરંગ સર્વસ્વને હરે છે. મદ, ક્રોધ અને લોભ રૂપ યોધાઓથી યુક્ત, આ વરકડા જગતને જીતીને પોતાને વશ કરતો મોહરાજા ભમે છે. મોહરાજાના સૈન્યથી લૂંટાતા, કોઇપણ રીતે નાશી છૂટતા, એવા અમે મોટાપુણ્યથી જિનશાસન રૂપી કિલ્લાને પ્રાપ્ત કર્યું છે. (૪૪૦) ચારિત્ર ધર્મરાજા વડે અપાયેલ સેનાપતિ સદાગમથી સહિત શમ-દમ-સંયમ-સંતોષ વગેરે કોડો સૈનિકોથી યુક્ત એવા સૈન્યને લઇને પૂર્વકોપના વશથી મોહરાજાની સાથે હું હમણાં લડું છું. અને મારા શ્રેષ્ઠ શિષ્યો પણ એની સાથે નિત્ય લડે છે. ખેંચેલી તપરૂપી તલવારવાળા, ક્ષમારૂપી ઢાલવાળા, વિવેકરૂપી કવચવાળા, સંતોષરૂપી શ્રેષ્ઠ ઘોડાવાળા જ્ઞાનાદિ ત્રણ ભાલાવાળા (જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણ) માર્દવ રૂપી હાથીના સ્કંધ પર ચઢેલા, આર્ઝવરૂપી ભાલાની અણીથી ભેદાયા છે દુશ્મનોના હૈયા જેઓ વડે, શુભ અધ્યવસાય રૂપી રથવાળા, ભાવનારૂપી ધનુષ્ય અને દંડથી વ્યગ્ર છે હાથ જેઓના સદેશના રૂપી તીક્ષ્ણ બાણોવાળા, ઘણાં પ્રકારના શુભયોગોરૂપી સુભટોથી પરિવરેલા સેનાપતિ સદાગમના કહેવાથી મારાવડે યુદ્ધમાં વ્યાપારિત કરાવાયા. સ્વાધ્યાય રૂપી મંગલ પાઠકના અવાજથી હંમેશા ઉત્સાહિત કરાયેલા સદા વધેલા પ્રયત્નવાળા યોદ્ધાઓ મોહરાજાના સુભટોની સાથે હંમેશા અધિક લડે છે. બાળ-વૃદ્ધસ્રી સર્વને હણતાં તેઓ વડે ઘણાં શત્રુઓ જિતાયા અને ઘણાં મરાયા. આ શત્રુઓથી પીડાયેલ અને જિતાયેલ એવા બીજાને છોડાવતા આ મુનિઓ બધે વિહરે છે. હું પણ તેઓમાનો એક છું. હે વસુધાધિપ ! યુદ્ધે ચઢેલો હું વિવિધ દેશોમાં કરુણાથી ભયું છું (વિહરું છું.) અને તને છોડાવવા હમણાં હું અહીં આવ્યો છું. હે મુનીશ્વર! આપના વડે સારું કહેવાયું. તમારી આ લડાઇ પ્રશંસનીય છે. જે કરુણાથી હું આ પ્રમાણે અનુગ્રહિત કરાયો છું. તેની શું વાત કરું? તીરસ્કાર કરાયા છે ઇન્દ્રો અને ચક્રવર્તીઓ જેઓ વડે એવા તે શત્રુઓથી દેશહિત નગર સહિત, ઘર સહિત અને સ્વજન સહિત હું પણ પીડાઇ રહ્યો છું.(૪૫૧) તેથી હું નિષ્કારણ બાંધવ! હે જગતવત્સલ! હે છલિત માન મદ મોહ! (ઠગાયા છે માન મદ અને મોહ જેના વડે) આપને છોડીને બીજો કોઇ તેઓથી છોડાવવા શક્તિમાન નથી. તેથી હે મુનિનાથ! અનુગ્રહ કરીને યથોક્ત કૃપાથી મને સ્વસ્થ કરો અને જલદીથી આ શત્રુઓથી છોડાવો. હે નરવર! તું ચારિત્રગ્રહણમાં વિલંબ ન કર. સાધુઓ વડે ગ્રહણ કરાયેલ બખ્તરને ધારણ કર પછી શત્રુઓને જીતીને મુક્તિપુરી કિલ્લામાં પહોંચ. આમ સૂરિવડે કહેવાયે છતે ધનવતીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ જયંત નામનો પોતાનો પુત્ર રાજાવડે પોતાના સ્થાને સ્થાપન કરાયો. પછી કેટલાક મોટા મંત્રીઓ સામંતો અને ધનવતીની સાથે વિધિપૂર્વક સૂરિની પાસે સ્વયં દીક્ષા લીધી. પછી ધનરાજર્ષિ ઉત્કૃષ્ટ રીતે ચારિત્રનું પાલન કરે છે. કાળે કરી ગીતાર્થ થયા અને સૂરિપદે સ્થપાયા.
30