________________
રાશિમાં અનંતા પુદ્ગલ પરાવર્તન વસીને પછી અન્યત્ર (વ્યવહાર રાશિમાં) ભમે છે. (અર્થાત્ ચારિત્રને નહીં પ્રાપ્ત કરનારા જીવો સંસારમાં ભમે છે કારણ કે ચારિત્ર વિના મોક્ષ મળતો નથી.) (૩૯૯) પછી ધન સાધુને પ્રણામ કરીને કહે છે કે હે નાથ! તે મહામોહ સચિવે (મિથ્યાદર્શને) આ સર્વ દુઃખ મને પણ આપ્યું છે તેથી કૃપા કરીને મિથ્યાદર્શનને ઘાત કરવા સમર્થ, મોટાપ્રતાપવાળા એવા સમ્યગ્દર્શન મહામંત્રીને બતાવો. પછી સિદ્ધાંત રૂપી સાગરના સારવાળા મુનિવરવડે વચનમાર્ગથી (વાણીથી) ત્યાં ધનને સમ્યગ્દર્શન મહામંત્રી બતાવાયો. (સમ્યગ્દર્શન એ આત્માનો ગુણ છે તેથી ચર્મચક્ષુથી જોઇ શકાય નહીં તેથી મુનિવર આગમવાણીથી સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવે છે.) (૪૦૨) સમ્યગ્દર્શનનું દર્શન થયે છતે ધન હર્ષથી પુલકિત થયેલો શરીરમાં માતો નથી. જણાયું છે સમ્યગ્દર્શનનું સ્વરૂપ જેનાવડે એવો ધન પોતાને કૃતાર્થ માનીને મુનિવરને કહે છે કે હે સ્વામિન્! તમારી અતિમોટી કૃપારૂપી શ્રેષ્ઠ વૃક્ષનું ફળ, જે ત્રણ ભુવનમાં સારવાળું છે તે મારા વડે આજે પ્રાપ્ત કરાયું. જેવી રીતે હે નાથ! આપના વડે સંસારના દુઃખનો વિચ્છેદ કરનાર બધા કલ્યાણ અને ગુણોનો ભંડાર એવા આ સમ્યગ્દર્શનની સાથે હું સંયોજિત કરાયો તેમ કૃપા કરીને ચારિત્ર ધર્મરાજના પુત્ર એવા ગૃહસ્થ ધર્મને મને સહાય કરો એમ ધને કહ્યું ત્યારે મુનિએ તેમ કર્યું. (અર્થાત્ ધને દેશિવરિત ધર્મની મુનિવર પાસે યાચના કરી અને મુનિએ દેશવિરતિ ધર્મ ઉચ્ચરાવ્યો.) અને ત્યાર પછી ધનવતીને એ જ ક્રમથી મુનિવડે ગૃહસ્થ ધર્મની સહિત તે સમ્યગ્દર્શન મંત્રી સહાય કરાયો. (અર્થાત્ સમ્યક્ત્વ અને દેશવિરતિ ધર્મ ઉચ્ચારાવાયા.) પછી હર્ષિત થઇને તે બે મુનિને નમીને કહે છે કે હે નાથ! આપને છોડીને નિષ્કારણ જીવોને બીજે કોણ ઉપકાર કરે? (૪૦૮) આથી આપની પાસેથી પ્રાપ્ત કરાઇ છે કૃપા જેઓ વડે એવા અમને ઇંદ્રપણું પણ ઘાસ જેવું છે અને રાજ્ય કોડીની કિંમતવાળું પણ નથી કારણકે મોક્ષસુખ અમારા હાથમાં રહેલા છે. તથા હે પ્રભુ! જેમ હમણાં આ લોક સતત નિશ્ચિત સંયોગથી સ્વસ્થ (અર્થાત્ હે મુનિ ભગવંત આપ અમારે ત્યાં નગરમાં પધારો જેથી અમોને આપનું સાનિધ્ય સતત મળે અને ધર્મ શ્રવણ-સેવા ભક્તિથી અમારી ધાર્મિક સ્વસ્થતા વધે.) થાય તેમ જ કરો એમ કહીને અને નમીને સાધુ ઘર લઇ જવાયા અને પોતાને કૃતાર્થ માનતા એવા તેઓ વડે કલ્પનીય વિવિધપ્રકારના આહારોથી પ્રતિલાભિત કરાયા. પછી કેટલાક દિવસો ત્યાં રહીને ધન અને ધનવતી વગેરે લોકોને જિનધર્મમાં કુશળ કરીને વિહાર કરી મુનિવર પોતાના ગચ્છમાં ભેળા થયા.
હવે પ્રિયાની સાથે અસ્ખલિત શ્રાવક ધર્મને પાળતા જો કે પૂર્વે પણ ધર્મ પર પ્રીતિ હતી તો પણ હમણાં સમચિત્તથી આત્મ સ્વરૂપને સાધી આપનાર (સધમ્મ ચારિત્ત માવાઓ - સ્વ ધર્મચારિત્ર માવતઃ સ્વ - આત્મા ધર્મ - સ્વરૂપ અર્થાત્ પોતાના સ્વરૂપને સાધી આપનાર એવા ચારિત્રના ભાવથી.) ચારિત્રનો ભાવ થવાથી ધર્મ પર પ્રીતિ ઘણીવૃદ્ધિ પામી.
હવે ઘણાં દિવસો વ્યતીત થયા પછી અને પિતા મરણ પામે છતે અમાત્યો, સામંત અને નગરના લોકોવડે ધનકુમાર રાજપદે અભિષેક કરાયો. પર્વતના શિખર પર આક્રમણ કરતાં સૂર્યની જેમ તે રાજ્યનું પાલન કરતા ધનનો મોટો પ્રભાવ વિસ્તરે છે. યતિપાસે ધર્મના શ્રવણથી જ લોકને ભોગોપભોગનો (લોકને સાંસારિક ભાગોપભોગોનો નિયમ હતો પણ રાજ્યમાં
28