________________
એમ વિક્રમધન રાજા બોલે છતે હાથનો સંપુટ જોડીને નમીને હર્ષિતમનવાળો અમાત્ય રાજા વડે અપાયેલ આવાસે ગયો. (૧૭૫) તે સમયે આ સમગ્ર પણ વ્યક્તિને સાંભળીને કુમાર પણ સભા છોડીને પોતાના આવાસે ગયો. અને વિચારે છે કે અહો! પિતાવડે જો કે આ સર્વ સ્વીકારાયું છે તો પણ હું તેના (ધનવતીના) ગુણ કે અવગુણને જાણતો નથી. અને જે સચિવવડે પિતાની પાસે કહેવાયું છે તે પણ સાચું છે કે ખોટું એમ હું જાણતો નથી. કારણ કે દૂતકાર્યમાં નિયુક્ત કરાયેલ પુરુષો વધારી-ઘટાડીને પણ બોલે છે નીતિશાસ્ત્રમાં પણ સંભળાય છે કે દુષ્ટ સ્રી મનુષ્યને અનર્થનું મૂળ છે. ઈત્યાદિ જેટલામાં વિચારે છે તેટલામાં પ્રતિહારે જણાવ્યું કે સિંહરાજાનો સચિવ દરવાજા પર ઉભો છે તેનો શું નિયમ છે ?( અર્થાત્ સિંચવને અંદર આવવા દઉં કે નહીં ?) જલદીથી મોકલ એમ કહેવાયે છતે દ્વારપાળ વડે સચિવ અંદર પ્રવેશ કરાવાયો. કરાઈ છે ઉચિત પ્રતિપત્તિ જેની એવો તે કુમારની પાસે બેસીને કમલિનીએ આપેલો દાબડો કુમારને આપે છે. ધનવતીના પોતાના હાથે લખેલો લેખ આની અંદર છે એમ કહ્યું એટલે કુમાર પણ તેને ઉઘાડીને હર્ષથી વાંચે છે. (૧૮૨) તે આ પ્રમાણે સતત કુશ થતા શરીરથી ઢીલી થયેલી, દુઃખે કરીને વહન કરી શકાય તેવા ભારથી લદાયેલી વારંવાર ઊંચુ કરી જેતી હોવાથી લાંબી ડોકવાળી, ભુખી રહેવાથી ક્ષામોદરી, આંખ પહોળી કરી પ્રિયતમની રાહ જોતી હોવાથી વિશાળ નયનથી ઓળખાયેલી કોમળરસવાળા સારભૂત કમળના ભોજનના ત્યાગને પામેલી રાજહંસિકા રાજહંસને નહીં મેળવીને ઝૂરે છે. તારા ગુણો સાંભળવાના અવસરને પામીને સુભગ ! કામ મને રાત અને દિવસ ઘણો પીડે છે. મારા મનોરથ અને અંગો તારામય થયા છે. (અર્થાત્ હું તારુ સતત ધ્યાન કરું છું. ) ભૂર્જપત્રની નીચેના ભાગમાં દ્રુપદી નામના છંદ વિશેષથી નિર્દિષ્ટ છે સ્વરૂપ જેનું એવી ધનવતીના સ્વહસ્તે લખાયેલી ભાવાર્થથી યુક્ત એવી એક ગાથાને જુએ છે. ત્યાર પછી ધન વિચારે છે કે અહો! તેની હંસીસ્વરૂપ કાવ્યની ગાથા પોતાની વિજ્ઞાનની પ્રજ્ઞાને અને સ્નેહના પ્રકર્ષને બતાવે છે. જો કે તેના રૂપાદિ ગુણો મને હજુ સુધી પ્રત્યક્ષ નથી થયા તો પણ મારા પરનો રાગ તેના રૂપાદિ ગુણના સમૂહને જણાવે છે. (૧૮૮) પોતાનાથી અયોગ્ય સ્થાનમાં રહેલાને વિશે કોઈપણ રીતે અનુરાગ થતો નથી. ઘણું કરીને અયોગ્યતાવાળાઓને આવા પ્રકારનો વચનનો વિન્યાસ ઘટતો નથી. અથવા લેખના અનુસારે તેના સદ્ભાવને જાણું સદ્ભાવ જ ન હોય તો રૂપાદિનું શું કામ છે ? જેથી કહેવાયું છે કે હસતો (પુરુષ) હજારને મેળવે છે, હર્ષસહિત બોલતો લાખને મેળવે છે, સજ્જન મનુષ્યનો સદ્ભાવ કોડથી પણ અધિક મેળવે છે. (૧૯૧) તેથી જણાયેલા સદ્ભાવના સારવાળી, સુકુલમાં જન્મેલી સુગુણી એવી તે બાળાને પરણતા મારે શું ન્યૂન થાય ? એમ વિચારીને તેણે પણ તે જ રીતે પોતાના હાથથી લખેલ ભૂર્જપત્ર તથા મોતીનો હાર સચિવ જોડે ધનવતીને મોકલ્યો. ત્યાર પછી સન્માનીને રાજકુમારે વિદાય કર્યો. સચિવ પોતાના દેશમાં સિંહરાજાની પાસે પહોંચ્યો. (૧૯૪) હર્ષિત સચિવે સર્વવૃત્તાંત રાજાને કહ્યો. રાજા હર્ષ વિભોર થયો. પછી સચિવે ભૂર્જપત્ર અને હાર પણ ધનવતીને આપ્યા અને કુમારે પોતાના હાથથી ભૂર્જપત્ર લખ્યું છે ઈત્યાદી સઘળો વૃત્તાંત કહ્યો. ધનવતી તુષ્ટ થઈ અને તે જ ક્ષણે એકાંતમાં લેખને વાંચે છે. તે આ પ્રમાણે જેઓ વડે સ્વપ્નમાં પણ જોવાઈ
18