________________
પ્રકારનો સ્નેહ કયાં? અને હમણાં આની આવી ચેષ્ટા કેમ? ઉપકાર કરતા મારે પણ આ અકારણ શત્રુ થયો. જેવી રીતે આ શત્રુ થયો તેવી રીતે પુત્ર-બહેન-સ્ત્રી-માતા વગેરે બીજા પણ આ જન્મમાં વિપરીત કરે છે અને લાખો દુઃખોને આપે છે, જેવાયેલ છે લાખો દોષો જેના એવા પુત્ર - સ્વજનાદિ વિશે જે હિતબુદ્ધિ છે તે ધુતારાની જેમ વિપર્યાસને જ કરે છે. એ પ્રમાણે મોટા વૈરાગ્યને પામેલો કોઈપણ રીતે ઘરની બહાર નીકળ્યો તથા ગામની નજીકના ઉદ્યાનમાં ઉપશાંત કરાયા છે પાપો જેના વડે એવા સાધુને જુએ છે. (૨૮૮) તેની પાસે જિનધર્મ સાંભળીને પરમવત (દીક્ષા) ને સ્વીકારે છે. નાનો ભાઈ પણ નીકળીને તાપસની દીક્ષા લે છે. સિંહ તપ કરીને સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયો. નાનોભાઈ જયોતિષમાં દેવ થયો. ત્યાંથી સંસારમાં ભમીને આ જ બહુસાલવનમાં કાળો સાપ થયો. સિંહનો જીવ પણ દેવભવમાં વિપુલ સુખો ભોગવીને આયુ પૂર્ણ થયે આવીને પૂર્વ ભવમાં સંચિત કરેલા પુણ્યથી ગજપુરનગરમાં સુરેન્દ્ર નામના રાજાનો ઘણાં ગુણોના સમૂહનો ધામ વસુંધર નામે પુત્ર થયો. તેને પણ કોઈ દિવસે કોઈપણ રીતે સાધુને જોઈને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી સિંહભવનું સ્મરણ થયે છતે વૈરાગ્યથી તેણે ગણધર કેવલીની પાસે પ્રવજ્યા સ્વીકારી અને કેવલી ભગવંતને નાનાભાઈના વ્યતિકરને પૂછે છે અને કેવલી ભગવંતે પણ આ ઉદ્યાનમાં સાપ તરીકે ઉત્પન્ન થયો છે ત્યાં સુધીનો સર્વ વૃત્તાંત કહ્યો. (૨૯૫) પછી વસુંધર પણ ગુરુતર સંવેગને ધારણ કરતો સંપૂર્ણ ચૌદ પૂર્વો શીઘ ભણે છે. ગાઢતર, અતિદુષ્કર તપ-ચારિત્રને આરાધના પ્રથમ અવધિ અને પછી કમથી મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પછી કેવલીએ પોતાને સ્થાને તેને આચાર્યપદે સ્થાપન કર્યો અને કમથી વિહાર કરતો સાપને બોધ આપવા અહીં આવ્યો. વિવિધ જિનેશ્વરના વચનો કહીને તે સાપને પ્રતિબોધ કર્યો. ઉત્પન્ન થયું છે જાતિસ્મરણ જ્ઞાન જેને એવા તે સાપે અનશનનો સ્વીકાર કર્યો. ગઈકાલે પાંચમાં દિવસે સમાધિપૂર્વક કાળ કરીને શ્રેષ્ઠ ભાસ્વર દેહને ધરનારો સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયો. સાપને પ્રતિબોધ કરીને તે આ હું પોતે ધર્મને કહું છું. તેથી હર્ષિત થયેલ કુમાર કહે છે કે અહો! તમારું ચરિત્ર ઘણું સુંદર છે. (૩૦૧) હે મુનીન્દ્રા મોટાભાગનો લોક પોતાના ઘર અને દેહને વિશે ઘણાં પ્રકારના વિરસ દુઃખોને અનુભવે છે પરંતુ બીજે કોઈ આવા ચારિત્રને ગ્રહણ કરવાના પરાક્રમને કરતો નથી. એ પ્રમાણે સત્ય વચનોથી કુમાર જેટલામાં મુનિવરની સ્તવના કરે છે તેટલામાં સમગ્ર બલથી સહિત વિક્રમધન રાજા આ વ્યતિકરને સાંભળીને ત્યાં આવ્યો અને ધનવતી વગેરે જનથી પરિવરેલી ધારિણી મોટા હર્ષપૂર્વક ત્યાં આવી. મુનિએ દેશના આપી. હર્ષિત થયેલા તેઓએ દેશના સાંભળી. હવે અવસર પામીને નમસ્કાર કરીને રાજાએ સૂરિને પુછયું કે ધનકુમારના ગર્ભસમયે જે આંબાનું વૃક્ષ ધારિણી વડે દેવાયું હતું તેના નવવાર આરોપણ આદિના વ્યતિકરને કૃપા કરીને કહો. પછી ઉપયોગ મૂકીને મુનિએ પણ (મુનિ મનઃ પર્યવજ્ઞાની હોવાથી આ હકીકત જાણે છે છતાં ચોકસાઈ કરવા મનથી કેવલીને પુછયું.) સમ્યમ્ જાણવાના હેતુથી મનથી કેવલીને આ હકીકત પૂછી. અને દૂર રહેલા કેવળીએ કેવળજ્ઞાનથી મુનિનું સર્વ મનચિંતિત જાણીને નેમિજિનેશ્વરનું ચરિત્ર લેશથી સૂરિને કહ્યું. (૩૦૭) પછી અવધિ અને મન:પર્યવજ્ઞાનથી કેવલી કથિત વ્યતિકરને જાણીને કહે છે કે હે નરવર! આ તારો પુત્ર આ ભરતક્ષેત્રમાં આ ભવથી નવમાં
23