________________
નથી, જેઓના સંભાવનાના વિષયમાં પણ ક્યાંય આવી નથી તો પણ તે સમુત્સુક પુરુષો લક્ષ્મીની રોજ પ્રાર્થના કરે છે. (૧૯૬) પણ અહો! કોઈપણ કારણથી આ લક્ષ્મી જેને સ્વયં ભજે છે.તેઓ શું લક્ષ્મીને નથી ભજતા? જો નથી ભજતા તો તેઓનું અજ્ઞાન જ અંતરાયનું કારણ છે. વળી બીજું
પ્રકૃતિથી સ્વચ્છ, ગોળાકાર, સારભૂત ગુણોના સમૂહથી પૂર્ણ, દોષરહિત એવા હારને અને પ્રિયતમને ધારણ કરે છે. (પ્રિયતમના પક્ષમાં સ્વભાવથી નિર્મળ, સદાચારધારી, સદ્ભૂત ગુણોના સમૂહથી પૂર્ણ અને દોષથી રહિત એવા પ્રિયતમ છે.) (૧૯૮) એ પ્રમાણે લેખને વાંચીને જાણે સ્નેહના અંકુરાનો સમૂહ ન નીકળ્યો હોય એવા પુલકિત અંગવાળી ધનવતી હારને પોતાના કંઠમાં ધારણ કરે છે. (૧૯૯)
હવે અન્ય પ્રશસ્ત દિવસે ધન-ધાન્ય-સુવર્ણ-રત્ન અને વસ્ત્રોથી પરિપૂર્ણ, મંડલપતિ અને સામંતગણોથી વીંટળાયેલી, એવી સ્વયંવરા નારી ધનવતી અતિરિદ્ધિના અભ્યદયવાળા એવા સિંહરાજાવડે અચલપુરમાં ધનકુમારને મોકલાઈ અને જતી એવી તે પરમ વિનયથી માતાપિતાના પગમાં પડી. તેઓએ પણ સગર્ગદ સ્નેહથી નિર્ભર આદરપૂર્વક તેને કહ્યું કે હે પુત્રી! (૨૦૨) આ લોકમાં મનુષ્યનું પણ વિનય જ ભૂષણ છે. નિત્ય પરાધીન જન્મવાળી નારીને વિશેષથી વિનય ભૂષણ છે. આથી જ તારે આ સ્ત્રીઓની સાથે હંમેશા જ ઉપશમ ધારણ કરવો. પુરુષ પણ ઉપશાંત થયેલ ન હોય તો આનંદ પામતો નથી તો પછી સ્ત્રીઓની શી વાત કરવી? (૨૦૦૩) ધીર પુરુષો પણ સામાન્ય જનના સંગથી સજજનના માર્ગને છોડી દે છે તો સામાન્ય જનના સંગથી અબલા વરાકડી સ્ત્રીઓનો વિનાશ થાય એમાં શું આશ્ચર્ય છે? સંરક્ષણ (સાર સંભાળ) વિનાના સ્વામીઓના (સમર્થોના) પુત્રાદિઓ નાશ પામે છે તો પછી શ્વસુરકુલને નિત્ય પણ આધીન એવી સ્ત્રીઓની શું વાત કરવી? દાન કરનારના દાનની જ શંકા કરે છે પણ કોઈ દાનનો તિરસ્કાર કરતું નથી, મદથી રહિત હાથીઓનો પણ લોક ત્યાગ કરતો નથી. (અથાત્ હાથીઓ મદથી રહિત હોય તો પણ લોકો તેને ગ્રહણ કરે છે.) સુવર્ણ રત્નાદિથી શરીરને ભૂષણ કરવું તે માત્ર લોકાચાર જ છે. ઉત્તમ કુળમાં જન્મેલાનું શીલરૂપી અલંકાર જ પ્રસાધન છે. આથી હે પુત્રી! વિનય, ઉપશમ, સુસંગ, અનુકૂળ વર્તન, અને દાનરૂપી શક્તિ (પુરુષાર્થ)માં હંમેશા પણ ઉદ્યમ કરજે અને શીલરૂપી સંપત્તિનું રક્ષણ કરજે. (૨૦૮) માતા અને પિતા જે કહે છે તે તહત્તિ (તેમ જ છે) કરીને અને નમીને કમથી અચલપુરના બહાર (ઉદ્યાનમાં) પહોંચી. ત્યાર પછી પ્રધાન પુરુષોએ વિકમ ધન રાજાને ખબર આપી. ખુશ થયેલ રાજાવડે વિશાળ આવાસ અપાયે છતે ધનવતી પણ આવાસિત કરાઈ. બીજે પ્રશસ્ત દિવસ (તિથિ, વાર, નક્ષત્ર,કરણ અને યોગનો સુયોગ થયે છતે) આવે છતે ઘણી મોટી વિભૂતિથી ધનવતી ધનકુમાર સાથે પરણાવાઈ. હવે તેની સાથે પાંચેય પ્રકારના વિષયસુખોને અનુભવતા તેના નવા દેવની જેમ સુખપૂર્વક દિવસો પસાર થાય છે. અને લોકો પ્રશંસા કરે છે કે આવી કુમારીનો જે સ્વામી થયો તે કુમાર ધન્ય છે. અને જે આવા પતિને પરણી તે ધનવતી ધન્ય છે. (૨૧૪) હવે કોઇક દિવસે કુમાર ઘોડા ખેલવવાના સ્થાનમાં જાય છે. ત્યાં ઘોડાની સવારી કરે છે અને એટલામાં એકાએક નવા વાદળના આગમનથી ઉત્પન્ન થયેલ ઘણાં ગંભીર શબ્દના
19