________________
શ્રવણથી વિસ્મિત થયેલો વિચારે છે કે અહો! આ મહાશ્ચર્ય શું છે? આ વાદળની ગર્જના નથી કારણ કે આકાશમાં વાદળાંઓનો અભાવ છે, આ દેવના કંઠનો અવાજ પણ નથી કારણ કે વાતાવરણ સુપ્રશાંત છે અને એ પ્રમાણે વિચારતો કમથી તે શબ્દની અનુસાર જતો બહુસાલ નામના રમણીય ઉદ્યાનમાં પહોંચ્યો. (૨૧૮) અને ત્યાં સુર-ખેચર-મનુષ્યોની સભામાં શ્રેષ્ઠ સુવર્ણકમળ પર શુદ્ધધર્મની દેશના આપતા સ્કુરાયમાન તેજવાળા સૂરિને જુએ છે. શું આ સૂર્ય જ છે ? ના, આ સૂર્ય નથી કારણ કે તે દુઃખે કરીને જોઈ શકાય તેવો છે. શું આ પ્રશાંત રૂપવાળો ચંદ્ર છે? ના, ચંદ્ર પણ નથી કારણ કે તે કલંકવાળો છે પણ આ કલંક વિનાના છે. શું આ કેન્દ્ર છે? ના, તે પણ નથી કારણ કે તે અનિમેષ આંખવાળો છે જયારે આ સનિમેષી છે અને શ્રેષ્ઠ વ્રત અને રૂપને ધરનારા છે. આ સૂરિ છે એમ નિશ્ચય કરીને હૃષ્ટમનવાળો ઘોડા પરથી ઊતરે છે. પાદુકા,છત્ર,હુરિ અને ખગને છોડીને સૂરિ પાસે જઈને અતિશય વિનયથી પગમાં પડીને ઉચિત દેશમાં બેસે છે એક ક્ષણ ધર્મ સાંભળીને પછી પગથી માંડીને માથા સુધી અને મસ્તકથી માંડીને પગસુધી સૂરિને જોઈને પ્રશાંત મધુર વાણીથી કુમાર કહે છે અમારો (તમારા વિશે) અવિનય ન થાઓ તેથી કંઈક પૂછીએ છીએ. લોકમાં તમારો જન્મ બીજાના સુખને માટે જ છે. રૂપ પણ ભુવનમાં અભ્યધિક છે. આ યૌવનનો આરંભ પ્રથમ જ છે અને શરીર પણ સુકુમાળ છે તેથી તમારા વ્રતનું ગ્રહણ મહાશ્ચર્યકારી છે. (૨૨૬) જગતમાં તમારા જેવાનું શરીર કામદેવના વિનોદનું સ્થાન છે. જો તેઓ (તમારા જેવા) પણ તપ કરશે તો તે કામદેવ પણ તે તપને જ કરે અને બીજું હે મુનિનાથી લક્ષ્મી પણ તમારા જેવા વિશે જ વસે છે. જલધિ-પમ આદિની લક્ષ્મી પ્રસિદ્ધિ માત્ર જ છે. અર્થાત્ સમુદ્રના કમળ આદિમાં લાગીનો વાસ પ્રસિદ્ધિ માત્ર છે વાસ્તવમાં તમારા જેવાને વિશે જ લક્ષ્મીનો વાસ છે એમ હું જાણું છું. તેથી જો તમે લક્ષ્મીને છોડીને આ દુષ્કર તપને કરો છો તો તે વરાકી લક્ષ્મી સ્થાનથી ભ્રષ્ટ થયેલી તપોવનનું શરણ કરે. (૨૨૯) તેથી રાજ્ય લક્ષ્મીને યોગ્ય યૌવનને પામેલા, લક્ષણોને ધરનારા એવા તમારા વડે આ કણકારી અનુષ્ઠાન કેમ આચરાયું? તેથી કૃપા કરીને હે મુનિસિંહ! મને આ કહો કેમ કે આ વિશે અમને મોટું કુતૂહલ છે પછી મુનિપતિએ કહ્યું કે હે દેવાનુપ્રિય! આ ઉત્તર કહેવાય છે. પરંતુ કહેતા પરની નિંદા અને સ્વગુણનો ઉત્કર્ષ થાય છે. સ્વગુણનું ગ્રહણ અને પરની નિંદા એ લઘુતાનું મૂળ છે તો પણ હું સંક્ષેપથી કહું છું જેથી પરોપકાર થાય. (૨૩૩)
મગધ દેશમાં મહાલય નામનું શ્રેષ્ઠગામ હતું. સિંહ અને વસંત નામના બે ભાઈઓ હતા. ત્યાં વસતા તેઓને બાળપણથી પરસ્પર તેવો સ્નેહ થયો કે ક્ષણમાત્ર તેઓ છૂટા પડતા નથી. બાળપણમાં સાથે ધૂળમાં રમતા એક સાથે જ વૃદ્ધિને પામ્યા. સાથે ભણે છે યૌવનમાં પણ સાથે જ પૃથ્વીપર ભમે છે, સાથે ધન ઉપાર્જન કરે છે, સાથે વિલાસ કરે છે, સાથે દાન આપે છે અને સાથે જ ખાય છે, સુવે છે, ભમે છે, અને સાથે જ રહે છે. પરસ્પર સ્નેહથી બંધાયેલા સમાન-વસ્ત્ર-વિલેપન-તંબોલ-કુસુમ-આહાર-પાન વગેરેને ગ્રહણ કરે છે. (૨૩૮)
આ પ્રમાણે કાળ પસાર થયે છતે વસંત નામના નાનાભાઈની સ્ત્રીએ ક્યારેક એકાંતમાં આ પ્રમાણે કહ્યું કે હે મૂઢ! આ ઘરમાં જે કોઈ વસ્તુઓ છે તેને શું તું જાણે છે? વસંતે કહ્યું કે તે