________________
ત્યારે નિસાસો નાખીને ધનવતી કહે છે કે હે પ્રિયસખી !હું કંઈપણ જાણતી નથી. તું મારા ભાગ્યને પૂછકે જેના વડે હું સેંકડો દુઃખોનું ભાજન કરાઈ છું પછી આગ્રહથી સખી પૂછે છે ત્યારે તે કહે છે કે હે શ્રેષ્ઠ સખી! હું કંઈ પણ જાણતી નથી પણ મને દાહ પીડે છે. પછી કમલિનીએ કહ્યું કે હે સ્વામિની જો તને ખેદ ન થતો હોય તો દાહનું કારણ જે અમે જાણીએ છીએ તે અમે તને કહીએ. (૧૦૩) ત્યારે ધનવતીએ કહ્યું કે એકાંત હિતકારી એવી તને કહેવામાં શું વિકલ્પ હોય? આ પ્રમાણે કહે છતે કમલિની કહે છે કે જો એમ છે તો હે સ્વામિની! ઉદ્યાનમાં ચિત્રકાર વડે ધનમાં ગુણોની પ્રશંસા કરાઈ ત્યારે કપટ ભાવને કારણે તારા પર તો દોષ થયો.(૧૦૫) કંઈક હસીને ધનવતી વિલખી થઈ પછી વિચારે છે કે અહો! ચતુરોને કંઈપણ અજ્ઞાત હોતું નથી. પછી કમલિનીએ કહ્યું કે હે પ્રિય સખી! મને ઉપાય પણ સૂઝ્યો છે, તું ધીરજ ધર ક્ષણ પણ વિષાદને કરીશ નહીં. તે વચનથી ધનવતી આશ્વાસિત કરાઇ. હવે કમલિનીને મધ્યમાં બેસાડીને ધનવતી કહે છે આ કાર્યમાં જે ઉપાય તારા વડે જણાયો છે તે કહે. ધનવતી કહે છે કે ચિત્રપટ્ટમાં જે પુરુષ જેવાયો તે ગુણનો ભંડાર છે એમ સંભળાયું છે તેથી કરાયેલ મંત્રવાદ (વિચારણા)માં અહીં સર્વ સુઘટિત છે. (૧૦૯) એમ કમલિની કહે છે ત્યારે વિલખી થયેલ ધનવતી બોલી કે અરે ! તું મશ્કરીને છોડ. હે સખી ! શું હમણાં મશ્કરીનો સમય છે ? હવે કમલિની કહે છે કે હે સ્વામિની ! અમારું જીવિતવ્ય તારી કુશલતાને અધીન છે તેથી જ્યારે તારી આવી અસ્વસ્થા હોય ત્યારે અમારાથી મશ્કરી થાય? (૧૧૧) પરંતુ આજે ઘરમાંથી નીકળતી વખતે મને રાજમાર્ગમાં ખરેખર પૂર્વ પરિચિત એવો એક નૈમિત્તિક મળ્યો. મેં તેને પુછ્યું કે મારી સ્વામિનીનો વર કોણ થશે ? તેણે કહ્યું કે અતિઅલ્પ દિવસોમાં તે ધન જ તારી સ્વામિનીનો પતિ થશે. આ વિષયમાં નિમિત્તિઆએ મને ઘણી ખાતરી (ચોકસાઇ)ઓ આપી છે અને તે નૈમિત્રિક બધા કાર્યોમાં અવિસંવાદી (સત્ય) છે. તે આધારથી ખુશ થયેલી હું તારા પરિહાસને કરું છું. નહીંતર તારી આવી અવસ્થામાં મારું જીવિત પણ ક્યાંથી હોય ? (૧૧૫) તેથી તું ધીર થા, સામાન્ય જનની જેમ ઉત્સુક્તાવાળી ન થા. હું બાળપણથી સરસ્વતી છે એમ સકળજનમાં પ્રસિદ્ધ છે. ધનવતીએ કહ્યું કે હું પણ આ જાણું છું. હું પણ બીજાને ઉપદેશ આપું છું પરંતુ પોતાના કાર્યમાં હું મૂઢ છું, જે કૃત્ય છે તેને હું જાણતી નથી. (૧૧૭) પછી કમલિનીએ કહ્યું કે હે પ્રિય સખી ! તો પણ તું ધીર થા, થોડા દિવસોમાં જ તારું આ કાર્ય સિદ્ધ થયેલું જોઇશ. ઇત્યાદિ યુક્તિ સંગત સ્નેહથી ભરપુર ધીર કમલિનીના વચન સાંભળીને ધનવતી કોઇક રીતે પોતાની સ્વસ્થતાને ધારણ કરે છે. (૧૧૯)
હવે અન્ય દિવસે પગે લાગવા માટે આવેલી ધનવતીના વિકસિત થતા યૌવનલક્ષ્મીથી
અલંકૃત રૂપને સિંહરાજા જુએ છે અને વિચારે છે,કે અહો ! જગતમાં આશ્ચર્ય છે કે મારી પુત્રીનું રૂપ દેવોના મનને પણ મોહિત કરે છે. (૧૨૧) તેથી જો તેને અનુરૂપ વર મેળવી આપું તો સારું થાય અને આ (અનુરૂપ વરની પ્રાપ્તિ) જીવના પુણ્યને અધીન છે અમારો વિષય નથી. જો એમ હોય તો પણ પુરુષે પુરુષાર્થ કરવો જોઇએ તો પણ હું જાણતો નથી કે આને યોગ્ય વર કોણ છે ? યોગ્ય એવા પણ કોને આ ધનવતી ગમશે? અથવા ધનવતીને કોણ ગમશે ? આથી જ પ્રાયઃ લોકમાં પુત્રીઓ અશુભ ગણાય છે. ઇત્યાદિ વિચારતો દિવસને પસાર કરીને રાત્રીએ
15