________________
ઘણાં પુત્રો પછી અતિવલ્લભ ધનવતી નામે પુત્રી થઈ. કુસુમપુર તરફ પ્રયાણ કરેલ બ્રહ્મા વડે રત્નોથી નિર્માણ કરાયેલ પુતળીની જેમ રતિક્રીડાનું કારણ, ભુવનમાં અભ્યધિક ધનવતીના રૂપને જોઈને કામદેવ પણ લોભાશે આથી ભયભીત થયેલ રતિએ ધનવતીને સિંહરાજાને ઘરે મોકલી છે. (૫૮) યુવતીને યોગ્ય કળાઓ સમયે તેણે એવી રીતે ગ્રહણ કરી જેથી તે લોકમાં સરસ્વતીના વિભ્રમને ઉત્પન્ન કરે છે. આંબાની ડાળી પર નવી મંજરીની જેમ સકલ યુવાનોની આંખો રૂપી ભ્રમરના સમૂહો પડે છે જેના પર એવી તેની યૌવન લક્ષ્મી વિકસે છે. (૬૦) અને અત્રાંતરે
ત્યાર પછી ત્યાં હાથીના સમૂહને મદથી પરાધીન કરતી અને સામાન્ય લોકને કામથી પરાધીન કરતી જાણે ઉન્માદી બની હોય તેવી શરદઋતુ શરૂ થઈ. જગતમાં કોની સંપત્તિની ન્યૂનતા નથી થતી એમ લોકોને જાણે સ્પષ્ટ ન કહેતી હોય તેમ નદીઓ ઓસરેલી (ઘટતા) પાણીવાળી થઈ. (૬૨) સ્વચ્છ મોટા જળાશયો અને સરોવરો રાજહંસીઓથી સેવાય છે. મોટોગુણ અને અલ્પદોષ વર્તે છે.
સવિશેષ નિર્મળ જયોસ્નાને પ્રાપ્ત કરીને ચંદ્ર વડે પણ લોક આશ્વાસિત કરાયો, શુદ્ધ સ્વભાવવાળા જીવોની રિદ્ધીઓ પરકાર્યને માટે હોય છે.(૬૪) મદના ઉત્કર્ષને પામીને હાથીઓ વનોને ઉખેડે છે. મલીનો (દુષ્ટો)ની પ્રકૃતિ આવી જ છે કે લક્ષ્મીને પામીને બીજાને પીડે છે. સ્વ-પર જનની અપેક્ષા વગર વિપુલ પાણી વરસીને જુઓ વાદળાઓએ પણ કલુશભાવને છોડીને ઉજ્વળપણું પ્રાપ્ત કર્યું. વાદળરૂપી રોગોથી મુકાયેલ અને અતિદુષ્ટ વીજળીરૂપી લોહીના પ્રવાહના નિર્ગમનથી કરાયો છે ઉપકાર જેના વડે એવું આકાશ તલ નિર્મળ થયું. (૬૭) તીખા અને કડવા આહારને છોડીને લોક મધુર આહારી થયો.જીવોને એક સ્થાને પ્રીતી લાંબા સમય સુધી કયાંથી હોય? (૬૮) અને શરદ ઋતુમાં ઉત્પન્ન થયેલ અનાજના સમૂહથી ચાલી ગયું છે દુઃસ્થપણું (દરિદ્રતા) જેનું એવી પૃથ્વી સુસ્થ થઈ. સર્વત્ર પાકેલ શાલિના ક્ષેત્રોથી યુક્ત ધનકણથી સમૃદ્ધ ગામો દેખાય છે. નીવાર (વૃક્ષ વિશેષ) ની ગંધથી સુમનોહર, નૃત્ય અને રાસથી ખુશ થયેલ આહીરના સમૂહવાળા, ગોપીજનના રાસના અવાજથી આકુલ એવા અરો ભરવાડોથી વ્યકત થયા. (૭૦) પ્રેક્ષક જન વડે સંભળાતો છે ખેડુત સ્ત્રીઓના ગીતનો ધ્વનિ જેમાં, માર્ગમાં વહન કરાતો છે મુસાફર વર્ગ જેમાં, અભિમાની શ્રેષ્ઠ વૃષભોનો સમૂહ ગર્જના કરે છે જેમાં એવો સુપ્રશસ્ત ઈન્દ્ર મહોત્સવ કરાય છે. (૭૧) ચંદ્રની જ્યોસ્નાના પ્રવાહથી સર્વત્ર શીતલ એવી પુણ્યશાળીઓના હવેલીઓના ભંડાર છે જેમાં, ખવાતા છે રસવાળા શેરડી દળો જેમાં, પીવાતા છે ખાંડવાળા દૂઘ જેમાં, (૭૨) દીપોત્સવ કરવામાં પ્રવૃત્ત થયો છે લોક જેમાં, શ્રેષ્ઠ ખાણી-પીણીથી ઊભરાયો છે આનંદ જેમાં, કમળના સુગંધથી પ્રફુલ્લિત, દેવયુગલોથી સેવાતું છે વન જેમાં, (૭૩) માલતી અને મકરંદો (આંબાઓ) છે જેમાં, મધુર ગુંજારવ કરે છે ભમરાનો સમૂહ જેમાં, કમળવનોથી શોભતા છે સરોવરો જેમાં, કલહંસોથી શોભતા છે કમલવનો જેમાં, (૭૪) શરદઋતુ પ્રવર્તે છે જેમાં, હર્ષ વિસ્તરે જેમાં છે એવા અવિચ્છિન્ન કૌમુદી મહોત્સવ વખતે લોકમાં સર્વત્ર આનંદ પ્રસરે છે ત્યારે