________________
ભકિતનો ભર જેને એવો ધન વિનયપૂર્વક કહે છે કે હે સ્વામિન્ મરુમંડલ (મારવાડ) માં મુસાફર કેવી રીતે પદ્મસરોવરને પ્રાપ્ત કરે? અથવા ચાંડાલના ઘરના આંગણામાં ઐરાવણ હાથી કેવી રીતે બંધાય ? અને દરિદ્રને ઘરે કેવી રીતે ચિંતામણિનો સંભવ હોય ? અથવા મહારણ્યમાં ભુખ્યો થયેલો કેવી રીતે કલ્પવૃક્ષને પ્રાપ્ત કરે? અહીં નજીક રહેતા અમને તમારા જેવાનો સંગ સ્વપ્નમાં પણ કેવી રીતે સંભવે ? અને હે મુનીન્દ્ર! હમણાં તમારા સંગને પ્રાપ્ત કરીને પોતામાં પણ કંઈક સુકૃતની સંભાવના કરીએ છીએ પરંતુ આવી અવસ્થા આપની કેવી રીતે થઈ ? આથી જો ખેદનું કારણ ન હોય તો અનુગ્રહ કરીને મને કહો. પછી મુનિવડે વિચારાયું કે અહો ! આનો વચનવિન્યાસ, વિનય અને ભક્તિ ખરેખર કંઈક પણ અપૂર્વ યોગ્યતાને કહે છે. કારણ કે કલ્યાણના અભાગીયા જીવોમાં કલ્યાણના ચિહ્નો હોતા નથી અને આવા પ્રકારના જીવો જિનેશ્વર પ્રભુના ઉપદેશને યોગ્ય હોય છે તેથી કરાયો છે મોટો ઉપકાર જેના વડે એવા આને હું જિનેશ્વરનો ઉપદેશ આપું. (૩૩૭) આમ વિચારીને મુનિએ કહ્યું કે આ કથા મોટી છે તેથી સંક્ષેપથી હું કંઈક કહું છું તે તમે ઉપયોગ પૂર્વક સાંભળો. (૩૩૮)
ભુવનોદર નગરમાં જગતમાં વિખ્યાત મોહરાજા છે જેની આજ્ઞાને અહીં દેવો અને મનુષ્યો મસ્તકથી ધારણ કરે છે. કિલષ્ટ, દુષ્ટમતિવાળો, અજ્ઞાનનો પરમમિત્ર સંપૂર્ણ ભુવનનું અહિત કરનાર, ઉત્કૃષ્ટ કર્મ સ્થિતિનું પરમ કારણ નરકનગરનો સાર્થવાહ, લોકોનું માત્ર વારંવાર વિપર્યાસ જ કરનાર, મિથ્યાદર્શન નામનો મોહરાજાનો અમાત્ય છે. (૩૪૧) તે વિપર્યાસ આ પ્રમાણે
છે.
અદેવમાં દેવબુદ્ધિ કરે છે તથા અધર્મમાં ધર્મમતિ ઉત્પન્ન કરે છે તથા અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ બતાવે છે. આ અપાત્રને વિશે પાત્ર બુદ્ધિ બતાવે છે, અગુણમાં ગુણબુદ્ધિ કરે છે. સંસારના કારણમાં મોક્ષના કારણની મતિ ઉત્પન્ન કરે છે. (૩૪૩) તે આ પ્રમાણે
દેવમાં દેવબુદ્ધિ ધરનારા હાસ્ય-ગીત-કામ-ચેષ્ટા-નૃત્ય-કીડામાં કરાયો છે રાગ જેઓ વડે એવા, રમણીઓના કટાક્ષથી હણાયેલા હોવાથી તેના દાસપણાને પામેલા અને માયાવી, કામદેવના નોકરો, શસ્ત્રને ધારણ કરનારા, સદા ક્રોધી આવા પ્રકારના જીવો તે મિથ્યાદર્શન વડે લોકમાં દેવો તરીકે પ્રતિષ્ઠિત કરાયા છે. (૩૪૫) રાગદ્વેષથી રહિત, સર્વજ્ઞ, પ્રશમથી ભૂષિત શરીરવાળા, શત્રુ અને મિત્ર વિશે સમાન ચિત્તવાળા, દૂરથી જ ત્યાગ કરાયેલ છે રમણી જનનો સંગ જેનાવડે, માયા-મત્સરથી રહિત, શસ્ત્ર રહિત, સર્વસંગથી મુક્ત આવા પ્રકારના સુદેવોને મિથ્યાદર્શન નામના મંત્રીએ સંતાડી દીધા છે. (૩૪૭) અધર્મમાં ધર્મબુદ્ધિ, નદીઓના જળથી સ્નાન કરવું, પશુગણનો ઘાત કરવો, તલનું દહન કરવું, પંચાગ્નિ તપ કરવો, કન્યાના વિવાહ કરવા, કામમાં આસક્તિ કરવી, લોખંડના હળાદિનું દાન કરવું, ગાય- વૃક્ષાદિને વંદન કરવું, અગ્નિ-જળાદિમાં પડવું, કુટુંબનું પરિપાલન કરવું તથા જીવઘાતના કારણ રાત્રીભોજનાદિક અન્ય પણ જે અધર્મ કાર્ય છે તેને મિથ્યાદર્શન ધર્મબુદ્ધિથી પરિણમાવે છે. (૩૫૦) પદાર્થ એકાંતથી ક્ષણ ભંગુર (અનિત્ય) છે અથવા પદાર્થ એકાંતથી નિત્ય છે, આત્મા ભાલ(કપાળ) માં રહેલો છે અથવા આત્મા જ્ઞાન માત્ર છે, અથવા આત્મા શૂન્ય છે, અથવા આ સર્વ જ
25