________________
જગત પંચમહાભૂતોનો વિકાર છે આ બધું પ્રત્યક્ષાદિ પ્રમાણથી બાધિત છે છતાં મિથ્યાદર્શન વડે લોકમાં આ બધા અતત્વમાં તત્વ બુદ્ધિ પ્રકાશિત કરાઈ છે. વળી - (૩૫૩)
સંગ્રહને પોષનારા અથર્િ પરિગ્રહ કરનારા, સ્ત્રીને વશ રહેનારા, મહારંભી, અસત્ય પ્રતિજ્ઞાવાળા (સાચું નહીં બોલનારા) તપેલા લોખંડના ગોળા જેવા, એકમાત્ર ભૂતના ઘાતમાં રત, કોધી, માની, અત્યંત લોભી, જે ગૃહસ્થો છે તેવા ગૃહસ્થોને વિશે આ મિથ્યાદર્શન પાત્રબુદ્ધિ ઉત્પન્ન કરે છે અને જે ઉપશાંત જીવના હિતકારી, નિત્ય વચન-મન-કાયાથી સંયત, માયા મત્સર-અહંકારથી રહિત, બ્રહ્મચર્યમાં રત, જ્ઞાનરૂપી ધનવાળા, નિસ્ટંગ, નિસ્પૃહ, સર્વથા લોભ વગરના જે મુનિઓ છે તેઓને વિશે મિથ્યાદર્શન અપાત્ર બુદ્ધિને ઉત્પન્ન કરે છે અને લોકને પ્રસ્વેષ ઉત્પન્ન કરે છે. (૩૫૭) તથા જેઓ કૌતુક, જાદુગરી, મંત્ર તથા ઈન્દ્રજાળ અને રસકિયા, નિર્વિષકરણ તંત્ર અને શુભાશુભ નિમિત્ત તથા ચિકિત્સા, ગણિત ચૂર્ણ અને યોગ અને યોગિની શાકિની પ્રયોગ જીવઘાતને ઉત્પન્ન કરનારા એવા પાપશાસ્ત્રોના ઉપદેશોને મોટા પ્રયત્નથી શિખવે છે તથા ઈચ્છા મુજબ તેમાં યોજે છે તેવાઓને આ મિથ્યાદષ્ટિ મંત્રી લોકમાં ગુણવાન અને પૂજ્યો તરીકે પ્રતિષ્ઠિત કરે છે. અને જેઓ જાણતા હોવા છતાં મંત્ર તંત્રાદિને કરતા નથી ધર્મના અતિક્રમ (નાશ)માં ભીરુ, એકાંતે નિસ્પૃહ ચિત્તવાળા, લોભાદિથી રહિત, સ્વાધ્યાયધ્યાન યોગમાં રાગી એવા આત્માઓને આ મિશ્રાદર્શને લોકમાં અજ્ઞાની અને નિર્ગુણી તરીકે સ્થાપિત કર્યા છે. (૩૬૨) મિથ્યાદર્શન મહામંત્રી જીવોપઘાતાદિ સંસારના કારણોમાં મોક્ષસુખના કારણની બુદ્ધિ પ્રકટ કરે છે. આ મિથ્યાદષ્ટિઓનું અહીં બીજું પણ મહાસંકલેશનું સ્થાન અતિવિશાળ મહાદુઃખવાળું, અસંવ્યવહાર નામનું નગર છે. તે નગરમાં ગોલક નામના અસંખ્યાતા મહેલો છે. એકેક ગોલકમાં અસંખ્યાતા નિગોદ નામના ઓરડા છે. અહીં એકેક ઓરડામાં અનંતા કુટુંબીઓ વસે છે. તે કુટુંબીઓમાં સંસારી જીવ નામનો હું એક કુટુંબી હતો.(૩૬૬) ત્યાં ભવિતવ્યતા નામની મારી પ્રિયા હતી. તે ભવિતવ્યતા અનુકૂળ હોતે છતે ભુવનતળ સુખી અને પ્રતિકૂળ હોતે છતે ભુવનતલ દુઃખી હતો. હવે કોઈપણ રીતે લાખો અનંતા પુદ્ગલ પરાવતનને અંતે ભવિતવ્યતાના મનમાં ચિંતા ઉત્પન્ન થઈ કે જુઓ મિથ્યાદર્શન અમાત્યની સાથે મોહરાજાએ કોઈપણ રીતે મારા સ્વામીને આ નગરમાં રૂંધીને રાખ્યો છે. અથવા આ મોહરાજાનો દોષ નથી પણ મારો જ દોષ છે કે સ્વામી મારા વડે જ ઉપેક્ષા કરાયા. કારણ કે મારી સહાય વિના કોઈપણ જીવ કાનિ કરતા નથી. (૩૭૦) તેથી મારે કયારેય પણ આ મારા સ્વામીનો ચારિત્ર રાજાના સૈન્યના માણસોની સાથે સંસર્ગ અવશ્ય કરાવવો જોઈએ. આ અસંવ્યવહાર નગરમાં જ રહેતી એવી મને પણ ચારિત્ર રાજાના સૈન્યના માણસોની સાથ તેનો સંસર્ગ કરવો અસાધ્ય છે. તેથી તેને ઉપાડીને બીજા નગરમાં લઈ જાઉં. એમ વિચારીને વ્યવહાર વનસ્પતિ નામના નગરમાં તેની વડે હું લઈ જવાયો અને ત્યાં હું અનંતકાળની સ્થિતિવાળો કરાયો. (૩૭૩) ત્યારપછી વ્યવહાર નિગોદમાં અને પછી પ્રત્યેક વનસ્પતિ કાયમાં વિવિધ દુઃખોને સહન કરતો અનેક કાળ સુધી ધારણ કરાયો. પછી ત્યાંથી ઉપાડીને ભવિતવ્યતા વડે પૃથ્વી -જળ-અગ્નિ અને વાયુકામાં પ્રત્યેકમાં અસંખ્યતા અવસર્પિણી કાળ સુધી હું
26