________________
સ્થપાયો. ત્યાર પછી બેઈન્દ્રિય - તેઈન્દ્રિય-ચઉન્દ્રિય રૂપ વિકલેન્દ્રિય જીવ રાશિમાં પ્રત્યેકમાં સંખ્યાતા કાળ સુધી હું તે ભવિતવ્યતા વડે ધારણ કરાયો.પછી પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય તથા નારક દેવગતિમાં દુઃખોને સહન કરતો હું ઘણીવાર ભવિતવ્યતા પત્નીવડે ભમાવાયો. આમ સંસારમાં જમાડતી એવી આ ભવિતવ્યતા અનંત પુદ્ગલ પરાવર્તન કાળને અંતે ખુશ થઈ ત્યારે તેની વડે હું કોઈક રીતે કહેવાયો કે તું આ મોહના સૈન્યને હણ (૩૭૮) તથા મારી સહાયથી કર્મપરિણામ રાજાને માર, વિશેષથી મિથ્યાદષ્ટિ મહામંત્રીને માર, આ પ્રમાણે કાંતાની સહાય મેળવીને મારા વડે તે ઘણાં હણાયા. તેથી હર્ષિત થયેલી ભવિતવ્યતાએ અપૂર્વ ઉત્કર્ષને ઉત્પન્ન કરતો, રાંકડાને મહાનિધાનની જેમ મનની શાંતિને આપતો ક્ષણથી સમ્યગદર્શન મહામંત્રી મને બતાવ્યો . ત્યારથી તે (સમ્યગદર્શન મહામંત્રી) મારા વડે પરમબંધુના ભાવથી સ્વીકારાયો. તેના સાનિધ્યમાં મારા રાગાદિ દોષો પાતળા થયા. સન્ આરાધના કરાયેલા હર્ષિત મનવાળા સમદર્શન મહામંત્રી વડે પણ કયારેક એકાએક ચારિત્રધર્મરાજા મને પ્રત્યક્ષ કરાયો. (૩૮૩) કર્મપરિણામ રાજાના શરીરનો ખંડ પૃથકત્વ પલ્યોપમ પ્રમાણ નાશ થયે છતે (૫) દુષ્ટમોહબળ પાતળો થયે છતે ચારિત્રધર્મપાસે રહેલો ચારિત્ર ધર્મનો ગૃહસ્વધર્મ નામનો પુત્ર ભવિતવ્યતા વડે બતાવાયો અને બંધુભાવથી ઉત્પન્ન કરાયો છે ગુણનો સમુહ જેના વડે એવા દેશવિરતિ ધર્મનો મેં સંસારી જીવે સ્વીકાર કર્યો. (૩૮૫) (સંખ્યાતા સાગરોપમ પ્રમાણ કર્મની સ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે.) સંખ્યાતા સાગરોપમ પ્રમાણ માત્ર કર્મરૂપી શરીરનો ખંડ છેદાયે છતે મારા વડે ચારિત્રરાજાનો પુત્ર સુગુરુના ચરણની સાક્ષીએ બંધુપણાથી સ્વીકારાયો અને હું મુનિચંદ્ર ગુરુવડે ઉપદેશાવેલ, યતિધર્મની આરાધનાનું હેતુ એવા આ ક્રિયાનુષ્ઠાનને કરું છું. વિશાળ ગચ્છથી યુક્ત હું કોઈકવાર સાથેની સાથે ચાલ્યો પછી અન્ય દેશમાં વિહારથી મહાદુર્ગમ એવી અટવીમાં ચોરોવડે લૂંટાતો તે સાથે ચારેય દિશામાં ગયો. (૩૮૯) અને હું ઉનાળાના તાપથી સંતાપ પામેલો ભુખ અને તરસથી સુકાયેલા શરીરવાળો દિશામૂઢ થયેલો અમાર્ગ (ખરાબ માર્ગવાળા અરણ્ય)માં ભમતો એવો હું અહીં આવ્યો છું. ચકળવકળ થતી આંખવાળો, ચાલી ગયેલી ચેતનાવાળો હું આ ઝાડની નીચે પડ્યો છું. હવે પછીનું જે સ્વરૂપ (હકીકત) છે તેને તું પણ જાણે છે. એ પ્રમાણે સર્વવૃત્તાંત મુનિવડે કહેવાય છતે ધન વિચારે છે કે અહો! મુનિવરના કેવા ગંભીર કથનો છે! કારણ કે તે ભવિતવ્યતા અને તે કર્મ પરિણામ રાજા લોકમાં પણ બીજા કોને સુખદુખનું કારણ નથી થતા? તે મોહરાજા તથા તે જ મિથ્યાદર્શન મંત્રી જગતમાં એકાંત દુઃખનું કારણ કોને નથી થતા? (૩૯૪) આમ વિચારીને ધને મુનિચંદ્ર મુનિવરને કહ્યું કે આપે પોતાના ચારિત્રને કહી મારા પર અનુગ્રહ કર્યો. પરંતુ હે સ્વામિનું! તે નગરમાં (અસંવ્યવહારમાં) તમારો વાસ અને નિર્ગમન જેવી રીતે થયા છે તેવી રીતે અમારા પણ વાસ અને નિર્ગમન થયા છે કે બીજી કોઈ રીતે થયા છે તે મને જણાવો. આમ પુછાયે છતે મુનિવર કહે છે કે ઘણું કરીને સર્વ જીવોનું ચરિત્ર આ પ્રમાણે જ છે. ફકત મિથ્યાદર્શન મંત્રીના પ્રભાવથી લાખો દુઃખોને અનુભવતા ચારિત્રધર્મ સૈન્યથી દૂર ગયેલા સર્વ જીવો અસંવ્યવહાર
(૫) સમયગ્દર્શન પ્રાપ્ત થાય પછી પૃથકત્વ (રથી ૯) પલ્યોપમ કર્મની સ્થિતિ ઘટે ત્યારે દેશ વિરતિની પ્રાપ્તિ થાય છે.
27