________________
મોરના કલાપની જેમ પ્રકટિત કરાયો છે વિવિધ વિલાસ ઘણાં સુખને કરનારો અને આશ્ચર્યકારી રૂપવાળો યૌવનનો આરંભ ઉલ્લસિત થાય છે તે આ પ્રમાણે.
પ્રથમ ઊગતા ગ્રહોના સમૂહની સમાન સૂર્યના કિરણોની રમ્યતાથી, અશોકવૃક્ષના પાંદડાં જેવા લાલ અને કાચબા જેવા ઉન્નત બે ચરણોથી, કમળની નાળ જેવા સુકોમળ જંઘાથી, ગૂઢ જાનુથી, ઐરાવણ હાથીની સૂંઢ સમાન આનુપૂર્વી (પ્રથમ જાડી પછી ક્રમે કરી પાતળી થતી) બે ગોળ સાથળથી, વિસ્તૃત નિતંબથી મધ્યભાગમાં કંઇક પાતળા એવા માછલાના પેટ જેવા પેટથી, વિશાળ વક્ષસ્થળથી, શંખ જેવી ડોકથી પરીઘના દંડ જેવા બે બાહુથી, વૃષભ જેવા ઉન્નત સ્કંધથી, કામદેવના ઝૂલા જેવા બે કાનથી, શ્રેષ્ઠ પદ્મરાગણિ જેવા બે લાલ હોઠથી, પુનમના ચંદ્ર જેવા બે ગાલથી, કમળ જેવી સુંદર આંખ અને કમળની નાળ જેવી સરળ નાસિકાથી, સફેદ પાંપણોથી, વિશાળ કાનના છેડા સુધી પહોંચતી બે આંખોથી, આઠમના ચંદ્ર સમાન શ્રેષ્ઠ ભાલતલથી, સંપૂર્ણ કમળની શોભાને વહન કરનારા મુખથી, મોરના મોરપીંછાઓની કળાની શોભાને જીતી લીધી છે એવા અંજન સરીખા કાળાવાળના ભારથી, સ્પષ્ટ રીતે પ્રગટ કરાતો છે કામદેવનો વિકાર જેના વડે,ચારે બાજુથી નહીં સમાતું હોવાથી જાણે બહાર ન નીકળતું હોય તેવું લાવણ્યમય ધનનું શરીર શોભે છે. તેના શરીર અને આંખોનાં તેજથી જીતાયેલા અને લજ્જા પામેલા સુર્વણવલયો જાણે સળગતા અગ્નિમાં પ્રવેશ ન કર્યો હોય ! (૩૯-૪૭) અવિતૃષ્ણિત રમણીઓ વડે નયનરૂપી અંજલિઓથી પીવાતું હોવા છતાં પણ ધનનું લાવણ્ય રૂપી જળ પ્રતિદિન અધિક વધે છે. તે નગરમાં સકલ લોક તેના જ રૂપ, યૌવન, લાવણ્ય, વિલાસ, બુદ્ધિ વગેરે ગુણોની સંકથાથી નિરત રહે છે. (૫૦)હૃદય રૂપી ફલક પર આલેખાયેલો તે જ મૃગાક્ષીઓ (સ્રીઓ) વડે ધ્યાન કરાય છે. તેની જ પ્રતિકૃતિ(છબી)ને લખીને ચિત્રકારો (ચિત્રકળાને) શીખે છે. વધારે શું ? તે નગરમાં સર્વપણ લોક તેના ગુણસમૂહને જોતો, કીર્તન કરતો, ધ્યાન કરતો, તેના ગુણમય થયો. (૫૨)
અને આ બાજુ પૃથ્વી રૂપી સ્ત્રીઓને વિશે સધવાના લક્ષણ એવા લક્ષ્મીના ફુલની જેમ વધતી લક્ષ્મીવાળું કુસુમપુર નામનું નગર છે. (અહીં પૃથ્વીને સ્રીની ઉપમા આપી છે નગરને ફુલની ઉપમા આપી છે જેમ ફુલ સ્ત્રીની શોભાને વધારે છે તેમ કુસુમપુર પૃથ્વીની શોભા વધારે છે.) (૫૩)
સિંહની જેમ જીવોની યાચનાને શોભાવનારો ( સત્યવળતોદ્દો વિકલ્પે શબ્દ આપેલ છે સત્ત્વ+વળ+સોહો સત્ય એટલે પ્રાણી સમુહ, વળ એટલે વન, જંગલ અને સોહો એટલે શોભા, સિંહપક્ષે પ્રાણીઓના સમૂહવાળા વનને શોભાવનારો, રાજા પક્ષે સત્ત્વ એટલે પ્રાણીઓનો સમૂહ વળ એટલે યાચના સોદ્દો એટલે શોભા અર્થાત્ યાચકના સમૂહને શોભાવનારો (સંતોષનારો) એટલે રાજા દાનાદિના વ્યસનવાળો છે.)નિર્દોષ શસ્ર રૂપી ધનવાળો હોવા છતાં પણ શત્રુરૂપી હાથીઓને આક્રમણ કરનારો સિંહ નામનો રાજા કુસુમપુર નામના નગરનું પાલન કરે છે. સજ્જનના હૈયામાં વાસ પામેલી પવિત્ર અને સારાગુણવાળી, નિર્મળચિત્તવાળી, મુક્તાવલીની જેમ શ્રેષ્ઠ વિમલા નામે પત્ની છે. (૫૫) હવે વિષય સુખોને અનુભવતા તે બેને
12