________________
રાજા સુતો. રાત્રી પુરી થઈ ત્યારે કાલ નિવેદકે કહ્યું કે (ભણું) (૧૨૫) ભુવનમાં ઈચ્છિત અથની પ્રાપ્તિમાં કોઇપણ ચિંતા ન કરો કારણ કે અહીં પ્રભાતનો સમય વર્તે છતે અંધકારનો નાશ કરીને એકાએક કયાંકથી આવેલા આ સૂર્યની સાથે કમલિનીનો કરાયેલ શ્રેષ્ઠ શોભાવાળો સંગ કોના વડે કલ્પાયો છે? હવે નિદ્રાથી જાગેલ રાજા તેને સાંભળીને વિચારે છે કે અહો! આ સૂર્યોદયના કથનથી મને પણ અનુકૂળ કહેવાયું છે. (૧૨૮) જેવી રીતે સૂર્ય અને કમલિનીનો સંયોગ લોકમાં અવસ્થિત (નિશ્ચિત) છે તેવી રીતે બીજા પણ ભાવો નિશ્ચયથી થનાર સંયોગને પ્રાપ્ત કરે છે અને થનારા સંયોગો વિશે કોઈને પણ જે ચિંતા છે તે ખરેખર દુઃખના ફળવાળી જ છે. કરાયેલી ચિંતા થનાર અને નહી થનાર ભાવોને અન્યથા કરતી નથી. (૧૩૦) પછી ચિંતા વગરના રાજા ઊઠીને પ્રભાતના કાર્યો કરે છે. અને હજારો સામંતોથી વ્યાપ્ત એવી સભામાં બેસે છે. એટલામાં હાથમાં રહેલ છે સુવર્ણ દંડ જેને પુષ્ટ, ઉન્નત, અને ગાઢ સ્તનપર શોભતો છે હાર જેને એવી પ્રતિહારી ત્યાં પ્રવેશ કરીને કહે છે કે દેવવડે (રાજાવડે) ચિત્રમતી નામનો અમાત્ય જે વિકમ ધન રાજા પાસે મોકલાયેલ હતો તે દરવાજા પર ઊભો છે. રાજાએ કહ્યું કે તેને જલદીથી અંદર આવવા દો. રાજાએ એમ કહ્યું એટલે અમાત્ય તુરત હાજર થયો. (૧૩૩)
મોટા વિનય પૂર્વક રાજાને પ્રણામ કરીને, ઉચિત આસન પર બેસીને અમાત્ય કાર્યસિદ્ધિને કહે છે. પછી સિંહ રાજા પૂછે છે કે ત્યાં ગયેલ તારા વડે શું કંઈપણ આશ્ચર્ય જેવાયું? હા જેવાયું એમ અમાત્યે કહ્યું એટલે તે આશ્ચર્ય શું છે? એ પ્રમાણે ફરી પુછાયેલ અમાત્ય કહે છે કે હું જાણું છું પણ તેને કહી શકતો નથી. તો પણ મારી શક્તિ મુજબ કંઇક કહું છું. હે દેવ! ત્યાં ધનકુમાર નામનો રાજપુત્ર છે. તે આશ્ચર્યનું ઘર છે. ગુણના ભંડાર એવા તેનું રૂપ, તેજ, બુદ્ધિ, વિનય, ગાંભીર્ય, ધીરપણું છે તે સર્વનું વર્ણન કરવું હોય તો વિદ્વાનને એકેક ભવ લાગે. (૧૩૮) તેનું દર્શન થયે છતે દેવના દર્શનનું કુતૂહલ વિરામ પામે છે, તે જોવાયે છતે દેવીઓનો દેવગણ પર વિરાગ થાય છે. ગુણના વિસ્તારને ગ્રહણ કરવામાં વિષ્ણુ (હજાર મોઢાવાળો) સમર્થ થતો નથી. (૧૪૦) અને બીજા યોગ્ય કે અયોગ્યને દેવ જાણે છે. પણ હું એટલું માનું છું કે જો તે ધનવતીનો વર ન થાય તો ભાગ્ય (વિધિવે પણ હારી ગયો. કારણ કે શંકરને ગૌરી અને કૃષ્ણને લક્ષ્મી આપીને વિધિએ પ્રાપ્ત કરેલ યશ જગતમાં ત્યાં સુધી જ સ્કુરાયમાન થાય છે જયાં સુધી તે બેનો સંયોગ નથી થયો. (૧૪૨) પછી રાજા વિચારે છે કે અહો! અમાત્યનો વચન વિન્યાસ ઉચિત સમયે મને આણે આ જણાવ્યું. મારે વિક્રમધન રાજાની સાથે અપત્યનો (ધનવતીને આપવાનો) સંબંધ યોગ્ય છે પરંતુ વિધિ અનુકૂળ છે કે નહીં તે અમે જાણતા નથી. અથવા ઉચિતનું આચરણ કરનાર અમારે અહીં કોઈ દોષ નથી. જો વિક્રમધન રાજા આ સબંધને માન્ય નહીં કરે તો વિધિ જ અપરાધી બનશે. (૧૪૫) એમ વિચારીને વિકમ ધન રાજાની પાસે અમાત્ય વચન કુશળ છે એમ જાણી તેને જ મોકલ્યો. ધનવતીના વરવા નિમિત્તે શિક્ષાને ગ્રહણ કરી અમાત્ય ઘરે ગયો. એટલામાં સખીજનથી યુક્ત ધનવતી જ્યાં છે
ત્યાં જઈને તેની નાની બહેન ચંદ્રમતી આમ કહે છે કે ધનવતીના સગપણના પ્રસંગથી તમે બધી વધામણી કરાઓ છો. પછી ધનવતી વિચારે છે કે અહો! આ શું? અમારું એટલું પુણ્ય નથી કે જેથી સોભાગી એવો તે જ વર થાય. અને જે આ ચંદ્રમતીએ ધન સિવાય મારો બીજો પતિ
16