________________
શું છે? હવે આ કહે છે કે જે તારો મોટો ભાઈ છે તે મુખમાં મીઠો છે અને મનથી જુકો છે કારણ કે તે કુંકુમ-વસ્ત્ર-આભરણાદિને છૂપી રીતે લાવીને પોતાની સ્ત્રીને આપે છે. ખજૂર વગેરે ખાદ્યો પોતાના પુત્રોને આપે છે અને તારી ભાભી કપડા વગેરેની મોટી પોટલીઓ ભરે છે. ધનાદિનો ઘણો સંગ્રહ કરે છે. ઘણું ભોજન કરે છે. ઇચ્છા મુજબ પિતૃ સંબંધીઓને આપે છે અથવા મારે આનાથી શું? અંતે જાતે જ તું જાણશે. (૨૪૩) હવે વસંતે તેને કહ્યું કે હે નિર્ભાગે! બાકીના ઘરોની જેમ અમારા ઘરને પણ તું મલિન કેમ કરે છે? જેથી તું આવું જૂઠું બોલે છે. યુગ બદલાય તો પણ મારા ભાઈનું ચિત્ત અન્યથા થતું નથી. માતાથી અધિક એવી ભાભીની તો હું શું વાત કહું? ઇત્યાદિ વસંતે કહ્યું ત્યારે મૌનનું આલંબન લઈને આ તે દિવસે મૌન રહી. બીજા દિવસે અવસરને પ્રાપ્ત કરીને નવી યુક્તિ વિશેષ રચીને એવી રીતે કહે છે કે જેથી વસંતે મૌન રહીને બધું સાંભળ્યું. (૨૪૭) બીજે દિવસે બીજી યુક્તિથી વસંત પત્ની વડે કાન ભંભેરાવાયો. આ રીતે જુદા જુદા પ્રકારોથી વસંત ભરમાવાયેલ મનવાળો થયો. વસંત પત્નીને કહે છે કે હે ભદ્ર! આ વાત સાચી છે. શું મારો ભાઈ પણ આવો છે? તે કહે છે કે અહીં તમારે ભ્રાન્તિ શી છે? પરંતુ હું શું કહું? રાગી, દેવી કે મૂઢ અને જે કોઈથી વ્યર્ડ્સાહિત કરાયેલો હોય તે બધા દેવો વડે પણ સમજાવી શકાય તેમ નથી. તું પણ ભાઈ તથા કપટમાં કુશલ એવી ભાભી પર રાગી છે, તું નાનો છે એમ સમજી સઘળાં ઘર સંબંધી દુષ્કર્મો તારી પાસે કરાવાશે. તારો ભાઈ પોતે મોટો છે એમ સમજી શઠશીલવાળો આ ઠાકરની જેમ બેસી રહેલો છે અને આ જેઠાણી મને બોડી દાસીની જેમ પીડે છે. (૨૫૨) ગામડીયા એવા તારા પગમાં બંધાયેલી હું બધું સહન કરું છું. હું તને એકને પણ સાચવી શકતી નથી અથવા હું જે કાર્યને જાણું છું. તેને પણ કરવા સમર્થ નથી. ઈત્યાદિ પ્રપંચોથી કોઈપણ રીતે વસંત એવો ભ્રમિત કરાયો જેથી મૂઢ એવા તેણે સ્ત્રીની બધી જુઠી વાતને તહત્તિ કરીને સ્વીકારી લીધી. (૨૫૪) પછી પ્લાન મુખવાળો વસંત અન્ય કોઈ દિવસે મોટાભાઈને કહે છે કે હે ભાઈ! મારા ભાગનું જે કંઇપણ હોય તે મને ભાગ પાડીને આપ. (૨૫૫) પૂર્વે ક્યારેય નહીં સાંભળેલા આવા વચનને સાંભળીને સિંહ ચિત્તમાં વિસ્મય પામ્યો. અહો! આ કેવું અપૂર્વ છે? જે મારો ભાઈ પણ આવું બોલે છે. પછી તેણે કહ્યું કે હે વત્સ! અહીં તું કોની સાથે ભાગ પાડીશ? તને છોડીને મારે બીજો કોણ છે? અથવા મને છોડીને તારો બીજો કોણ છે? આટલા વખતમાં મારા વડે તારું જે કંઈ વિપ્રિય કરાયું હોય તે કહે પણ તારા વડે મારું કંઈપણ વિપ્રિય કરાયું નથી તેથી સ્નેહથી પ્રતિબદ્ધ મનવાળો તું મને અકાળે આવું કેમ બોલે છે? તેથી હે વત્સ! તું સંપત્તિનો ઉપભોગ કર. આ સર્વ લક્ષ્મી તારી છે.(૨૫૯) ઇત્યાદિ પ્રેમગર્ભિત, સુયુક્તિવાળા વચનોથી સિંહે સમજાવ્યો ત્યારે વસંતનું ચિત્ત ફરીથી પણ કોઈક રીતે સ્વસ્થ થયું. તે વસંત આ વાત પત્નીને કહે છે તેની પત્ની પણ માથું ધુણાવીને કહે છે કે જેઠના વચનોને હું જાણું છું. મૂઢ એવો તું જ જાણતો નથી. તારો ભાઈ વરાટિકા (નાણા)થી ભરેલો છે. ભોગ્ય સામગ્રીથી સમૃદ્ધ, તેજસ્વી મોતીના સ્વસ્તિકવાળો છે. સુવાદથી રહેલો છે એ સાચું છે કે ગામમાં રહેનારો તારો ભાઈ એક જ છે. (અર્થાત્ તારા ભાઈ પાસે ઘણી સંપત્તિ છે ગામમાં એની જ વાહવાહ થાય છે. ગામમાં મુખી જેવો છે વિગેરે) કઠોરને વિંધે છે, સૂક્ષ્મ (મીઠું મીઠું) બોલે છે
21