________________
થશે એમ કહ્યું હોત તો પહેલા આશાથી ધારણ કરી રાખેલ તે જીવિત પણ હૃદયને ભેદીને બહાર નીકળી જાત. (૧૫૦) તેથી ચંદ્રમતીએ જેટલું કહ્યું છે તેટલું જ થાઓ એને વિચારીને ધનવતી મૂઈિતની જેમ લિખિતની જેમ, ઘટિતની જેમ, અધોમુખી રહી. પછી કમલિની વડે કહેવાયું કે હે ચંદ્રમતી ! તારા વડે આ કેવી રીતે જણાયું ચંદ્રમતી એ કહ્યું કે હું અહીંથી પિતાના વંદન માટે સભામાં ગઈ હતી. ત્યારે ત્યાં પિતાની પાસે ચિત્રમતી અમાત્ય આવેલો હતો અને તેના વડે આ પ્રમાણે જ કહેવાયું (૧૫૩) ત્યાર પછી જેટલામાં પિતાની શિખામણ લઈને અમાત્ય પોતાના ઘરે ગયો તેટલામાં આ સત્ય છે એમ સાંભળીને ધનવતી કંઈક હર્ષવાળી થઈ. આ લોકોનું કંઈ પણ કપટ હોય એમ માની વિસ્ફરિત કોપવાળી થઈ. આજે પણ અહીં કાર્યસિદ્ધિ સંદિગ્ધ છે એમ માની વિષાદવાળી થઈ. નિમિત્તિઓનું વચન સાચું પણ હોય એમ માની ઉત્કંઠાવાળી થઈ. શું હું ત્યારે ચિત્રકાર વડે જેવાઈ હતી? એમ શંકિત થઈ. અને જેટલામાં સંકીર્ણ (વિમાસણ) અવસ્થાને અનુભવતી રહે છે તેટલામાં કમલિનીએ કહ્યું કે પ્રિયસખી! આ કાર્ય સિદ્ધિ થયું. (૧૫૭) એટલામાં કોઈક વડે સ્પષ્ટ કહેવાયું કે આ આમ જ છે. પછી બધી સખીઓએ કહ્યું કે આ જેમ કહે છે તેમ જ છે કારણ કે આઠ નિમિત્તોથી ઉત્પાદિત એવી જ વાણી તે ક્યારેય પણ ખોટી હોતી નથી. એમ શકુન શાસ્ત્રોમાં સંભળાય છે. હૃદયમાં આશ્વાસિત કરાયેલી પણ ધનવતી પછી કહે છે કે આ લક્ષ્યોથી કામની વિપરિત શીલતાનો હોમ થાઓ. (૧૬૦) મારું મસ્તક દુઃખે છે કારણ કે તમે સર્વે કપટશીલવાળી છો એમ કહીને ધનવતી પરાગમુખ થઈ. પછી કમલિનીએ બધી સખીઓને રજા આપીને ધનવતીને કહ્યું કે હે પ્રિયસખી! આજે પણ જ્યાં સુધીમાં અમાત્ય જાય નહીં ત્યાં સુધીમાં તું સ્વહસ્તથી આ ભૂર્જપત્ર લખ જેથી તે ભૂર્જપત્રને વાંચીને તારા સદ્ભાવ તથા વિજ્ઞાનાદિ ગુણ સમૂહને જાણીને તે સુભક સુખને મેળવે. એ પ્રમાણે તેના વચનથી ધનવતી પણ એમ કરે છે. કમલિની પણ લેખને દાબડામાં મુકીને સચિવને અર્પણ કરે છે. તે પણ જલદીથી અચલપુર નગરમાં ગયો. સભામાં બેઠેલા વિક્રમધન રાજાવડે સપ્રસાદ સાદરપૂર્વક બોલાવાયો. (૧૬૫) સિંહરાજાએ તને ફરી જલદી કેમ મોકલ્યો? હંમેશા ઘણાં વિરોધી રાજાઓ જેને છે એવા સિંહરાજાને કુશળ છે ને? જેના તમે હિતૈષી સજ્જનો છો તે સિંહરાજાને કુશળ જ છે જેણે શરીર પર વજનું કવચ ધારણ કર્યું છે એવા સિંહને અકુશળ કેમ હોય? અહીં મને મોકલવાનું છે કારણ છે તેને તમે સાંભળો. સિંહરાજાની વિમલા નામની પટરાણીની ધનવતી નામે એક પુત્રી છે. જેની અભ્યધિક રૂપલક્ષ્મીને જોઈને શ્રેષ્ઠ દેવો પણ મનુષ્યભવની પ્રાપ્તિને જલદીથી જ ઈચ્છે છે.જે દષ્ટિનો વિષય બનેલી શંકર-વિષ્ણુ (કૃષ્ણ)-કામદેવ અને ઈન્દ્રના અનુક્રમે પાર્વતીલક્ષ્મી-રતિ અને રંભાની પ્રાપ્તિથી કરાયેલ મદને તત્પણ ગાળે છે. સારને જાણનારા અને સંસાર ઉપર વિરક્ત મતિવાળાઓને નિશ્ચયથી અસાર એવો પણ સંસાર તે ધનવતીને લીધે સાર જેવો જણાયો છે તેથી ધનકુમારની સાથે તે પાણિગ્રહણના સુખો અનુભવ અને કર્તા પણ બંનેના સર્જનના પ્રયાસની સફળતાને પ્રાપ્ત કરે છે. (૧૭૨) અમારો પ્રભુ આમ કહે છે એ પ્રમાણે કહીને અમાત્ય વિરામ પામે છતે વિક્રમધન રાજા કહે છે અહીં શું અયુક્ત છે? તેથી સિંહરાજની સાથે વિવાહનો સંબંધ અમારે ઉચિત જ છે ચંદ્રની સાથે ચાંદની જોડાય એમાં અયુક્ત શું છે?