________________
ભોગાદિની સામગ્રીની ન્યૂનતા ન હતી.) ત્યાગ હતો પણ રાજ્યમાં ભોગાદિનો ત્યાગ ન હતો. કાવ્યમાં જ બંધ હતો પણ ધનના રાજ્યમાં કોઈને પણ બાંધવામાં આવતા ન હતા. સોગઠાને વિશે જ. માર શબ્દનો પ્રયોગ થતો હતો બાકી રાજ્યમાં કયાંય કોઈને મારવાની સજા ન હતી. છત્રના જ દંડ હતા રાજ્યમાં કોઈને દંડ કરવામાં આવતો ન હતો. વનોમાં પક્ષીઓનું આગમન હતું પણ રાજ્યમાં કયાંય વિરોધ ન હતો. મંદિરો રંગથી લીંપાયેલ હતા પણ ઘરો બુભક્ષા વિનાના હતા. કવિજનની જ દષ્ટિ પર ધન પર (વર્ણન કરવા માટે) હતી. પણ લોકોની દષ્ટિ પરધનહરણ વિશે ન હતી. સ્ત્રીઓની કેડમાં જ પાતળાપણું હતું પણ રાજ્યમાં કયાંય તુચ્છતા ન હતી. સરોવરમાં જડ (પાણી)નો સદ્ભાવ હતો. પણ રાજ્યમાં ક્યાંય જડતા ન હતી. હાથીના ટોળામાં જ કલભ (મદનીયું) હતું. પણ તેના રાજ્યમાં ક્યાંય કલહ (કજિયો) ન હતો. હાથીના સમૂહમાં જ મદ હતો પણ રાજ્યમાં ક્યાંય મદ (ગવ) ન હતો. (૪૧૯)
આમ શાંત કરાયા છે ભય અને કલહ જેમાં, સધાયો છે સંપૂર્ણ લૂંટારાના રાજાઓનો સમૂહ જેમાં એવા નિષ્ફટક પોતાના રાજ્યનું પાલન ધનરાજા કરે છે. નવા જિનચૈત્યોને કરાવે છે અને જુના જિનમંદિરોનું જિર્ણોદ્ધાર કરાવે છે. મોટા આનંદથી વિચિત્ર પ્રકારની રથયાત્રાઓ કરાવે છે. (૪૨૧) સાધર્મિક વાત્સલ્ય કરે છે અને દુઃખીઓને દાન આપે છે અને પર્વતિથિમાં પૌષધ સામાયિકાદિ કરે છે.
પછી કોઈક વખત સભામાં બેઠેલા ધનરાજા હર્ષથી ભરેલા મનવાળા ઉદ્યાન પાલક વડે વધામણી કરાવાયા. હે દેવ! પૂર્વે જે જ્ઞાનના ભંડાર એવા સૂરિ વંદન કરાયા હતા તે હમણાં અહીં બહુસાલ ઉદ્યાનમાં પધાર્યા છે. આ સાંભળીને રાજા એકાએક જાણે અમૃતસમુદ્રમાં ન્હાયા ન હોય! જાણે ઈન્દ્રનું રાજય મેળવ્યું ન હોય! જાણે ચિંતામણિ પ્રાપ્ત કર્યું ન હોય! તેમ તેના હર્ષનો અતિરેક શરીરમાં, ઘરમાં, નગરમાં અને સમગ્ર ત્રણ ભુવનમાં માતો નથી. પછી રાજા ઉદ્યાનપાલકને વિપુલ પ્રીતિદાન આપીને ઊભો થાય છે. (૪૨૬) સભામાં જ રહેલા રાજાએ સૂરિને ભાવથી પ્રણામ કરીને સ્નાન કરે છે હારથી શોભિત છે છાતી જેની, પહેરાયું છે દેવને દુર્લભ વસ્ત્ર જેના વડે, સફેદ ચારદાંતવાળા શ્રેષ્ઠ હાથી પર બેઠેલો, હાથીઓના સમૂહથી વીંટળાયેલો, શ્રેષ્ઠ ઘોડાના ખુરથી ઉડેલી રોના સમૂહથી ઢંકાયેલા છે દિશાઓના છેડા જેનાવડે મણિ અને ઘૂઘરીઓના અવાજથી બહેરા કરાયેલ પ્રેક્ષકોના લાખો શ્રેષ્ઠ રથોથી વીંટળાયેલો, પદાતિઓના સમૂહથી સાંકડો કરાયેલ છે વિસ્તૃત રાજમાર્ગ જેના વડે, મહેલોની આગાશીઓ પર રહેલા ઘણાં જનસમૂહોથી પ્રશંસા કરાતો, આંગળીઓથી બતાવાતો એવો રાજા કર્મો કરીને ત્યાં ઉદ્યાનમાં પહોંચ્યો. (૪૩૦)
બહુસાલ ઉધાનમાં સૂરિને ત્રણ પ્રદક્ષિણા કરીને ભક્તિથી પ્રણામ કરીને બેઠેલો વિનયથી કહે છે કે હે મુનિપુંગવ! જે હમણાં અહીં આવવાથી આપના વડે અનુગ્રહ કરાયો તે સારું કરાયું. પૂર્વે પણ આપ અહીં વિચર્યા હતા તેથી તૃષાતુર એવા અમારા પર અનુગ્રહ કરાયો હતો. આપ આટલો વખત કયાં રોકાયા હતા? ત્યારે આચાર્ય કહે છે કે હે રાજન! લશ્કરની જમાવટ પૂર્વકની લડાઈથી અમો વિવિધ દેશોમાં ભમ્યા. રાજકુળમાં ઉત્પન્ન થયેલા અમારે યુદ્ધો થાય
29