________________
કામદેવના ઘરે જઈને ધનવતી પૂજા કરે છે. (૭૫) ઘણી સખીઓથી વીંટળાયેલી કામદેવને પૂજીને ભવનમાંથી નીકળીને ધનવતી જેટલામાં ઉદ્યાનમાં જુએ છે તેટલામાં શ્રેષ્ઠ ચિત્ર પટ્ટિકા છે જેના હાથમાં એવો એક ચિત્રકાર યુવાન અશોકવૃક્ષની છાયામાં વિશ્રામ કરતો રહે છે.(૩૭) હવે કમલિની નામની ધનવતીની સખીએ ચિત્રકારના હાથમાંથી ચિત્રપટ્ટ લઈને મનુષ્યની પ્રતિકૃતિ (છબી)ને જોઇ. (૭૮) ભુવનમાં અભ્યધિક ચિત્રપટ્ટના રૂપને જોઈને વિસ્મિત હૃદયવાળી કમલિનીએ ચિત્રકારને પુછયું, “અરે! કામદેવનું આ રૂપ શું તારા વડે આલેખાયેલું છે? અથવા તો શું આ દેવ કે ખેચરનું રૂપ છે? અથવા તો અગ્નિથી બળેલા છે વાળ,દાંત, ને નખ જેના એવા ભીલોનું આવું રૂપ કયાંથી હોય? (૮૦) અમને મોટું કૌતુક છે તેથી તું આ રૂપને કહે. હવે ચિત્રકાર યુવાન કહે છે કે હે સુતનુ ! તું સાંભળ વિક્રમધન નામનો રાજા અચલપુરનો સ્વામી છે તેને ધારિણી નામની ભાર્યા છે તેનો આ ધન નામે પુત્ર છે ઉત્કંઠ દેવીઓ વડે પણ જેનું ચારિત્ર ગવાય છે અને જેનો ચંદ્ર જેવો નિર્મળયશ દિશાવલયને ઉજ્જવળ કરે છે તેના જ રૂપલક્ષ્મીના પ્રકર્ષને જોઈને પ્રચ્છન્ન રૂપને ધારણ કરનારો હર્ષિત મનવાળો કામદેવ ભુવનમાં ભમે છે. (૮૪) સાગરોને વિશે ગંભીરપણું છે, પર્વતોને વિશે. ઉચ્ચત્વ જ છે. લોકને વિસ્મય કરનારી આ બે વસ્તુ તેના વડે ધારણ કરાય છે. (૮૫) કુમારના ગુણ સમૂહથી કુમારને છોડીને ભુવન પણ જીતાયું છે. પોતાના અવિકાર ગુણથી ફરી પોતાનો ગુણ સમૂહ જીતાયો છે. (અર્થાત્ કુમારનો અવિકાર ગુણ શ્રેષ્ઠ છે.) જેના ગુણકીર્તનમાં સુકવિઓની પ્રવૃત્ત થયેલી વાચાઓ બુટ્ટી થાય છે તો અમારા જેવાની ત્યાં શું ગણના? આંખના વિનોદ માટે જોવા લાયક ફલક પર ગુણનિધિ એવા તે ધનના રૂપના લેશને મારા વડે આલેખાયો છે. (૮૮) ફકત હું જ નહીં પણ જેના વડે તે કુમાર જોવાયો કે સંભળાયો છે તે કુમારના ગુણના ચિંતનમાં અને રૂપના દર્શનમાં આસકત રહે છે અને ત્યાં પાસે રહેલી ધનવતી તેણે કહેલા અને ચિત્રપટ્ટ પર આલેખાયેલ આ રૂપને વિશે સર્વ પણ સાંભળે છે અને જુએ છે. (૯૦) હવે કમલિની કહે છે કે હે મહાશય! તું સજ્જન છે જે તારાવડે તે શુભકનું ગુણ કીર્તન રૂપ અમૃત અમારા કાનમાં નખાયું. ઈત્યાદી વાર્તાલાપ કરીને તે આગળ જવા ચાલી અને કોઈ પણ રીતે ધનવતી પણ તેની સાથે જવા ચાલી. (૯૨) પાછળ વાળેલી ડોકવાળી અને આગળ માર્ગમાં શૂન્યમનસ્ક પગલાં ભરતી ધનવતી સખીઓ વડે જેવાઈ. હવે કમલિનીએ કહ્યું કે જુઓ તો ખરા! તૃષાતુર એવી સ્વામિની પણ પાછળ રહેલા સપ્તપર્ણ વૃક્ષના સૌંદર્યને જુએ છે. (૯૪) તેથી કંઈક હસીને નીચું મોઢું કરીને જેતી ધનવતી વિચારે છે કે અહો ! મારા સખીજનની ચતુરાઈની શી વાત કરીએ? પરસ્પર પોતપોતાની કથાને કરતી જેટલામાં બધી ઘરે પહોંચી તેટલામાં ધનવતીના મનરૂપી સાગરમાં માછલીની જેમ ધન વડે વારંવાર પણ સંચાર કરવાથી તેવો ક્ષોભ કરાયો કે જેથી સુજનના ઉપદેશ રૂપી નૌકાનો સંચાર રુંધાયો (૭) આભૂષણોનું પ્રસાધન કરતી નથી, પ્રિયસખી વર્ગની સાથે આલાપ કરતી નથી, કળાઓને યાદ કરતી નથી, પોપટ-પોપટીના સમૂહને ભણાવતી નથી. હાથરૂપી કૂંપળોની ચેષ્ટાથી હૃદયના ભાવ પ્રકાશિત કરે છે, મસ્તકને ધુણાવે છે, ભુજાઓને જમાડે છે, ધનની સંકથાને યાદ કરીને એમ શૂન્ય મનસ્ક ભમે છે. (૯૯) હવે બીજા દિવસે કોઈપણ રીતે કમલિનીએ એકાંતમાં તેને કહ્યું કે હે સખી ! તારા શરીરની આવી અવસ્થા કેમ દેખાય છે ?
14