________________
બાળકો વડે કહેવાતા આ ધૂર્તના લક્ષણોને તે ઋજુક! શું તમારા વડે ક્યાંય સંભળાયા નથી? (૨૬૩) મફતમાં હાથમાં આવી ગયેલ ગુલામને શું કોઈ હાથમાંથી જવા દે? તેથી તમે અહીં રહો હું કોઈની પણ દાસી નથી. આટલો વખત તારી ભાભીનું મેંદાસપણું કર્યું. તારો તાગ લેવાયો છે તેથી તું ક્યારેક પણ બોધ પામીશ. (૨૬૫) તમે છોકરાઓની સાથે રહો હું તો પિતાને ઘરે જઇશ. એમ કહ્યું એટલે વસંતે કહ્યું કે હે પ્રિયે! તું કેટલાક દિવસ ધીરજ રાખ. ફરીથી પણ વસંતે ભાઈને કહ્યું કે મને ભાગ આપ. ભાઈએ પણ ફરીથી બોધ આપ્યો. ફરીથી પણ પત્નીવડે ભરમાવાયો. એમ ભાઇ અને પ્રિયતમાના વચનોથી સંશયથી ડોલાયમાન થતો અન્ય દિવસે પોતાની સ્ત્રી વડે પોતાની મતિકલ્પિત એવું કંઈપણ વિપ્રિય બતાવાયું છે જેને જઈને વસંત મોટાભાઈ અને ભાભી પર કોઈક રીતે દ્રષવાળો થયો. આ પ્રસંગને આશ્રયીને ઘણાં અશુભ વચનો ભાઈને કહે છે. યુકિતઓ વડે ભાઇવડે સમજાવાતો હોવા છતાં બોધને પામતો નથી. આ જોઈને ખેદ પામેલો મોટો ભાઈ વિચારે છે કે અહો! જુઓ તો ખરા! પોતાની સ્ત્રીથી આ કેવો દુઃખી કરાયો? ઘણાં ફૂટ કપટથી ભરેલી સ્ત્રીઓના સામર્થ્યને તો જુઓ લાંબા સમયથી બંધાયેલ મૂળવાળા પણ બંધુના સ્નેહરૂપી વૃક્ષને ઊખેડી નાખે છે. સ્નેહાળ ભાઈઓના સ્નેહ રૂપી વૃક્ષો ત્યાં સુધી જ નિત્ય વધે છે જયાં સુધી નારીના વાણી રૂપી દઢ અને તીક્ષ્ણ કુહાડીઓની ધારાઓ ચાલતી નથી. (૨૭૩) જયાં સુધી પૈશુન્ય, (૪) ઉચ્ચાટન,વિદ્યા જાપમાં કુશલ એવી સ્ત્રીઓનો યોગ થાય ત્યાં સુધી જ ભાઇઓનું સંયુક્તપણું ટકે છે. અર્થાત્ યોગ થયા પછી સંયુકતપણું નાશ પામે છે. | ઇત્યાદી વિચારીને ધનસહિત ઘર ભાઈને સોંપીને ઉદારતાથી એકલો નીકળીને તે અલગ રહ્યો. (૨૭૫) અને લોકો તેની પ્રશંસા કરે છે. પછી નાનાભાઈની પત્ની કહે છે કે આની (મોટાભાઈની) પ્રશંસા કેમ કરો છો? આ ધનની પોટલી લઇને તો નીકળ્યો છે. પછી કેટલાક દિવસોમાં નાના ભાઈની વિપુલ પણ લક્ષ્મી નાશ પામી. પણ મોટોભાઈ ફરી પણ ઘણું દ્રવ્ય કમાયો. (૨૭૭) પછી ફરીથી નાનોભાઈ મોટાભાઈની પાછળ લાગ્યો અને કહે છે કે તારી પાસે ધનની પોટલી છે. ધનની પોટલી નહીં હોવા છતાં પોતાની ઉદારતાને કાણે મોટાભાઈએ ફરીથી વિપુલ ધન આપ્યું. એ ધન ફરી ચાલી ગયા પછી ફરીથી બીજું ધન આપ્યું. આ રીતે ઘણીવાર ધન આપે છતે લોક નાનાભાઈની હિલના કરે છે તો પણ મોટોભાઈ મધુરવચનોથી હંમેશાં તેની સાથે બોલે છે પણ નાનાને એવો પરિણામ થયો કે લોકો પાસે આ મારી હિલના કરાવે છે. પણ લક્ષ્મી કોઇને પણ પુણ્યથી મળે છે એમ વિચારતો નથી તો પછી પત્ની વડે નચાવાયેલ અપુણ્યવાન એવો હું જુદો થઈને શા માટે રહ્યો છું. પછી વિલખા હૃદયવાળો લજ્જા પામતો ગામ નગરોમાં ભમે છે તો પણ ખરેખર પુણ્યહીન કાણી કોડીને પણ મેળવતો નથી. મલિન વસ્ત્રવાળો અને મલિન શરીરવાળો, દુઃખી, દીન,ભૂખથી ક્ષીણ શરીરવાળો, ભુલકણો, અન્ય દિવસે આવીને મોટાભાઈને છરીથી હણે છે. મોટોભાઈ પણ ઘાને ચૂકવીને ત્યાંથી તેને બહાર કાઢીને રાજભયથી છોડી દે છે અને વિચારે છે કે (૨૮૪) પૂર્વે તેનો તેવા
(૪) પૈશુન્ય : પરોક્ષમાં દોષોનું કહેવું, ઉચ્ચાટન = મંત્ર વિશેષ. જેના પ્રભાવથી વસ્તુ પોતાના સ્થાનથી ઉડાવી શકાય છે, મંત્ર=દેવી અધિષ્ઠિત અક્ષર પદ્ધતિ, જપન=ફરી ફરી મંત્રનું ઉચ્ચારણ આમાં કુશલ સ્ત્રીઓ પોતાનું ધાર્યું બીજા પાસે કરાવી શકે છે.
22