________________
ભવમાં સંચિત કરાયો છે ઘણાં પુણ્યનો પ્રાભાર જેનાવડે, જાદવકુળ રૂપી સરોવરમાં કમળ સમાન, બત્રીસ ઇદ્રોથી નમાયેલ છે બે ચરણ જેના એવા અરિષ્ટનેમિ નામના બાવીશમાં તીર્થકર થશે. અહીં નવવાર આરોપણ નવભવનું સૂચક છે એમ તું જાણ. હે નરનાથ! સર્વભવોમાં પછી પછી વિશિષ્ટ પુણ્યોને ઉપાર્જન કરશે.
પછી પછીનો ભવ વિશિષ્ટ ફળવાળો થશે એમ મુનિએ જણાવ્યું. મુનિએ આ જણાવ્યું ત્યારે સૌના હૈયા હર્ષિત થયા. સૂરિને નમતા વારંવાર ધનને અભિનંદન આપે છે અને જિનધર્મમાં પણ તે સર્વેને પણ ભદ્રક ભાવ થયો અને જિનશાસનમાં ઘણું કરીને કુશલપણું પ્રાપ્ત થાય છે. (૩૧૪) એટલામાં રાજાના કાન પાસે આવીને મંત્રી કહે છે કે મગધાધિપ મહારાજા વડે મોકલાયેલ દૂત રાજદ્વારે ઊભો છે અને તે ઉસુક દેખાય છે. તેથી જલદીથી ઊઠો. ફરી પણ અમે તમારા ચરણની વંદના કરશું એમ કહીને ધનકુમાર વગેરેથી યુક્ત રાજા ઊઠ્યો સૂરિ પણ સુખપૂર્વકના વિહારથી અન્ય ક્ષેત્રોમાં વિહરે છે. પછી વ્યકત કરાયો છે સ્નેહનો ભાવ સાર જેમાં એવા સુખોને અનુભવતા ધનવતી અને ધનકુમારના દિવસો પસાર થાય છે.(૩૧૮).
હવે ઉનાળામાં વાળા જેવી ઉષ્ણભૂમિ અને રેતી થઈ ત્યારે દુઃસહ તડકાવાળા દિવસો થયે છતે, વાતી એવી લૂથી ભુવનનું તળ ગરમ થયું ત્યારે પ્રિયા સહિત ધન સ્નાન માટે લીલા સરોવરે જાય છે. (૩૨૦) પછી જેટલામાં રમ શીતલ વનોમાં વિચરે છે તેટલામાં ધનવતીએ એકાએક દૂરથી જ એક વનમાં કોઈ વૃક્ષની નીચે દુઃસહ તપથી સોસાયું છે શરીર જેનું એવા ઉપશમ રૂપી લક્ષ્મીને ભેટવાની અભિલાષાવાળા રૂપથી જીતાયો છે કામદેવ જેના વડે મન અને આંખને અપાયેલ છે સંતોષ જેના વડે એવા સાધુ હોવા છતાં આ પ્રમાણે દેખાતા હતા. પરસેવાના પાણીથી ભીનું થયું છે શરીર જેનું, સુપ્રશાંત મુખવાળા, નાશ પામેલ ચંદ્રની કળા જેવી કોમળ કાંતિ જેની (અર્થાત્ અમાસના ચંદ્ર જેવા શ્યામ શરીરવાળા) વિકસિત કમળ જેવા કોમળ બે પગમાંથી ઝરતા લોહીથી સિંચાયેલ છે પૃથ્વી જેના વડે (અર્થાત્ જેના પગમાંથી લોહી ઝરી રહ્યું છે એવા) મૂચ્છથી મિંચાઈ ગઈ છે બે આંખો જેની એવા દીર્ધ અને અગ્નિ જેવાં ગરમ મુકાયેલ છે નિશ્વાસ જેના વડે એવા, માર્ગના શ્રમથી શિથિલ થયું છે આખું શરીર જેનું, ચાલી ગઈ છે સંજ્ઞા જેની, એવા એક સાધુને જોયા. હર્ષ અને વિષાદથી (વનમાં સાધુને જોયા તેથી ધનવતી હર્ષ પામી અને ગ્લાન વ્યાકુલ સાધુને જોયા તેથી વિષાદ પામી) આકુલ ધનવતીએ આ હકીકત પોતાના પતિને જણાવી. પછી ધન પણ ત્યાં જલદીથી પહોંચ્યો. (૩૨૫) તે સાધુને તેવા પ્રકારના જોઈને સંભ્રાન્ત થયેલો ધન વિચારે છે કે અરે રે! આ સાધુ આવી અવસ્થાને કેમ પામ્યા ? ત્યારે ધનવતી કહે છે કે હે નાથ! લાખપુણ્યથી પ્રાપ્ત થયેલા, કાળ વિલંબને નહીં સહન કરી શકનાર એવા આ મુનિનો જલદીથી ઉપચાર કરો. તેથી પ્રિયતમા અને સકલ પરિજનથી સહિત ધને ઘણાં શીત ઉપચારોથી મુનિને તે પ્રમાણે સ્વસ્થ કર્યા કે જેથી પ્રાપ્ત કરેલી સંજ્ઞાવાળા અને સ્વસ્થ અને ચાલી ગયો છે શ્રમ જેના શરીરમાંથી એવા શરીરવાળા મુનિ થયા ત્યારે ધને તેના અંગાદિને સ્વયં સંવાસના કરી(દબાવ્યા) પછી જલદીથી સાધુ પ્રગુણ (સારા) થઈ સ્વસ્થતાથી બેઠા ત્યારે કરેલી છે અંજલિ જેણે, ઉત્પન્ન થયો છે
24